હોસ્પિટલ જ્યાં ફરે છે માથા વગરની આત્માઓ
આપણામાંથી કોઇને પણ હોસ્પિટલમાં જવુ ગમતું નથી, પરંતુ કોઇ ભયાનક બીમારીના કારણે આપણે આપણી જાતને હોસ્પિટલ જતા અટકાવી શકતા નથી. કોઇપણ હોસ્પિટલમાં દાખલ થતાં જ આપણા મનમાં અજીબો ગરીબ પ્રશ્નો આવવાની શરૂઆત થઇ જાય છે. ભયના કારણે પરસેવો છૂટી જાય છે અને દરેક રૂમમાં દર્દીઓના ભંયકર ચહેરા જોઇને ભય લાગવા લાગે છે કે ક્યાંક આપણે પણ તેમના સ્થાને ના પહોંચી જઇએ. હોસ્પિટલની ઉંચી દિવાલો, દવાઓની ગંધ અને હેરાન પરેશાન દોડતા ડોક્ટર્સ, આ તમામ બાબતો ભય પેદા કરવા માટે પૂરતી છે.
વિચારો કે, જે હોસ્પિટલમાં જ્યાં લોકો જીવન અને મરણ વચ્ચે જોલા ખાઇ રહ્યા છે, ત્યાં બીજી તરફ હોસ્પિટલમાં માથું કપાયેલી આત્માઓ ફરી રહી છે, અને તેનો અનુભવ આપણને થાય તો? બીમાર હાલતમાં બેડ પર પડેલા છીએ અને કોઇ લાંબા નખ અને ખુલ્લા વાળ સાથે આત્મા તમને પાછળથી પકડી રહી છે તો તમે શું કરશો? સ્વાભાવિક છે કે, તમારા હોંશ ઉડી જશે અને તમારા હાથ-પગ કામ કરવાનું બંધ કરી દેશે. તો ચાલો, તસવીરો થકી જાણીએ વિશ્વની એવી કેટલીક હોસ્પિટલ અંગે જ્યાં ખરેખર આખો દિવસ આત્માઓ ફરતી રહે છે.

રોયલ હોપ હોસ્પિટલ, યુએસએ રોયલ
આ હોસ્પિટલ પડી ગઇ તે પહેલા એક સ્પેનિશ મિલટ્રી હોસ્પિટલ હતી. માહિતી અનુસાર આ હોસ્પિટલમાં રાખેલી વસ્તુઓ પોતાની મેળે જ હલવા લાગતી હતી, બેડ ઉછળવા લાગતા હતા અને અહીં જે પણ દર્દી સારવાર અર્થે આવતો તેને ઇજાઓ પહોંચતી હતી. સૂચના હેઠળ આ હોસ્પિટલ મૂળ અમેરિકન કબ્રસ્તાન પર બનાવવામાં આવ્યું હતું, તેથી અહીં આવી ઘટનાઓ ઘટતી હતી.

સાઇ યિંગ પુન મનોરોગ હોસ્પિટલ, હોંગ કોંગ
આ મેન્ટલ હોસ્પિટલ 1892માં બનાવવામાં આવી હતી, આસપાસના લોકો જણાવે છે કે, આ હોસ્પિટલમાં રાત્રે કોઇ મહિલાનો રડવાનો અવાજ આવે છે અને માથા વગરની આત્માઓ ફરતી જોવા મળે છે. આ હોસ્પિટલને બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન જપ્ત કરી લેવામાં આવી હતી અને લોકોના ગળા કાપી લેવામાં આવ્યા હતા.

ચંગી જનરલ હોસ્પિટલ, સિંગાપોર
વર્ષોથી સિંગાપોરમાં આ હોસ્પિટલ એક ભયાવહ સ્થળ તરીકે જાણીતી છે. આ શરૂઆતમાં એક રોયલ એર ફોર્સ હોસ્પિટલ હતી, પરંતુ બાદમાં આ સ્થાન પર જાપાની સૈનિકોએ પોતાનો કબજો જમાવ્યો અને લોકોને ત્રાસ આપવામા આવતો હતો. અહીં આવનારા લોકોને અનેક અલૌકિક વસ્તુઓ જોવા મળી છે.

અરારાત પાગલખાનુ, ઓસ્ટ્રેલિયા
આ ઓસ્ટ્રેલિયાનું સૌથી મોટુ પાગલખાનુ હતું. અહી વિશ્વના સૌથી હિંસક અને ખતરનાક સાઇકોટિક્સ લાવવામાં આવતા હતા, જેમના પર ડોક્ટર વિચિત્ર અને ભયાનક ઉપચાર વિધિઓનો પ્રયોગ કરતા હતા. આ હોસ્પિટલ કુલ 130 વર્ષ સુધી ખુલુ રહ્યું હતું, જેમાં લગભગ 13 હજાર દર્દીઓના મોત નીપજ્યાં હતા.

ટાઉનટન સ્ટેટ હોસ્પિટલ, મેસાચુસેટ્સ અમેરિકા
આ હોસ્પિટલ લગભગ 1854માં બનાવવામાં આવી હતી. આની કહાણી ઘણી વિચિત્ર છે. અહીં પર એક દર્દી હતો, જેનું નામ જેન ઓપન હતું. તેનું કહેવું હતું કે જ્યારે તે નર્સ હતી ત્યારે તેને લગભગ 31 લોકોની હત્યા કરી હતી. આ ઉપરાંત એ વાત પણ જાણવા મળી છે કે, અહીં દાખલ દર્દીઓને આ હોસ્પિટલના બેસમેન્ટમાં બળજબરીથી લઇ જવામાં આવતા જ્યાં ડોક્ટર અને નર્સો દ્વારા તેમના પર શૈતાની અનુષ્ઠાન કરવામાં આવતા હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત











Click it and Unblock the Notifications
