Myths and Facts: માંસનુ સેવન કરવાથી થઈ શકે છે મંકીપૉક્સ? અહીં જાણો આ વાયરસ સાથે જોડાયેલ ભ્રમ અને હકીકત
અહીં અમે તમને મંકીપૉક્સ વિશેની કેટલીક ભ્રમ વિશે જણાવી રહ્યા છીએ. જેના પર આંખ મીંચીને વિશ્વાસ કરવો ખોટુ ગણાશે.
નવી દિલ્લીઃ લગભગ ત્રણ વર્ષ સુધી કોવિડ-19 રોગચાળા સામે લડ્યા પછી અચાનક બીજી વાયરલ બીમારી - મંકીપૉક્સનુ ફાટી નીકળવુ વિશ્વભરમાં ચિંતાનુ કારણ બની રહ્યુ છે. ઓછામાં ઓછા 19 દેશોએ અત્યાર સુધીમાં મંકીપૉક્સના કેસની પુષ્ટિ કરી છે. લોકોમાં આ બીમારીનો ડર જોવા મળી રહ્યો છે. તેથી હવે આ બીમારીને લઈને અનેક પ્રકારની અફવાઓ સાંભળવા મળી રહી છે. જો કે, નિષ્ણાતોનુ કહેવુ છે કે લોકોએ આ બધી અફવાઓ પર ધ્યાન ન આપવુ જોઈએ. અહીં અમે તમને મંકીપૉક્સ વિશેની કેટલીક ભ્રમ વિશે જણાવી રહ્યા છીએ. જેના પર આંખ મીંચીને વિશ્વાસ કરવો ખોટુ ગણાશે.

ભ્રમ -1 મંકીપૉક્સ માત્ર વાંદરાઓના માધ્યમથી ફેલાય છે
આ વાયરલ બિમારીનુ નામ મંકીપૉક્સ છે પરંતુ તેનો અર્થ એ નથી કે આ વાયરસ માત્ર વાંદરાઓ દ્વારા ફેલાય છે અથવા જો કોઈ વાંદરાના સંપર્કમાં હોય તો તે આ વાયરસનો વાહક છે. મંકીપૉક્સ કોઈ સંક્રમિત વ્યક્તિ અથવા પ્રાણી સાથેના નજીકના સંપર્ક દ્વારા અથવા વાયરસથી દૂષિત સામગ્રી દ્વારા મનુષ્યોમાં ફેલાય છે. અને આ કોઈપણ પ્રાણી હોઈ શકે છે.

ભ્રમ - 2 માંસ ખાવાથી મંકીપૉક્સ થઈ શકે છે?
નિષ્ણાતો કહે છે કે માત્ર માંસ ખાવાથી મંકીપૉક્સ નહિ થાય! સોશિયલ મીડિયામાં મંકીપૉક્સ વિશે અનેક પ્રકારની ખોટી માહિતી ફેલાવવામાં આવી રહી છે પરંતુ નિષ્ણાતો આ સિદ્ધાંતને સ્વીકારતા નથી. સંક્રમિત પ્રાણીઓના સેવનથી વાયરસ ફેલાઈ શકે છે પરંતુ સ્વસ્થ અને સારી રીતે રાંધેલુ માંસ ખાવાથી કોઈ સમસ્યા થતી નથી.

ભ્રમ -3 એસ્ટ્રાજેનેકા કોવિડ વેક્સીન બની રહી છે મંકીપૉક્સનુ કારણ
બ્રિટનમાં એક સિદ્ધાંત મુજબ એસ્ટ્રાજેનેકાની કોરોના વાયરસ રસીને કારણે મંકીપૉક્સ ફેલાય છે. પરંતુ નિષ્ણાતોએ આ બોગસ થિયરીને ખોટી ઠેરવી છે અને લોકોને આ અફવા ફેલાવવાનુ બંધ કરવા કહ્યુ છે.

ભ્રમ - 4 મંકીપૉક્સ કોવિડ-19થી વધુ સંક્રમક છે
નિષ્ણાતોએ આ રોગથી બચવા માટે સાવચેતી રાખવાની વાત કરી છે પરંતુ આ રોગ કોવિડ-19 કરતા વધુ ચેપી હોવાનુ જણાવ્યુ નથી. નેશનલ ટેકનિકલ એડવાઈઝરી ગ્રૂપ ઑન ઈમ્યુનાઈઝેશન (NTAGI)ના કોવિડ વર્કિંગ ગ્રૂપના ચેરપર્સન ડૉ.એન.કે.અરોરાએ એએનઆઈને કહ્યુ, 'મંકીપોક્સ કોવિડ જેટલો ચેપી કે ગંભીર નથી. જો કે, તેનો ફેલાવો ચિંતાનો વિષય છે.'

ભ્રમ - 5 માત્ર સમલૈંગિક કે બાયસેક્સ્યુઅલ પુરુષોને મંકીપૉક્સ થાય છે
જુદા જુદા અહેવાલો મુજબ ગે અથવા બાયસેક્સ્યુઅલ પુરુષોમાં મંકીપૉક્સના કેસોમાં ઝડપથી વધારો થયો છે. જો કે, નિષ્ણાતો કહે છે કે વાયરસ ભેદભાવ કરતો નથી. એચઆઇવી/એઇડ્સ નિવારણના સીડીસી (યુએસ સેન્ટર્સ ફૉર ડિસીઝ કંટ્રોલ) વિભાગના ચીફ મેડિકલ ઑફિસર જ્હોન બ્રુક્સે સીએનએનને જણાવ્યુ કે કોઈપણ વ્યક્તિને મંકીપૉક્સનો ચેપ લાગી શકે છે. તેને બાયસેક્સ્યુઅલ કે હોમોસેક્સ્યુઅલ સાથે કોઈ લેવાદેવા નથી. અમેરિકામાં ગે કમ્યુનિટી પર કોઈપણ પ્રકારનુ જોખમ નથી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
