સસ્પેન્ડ થાય તો સાંસદોનો પગાર કપાય કે નહીં? જાણો કેટલુ નુકસાન થાય?
સંસદમાં સાંસદોનાં સસ્પેન્સનને લઈને હંગામાનો માહોલ છે. ઘણા વિપક્ષી સાંસદોને એક સાથે સસ્પેન્ડ કરાતા હવે સવાલ થઈ રહ્યો છે કે આનાથી સાંસદોને શું નુકશાન થાય?
સંસદના શિયાળુ સત્રમાં 141 સાંસદોને લોકસભા અને રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ અંગે રાજકારણ ગરમાયું છે. અત્યાર સુધીમાં લોકસભાના 95 અને રાજ્યસભાના 46 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

સસ્પેન્શન પર વિપક્ષી સાંસદોનું કહેવું છે કે સંસદની સુરક્ષામાં ક્ષતિ બાદ આ મામલે વડાપ્રધાન અને ગૃહમંત્રીના નિવેદનની માંગણીને દબાવવા માટે સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
હવે સવાલ એ થાય છે કે સાંસદોને સસ્પેન્ડ કર્યા પછી તેમની પાસે કેટલી સત્તા બચી છે. તેમના અધિકારો, પગાર અને ભથ્થામાં કેટલો ઘટાડો થાય કે નહીં અને સસ્પેન્શન કેવી રીતે સમાપ્ત થાય?
જો સાંસદો સ્પીકરના ઇનકાર પછી ગૃહની કાર્યવાહીમાં વિક્ષેપ પાડે અને સતત ગૃહમાં હંગામો મચાવે તો તેમને સસ્પેન્ડ કરી શકાય છે. સસ્પેન્શન સ્પીકર દ્વારા કરવામાં આવે છે પરંતુ સસ્પેન્શન કેટલો સમય ચાલશે તે સંસદના નિયમ અનુસાર નક્કી કરવામાં આવે છે.
નિયમ 374 મુજબ, જો કોઈ સભ્ય સ્પીકરની સત્તાનો અનાદર કરે તો તે સભ્યને સમગ્ર સત્ર માટે સસ્પેન્ડ કરી શકે છે. આ સત્ર દરમિયાન આવું જ બન્યું છે. સાંસદોને શિયાળુ સત્રની બાકીની કાર્યવાહીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
સંસદમાંથી સસ્પેન્શન બાદ સાંસદો ગૃહની ચેમ્બરમાં પ્રવેશી શકતા નથી. આ સિવાય તેમને અલગ-અલગ કમિટીઓની બેઠકોમાં પણ જવા દેવામાં આવતા નથી. તે કોઈપણ પ્રકારની ચર્ચાનો ભાગ પણ બની શકે નહીં.
સસ્પેન્ડેડ સાંસદોને કોઈને નોટિસ આપવાનો અધિકાર પણ નથી. તેની સાથે જ તેઓ તેમના પ્રશ્નોના જવાબ માંગવાનો અધિકાર પણ ગુમાવે છે. સસ્પેન્ડેડ સાંસદો સરકારને સવાલ કરી શકતા નથી.
ઘણીવાર એવું બને છે કે સરકારી અધિકારીને સસ્પેન્ડ કર્યા પછી તેને અડધો પગાર જ મળે છે એટલે કે સસ્પેન્શન પછી અડધો પગાર કપાઈ જાય છે. સાંસદોના કિસ્સામાં આવું થતું નથી.
સરકારી કર્મચારીઓની જેમ તેમનો પગાર કાપવામાં આવતો નથી. પરંતુ સસ્પેન્શન બાદ સંસદ સભ્યને દૈનિક ભથ્થું ચૂકવવામાં આવતું નથી. કારણ કે આ ભથ્થા માટે તેઓએ લોકસભા/રાજ્યસભા સચિવાલયમાં રાખેલા રજિસ્ટરમાં સહી કરવી પડે છે.
સાંસદોને પગાર, ભથ્થા અને પેન્શન એક્ટ 1954 હેઠળ તમામ પ્રકારની સુવિધાઓ આપવામાં આવે છે. 1 લાખ રૂપિયાના પગાર સિવાય સાંસદને અનેક પ્રકારના ભથ્થાં મળે છે. આ ભથ્થાઓમાં ગૃહની કાર્યવાહીમાં હાજરી આપવા માટે મળેલા ભથ્થાનો પણ સમાવેશ થાય છે.
જ્યારે કોઈ સાંસદને ગૃહમાંથી સસ્પેન્ડ કરવામાં આવે ત્યારે તેને ગૃહની કાર્યવાહીમાં હાજરી આપવા માટે ભથ્થું આપવામાં આવતું નથી. બાકીના ભથ્થા અને પગારમાં કોઈપણ પ્રકારની કપાત કરવામાં આવતી નથી.
જો સાંસદોનું સસ્પેન્શન સમગ્ર સત્ર માટે છે તેઓ ઈચ્છે તો સસ્પેન્શન ખતમ કરવાનો પ્રયાસ કરી શકે છે. જો સસ્પેન્ડેડ સાંસદ માફી માંગે તો તેમનું સસ્પેન્શન હટાવવા અંગે વિચારણા થઈ શકે છે. જો અધ્યક્ષને તેમની ભૂલ માફીપાત્ર જણાય તો તેઓ માફી માંગે પછી સસ્પેન્શન સમય પહેલા સમાપ્ત થઈ શકે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે











Click it and Unblock the Notifications
