મોદીની સચોટ પહેલ : 37 કરોડ સવાલોનો એક જવાબ ‘જશોદાબેન’!
અમદાવાદ, 10 એપ્રિલ : છેલ્લા ચોવીસ કલાકથી રાજકીય શેરીઓમાં જશોદાબેન નામના મહિલા છવાઈ ગયાં છે. આ જશોદાબેન નથી કોઈ ચૂંટણી લડી રહ્યાં કે નથી તેમનો કોઈ રાજકીય પક્ષ સાથે સંબંધ. આ જશોદાબેન તો મહેસાણા જિલ્લામાં ઉંઝા નજીક બ્રાહ્મણવાડા ગામમાં પોતાના ઘરે રોજિંદુ જીવન પસાર કરી રહ્યાં છે, પરંતુ છેલ્લા 24 કલાક દરમિયાન તેમનું નામ વડનગરથી લઈ વડોદરા સુધી અને ગુજરાતથી લઈ નવી દિલ્હી સહિત આખા ભારતમાં ગુંજી રહ્યું છે.
હકીકતમાં જશોદાબેન એક સામાન્ય સ્ત્રી છે અને બીજી હકીકત એ પણ છે કે જશોદાબેન કોઈ સામાન્ય સ્ત્રી નથી. બંને વાતો સાચી છે, કારણ કે વ્યક્તિગત જીવનની દૃષ્ટિએ જોઇએ તો જશોદાબેન એક સામાન્ય સ્ત્રી જ છે અને સાંબંધિક દૃષ્ટિએ જોઇએ તો તેઓ એક એવા પુરુષના પત્ની છે કે જેઓ ભારતના વડાપ્રધાન પદ તરફ અગ્રેસર છે અને જેમણે પહેલી વાર કો'ક રાજકીય-ચૂંટણીગત દસ્તાવેજમાં જશોદાબેનનો પત્ની તરીકે ઉલ્લેખ કર્યો છે.
હવે અહીં એ ઉલ્લેખ કરવાની જરૂર નથી જણાતી કે જશોદાબેન ‘દસ્તાવેજી' રીતે પહેલી વાર જેમના પત્ની બન્યાં છે, તે નરેન્દ્ર મોદી છે. નરેન્દ્ર મોદીના જ્યારે તેઓ પત્ની બન્યા હતાં, ત્યારે તેઓ સામાન્ય મહિલા હતાં અને જ્યારે નરેન્દ્ર મોદી તેમનાથી છુટા પડ્યાં અને જ્યારે નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી બન્યાં, ત્યારે પણ જશોદાબેન એક સામાન્ય સ્ત્રી જ બની રહ્યા હતાં, પરંતુ નરેન્દ્ર મોદી સામે રાજકીય કાવાદાવા કરનારાઓએ અનેક વખત જશોદાબેનને સામાન્યમાંથી ખાસ શખ્સ બનાવી દીધી. આમ છતાં જશોદાબેનની વાસ્તવિક પરિસ્થિતિમાં કોઈ ફેર પડે તેમ નહોતો.
નરેન્દ્ર મોદી 2001 પહેલા ક્યારેય ચૂંટણી સંબંધી દસ્તાવેજી પ્રક્રિયાનો ભાગ નહોતા બન્યાં અને એટલે જ તેમની સામે કદાચ જાહેરમાં કોઈ દસ્તાવેજમાં પોતાના પત્નીનો ઉલ્લેખ કરવાની નોબત નહીં આવી હોય, પરંતુ 2001માં ગુજરાતના મુખ્યમંત્રી બન્યાં બાદ પણ સરકારી દસ્તાવેજોમાં મોદીએ ક્યારેય આવો ઉલ્લેખ નહોતો કર્યો. એટલું જ નહીં તેમણે વડોદરામાંથી ગઈકાલે જે ઉમેદવારી પત્ર ભર્યું, તેવું ઉમેદવારી પત્ર કોઈ પહેલી વાર નથી ભર્યું.
નરેન્દ્ર મોદીએ ફેબ્રુઆરી 2002માં પહેલી વાર આવુ ઉમેદવારી પત્ર રાજકોટ-2 વિધાનસભા પેટા ચૂંટણી માટે ભર્યુ હતું. ત્યારે તેમણે પોતાની એફિડેવિટમાં પત્ની સામેનું ખાનુ ખાલી જ છોડ્યુ હતું. તે પછી તેમણે વિધાનસભા ચૂંટણી 2002, 2007 અને 2012માં મણિનગર બેઠક માટે જે ઉમેદવારી પત્ર ભર્યું, તેમાં પણ આ સ્થાન ખાલી જ મૂક્યુ હતું. આમ મોદીએ વડોદરા પહેલા ભરેલા કુલ્લે ચાર ઉમેદવારી પત્રોમાં રજૂ કરેલી એફિડેવિટમાં પત્ની તરીકે જશોદાબેનનો ઉલ્લેખ નહોતો કર્યો અને હવે જ્યારે મોદી લોકસભા ચૂંટણી માટે પહેલી વાર ઉમેદવારી પત્ર ભરવા પહોંચ્યાં, ત્યારે તેમાં પહેલી વાર પત્ની તરીકે જશોદાબેનને સ્થાન આપ્યું.
રાજકીય ક્ષેત્રે નરેન્દ્ર મોદીના આ પગલાને વિવિધ રીતે જોવામાં આવી રહ્યું છે. ભારતીય જનતા પક્ષ સિવાયના તમામ વિરોધ પક્ષો આ મુદ્દે મોદી સામે પ્રશ્નો ઊભા કરી રહ્યાં છે, તો રાજકીય પંડિતો અને વિશ્લેષકો જશોદાબેનનો પત્ની તરીકે ઉલ્લેખ કરવા પાછળનું કારણ મોદીની રાજકીય રમત બતાવી રહ્યાં છે, પરંતુ આ તમામ વિરોધાભાસો વચ્ચે એક અનોખું વિશ્લેષણ અને તારણ એ પણ નિકળે છે કે નરેન્દ્ર મોદી દ્વારા જશોદાબેનનો પત્ની તરીકે ઉલ્લેખ કરવો એક સચોટ પહેલ છે.
રાજકીય વિશ્લેષકો ભલે પોતે એ તારણ ઉપર પહોંચે કે મોદીએ વડાપ્રધાન પદના ઉમેદવાર બન્યા બાદ જશોદાબેનનો પત્ની તરીકે ઉલ્લેખ કર્યો, પરંતુ એક મહત્વનું તારણ એ પણ કરી શકાય કે નરેન્દ્ર મોદીએ આમ કરી ‘37.35 કરોડ' સવાલોનો ‘જશોદાબેન' નામના આ એક જ શબ્દ દ્વારા આપી દીધો છે.
ચાલો તસવીરો સાથે જોઇએ કે મોદીએ કઈ રીતે 37.35 કરોડ સવાલોનો જવાબ જશોદાબેન નામના એક જ શબ્દ વડે આપ્યો :

વિરોધીઓના મહેણા-ટોણા
સૌ જાણે છે કે જશોદાબેનને પત્ની તરીકેનો દરજ્જો નહીં આપવાના મુદ્દે નરેન્દ્ર મોદી સતત વિરોધીઓના નિશાના પર રહેતા આવ્યાં છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ દરમિયાન પણ કોંગ્રેસે અનેક વખત આ મુદ્દાને મહિલા સશક્તિકરણ અને મહિલા સલામતી સાથે જોડ્યો હતો, તો રાષ્ટ્રીય કક્ષાએ મોદી ઉપસ્યા બાદ અનેક વિરોધી નેતાઓ મોદી સામે ટોણો મારતા રહેતા હતાં કે જે પોતાની પત્નીને ન સંભાળી શકે કે પત્ની તરીકેનો દરજ્જો ન આપે, તે દેશની મહિલાઓની સલામતી શું કરશે?

બન્યો દરેક મહિલાનો સવાલ
બસ, વિરોધીઓના આવા ટોણાઓએ જ કદાચ નરેન્દ્ર મોદીને આ સચોટ પહેલ કરવા પ્રેર્યા હશે. નરેન્દ્ર મોદી એવી વ્યક્તિ તો નથી કે વિરોધીઓના ટોણા સામે ઝુકી કોઈ વાત સ્વીકારી લે, પરંતુ આ મુદ્દાને જ્યારે દેશની અડધી વસતીની સલામતી સાથે જોડીને ઉઠાવવામાં આવતો હોય, ત્યારે સ્પષ્ટ છે કે વિરોધીઓ દ્વારા ઊભો કરાયેલ સવાલ દેશની દરેક મહિલાનો સવાલ બની જાય છે.

દેશમાં 37 કરોડ મહિલાઓ
દેશમાં જો 18 વર્ષથી વધુ વયના લોકોની વાત કરવામાં આવે, તો તેમની સંખ્યા લગભગ 81 કરોડ 50 લાખ છે કે જે ચૂંટણીના વાતાવરણમાં દરેક રાજકીય પક્ષ માટે માત્ર મતદારો જ છે અને તેમાં મહિલાઓની સંખ્યા લગભગ 37 કરોડ 35 લાખ છે.

એક જ શબ્દે જવાબ
હવે જો જશોદાબેનની આડમાં મોદી સામે મહિલા સલામતીની સક્ષમતા અંગે સવાલ ઊભો કરવામાં આવે, તો સ્પષ્ટ છે કે આ સવાલ દેશની 18 વર્ષથી વધુ વયની આ લગભગ 37 કરોડ મહિલાઓનો સવાલ બની જાય અને એટલે જ નરેન્દ્ર મોદીએ દેશની આ 37 કરોડ મહિલાઓના સવાલનો જવાબ જશોદાબેન નામના એક જ શબ્દ દ્વારા આપી દીધો.

મહિલાઓમાં પેદા થશે વિશ્વાસ
આમ કહી શકાય કે નરેન્દ્ર મોદી દ્વારા જશોદાબેનનો પત્ની તરીકે ઉલ્લેખ કરવો તેમનું માત્ર એક પગલુ નથી, પણ આ તેમની એક સચોટ પહેલ છે. રાજકીય વિશ્લેષકો અને વિરોધીઓ ભલે નરેન્દ્ર મોદીના આ પગલાને મહિલા મતદારોને આકર્ષવાનું પગલું ગણે, પરંતુ તટસ્થ રીતે વિચારીએ, તો નરેન્દ્ર મોદીની આ એક સચોટ પહેલ જ ગણાશે અને આવી પહેલથી તેમને વ્યક્તિગત રીતે જ નહીં, પણ ચૂંટણીગત રીતે પણ ચોક્કસ ફાયદો થશે અને દેશની મહિલાઓમાં તેઓ પોતાના પ્રત્યે એક વિશ્વાસ પેદા કરી શકશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
