Mecca Pilgrims Death : હજયાત્રીઓના મોત થાય તો તેમના દેશ નથી મોકલાતા મૃતદેહ, જાણો શું કરાય છે તેનું?
Mecca Pilgrims Death : આ વર્ષે ગરમીના કારણે 1 હજારની વધુ લોકોએ મક્કામાં હજ દરમિયાન પોતાના જીવ ગુમાવ્યા છે. આમાં ઘણા ભારતીયો છે.
તમને જાણીને નવાઈ લાગશે કે મક્કામાં હજ દરમિયાન જે પણ હજયાત્રીઓના મોત થાય તેમના શરીરને પરત તેમના દેશ મોકલવામાં આવતા નથી.

અહીં પ્રશ્ન એ છે કે જ્યારે હજ યાત્રા દરમિયાન કોઈ યાત્રીનું મૃત્યુ થાય ત્યારે તે યાત્રી કયા દેશના છે તે કેવી રીતે જાણી શકાય છે અને તેમના મૃતદેહોને તેમના અંતિમ સંસ્કાર માટે તેમના દેશમાં મોકલવામાં આવે છે કે કેમ? જો નહીં તો પછી તેમના અંતિમ સંસ્કાર ક્યાં અને કોણ કરે છે?
જણાવી દઈએ કે, આવા મામલાઓમાં સાઉદી અરેબિયાના હજ સંબંધિત કાયદામાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે જો કોઈ વ્યક્તિ હજ દરમિયાન મૃત્યુ પામે તો તેના મૃતદેહને તેના દેશમાં મોકલવામાં આવતો નથી. તેના બદલે તેને સાઉદી અરેબિયામાં જ દફનાવવામાં આવે છે.
હજ યાત્રાની તૈયારી કરતી વખતે દરેક વ્યક્તિ હજ સંબંધિત અરજીપત્રક પર હસ્તાક્ષર કરે છે, જેમાં લખેલું હોય છે કે જો તેનું મૃત્યુ સાઉદી અરેબિયાની જમીન કે આકાશમાં થાય છે તો તેના મૃતદેહને ત્યાં જ દફનાવવામાં આવશે. તેના પરિવારજનો અથવા તો તેના સંબંધીઓ તરફથી કોઈપણ વાંધો સ્વીકારવામાં આવશે નહીં.
સરળ શબ્દોમાં કહીએ તો, હજ યાત્રા દરમિયાન મૃત્યુ પામેલા કોઈપણ વ્યક્તિને તેના દેશમાં પાછા મોકલવામાં આવતા નથી, પછી ભલે તે વ્યક્તિના પરિવારજનો તેનો મૃતદેહ લેવા માંગતા હોય.
મક્કામાં મોત પવિત્ર ગણાય છે?
મક્કાને મુસ્લિમ ધર્મમાં સૌથી પવિત્ર સ્થળ માનવામાં આવે છે. મક્કા અને મદીનાને લઈને મુસ્લિમ સમુદાયમાં એવી માન્યતા છે કે અહીંની માટીમાં દફન થવું તેમના માટે સૌભાગ્યની વાત છે. જ્યારે ઘણા લોકો હજ પર જાય છે ત્યારે તેઓ ઈચ્છે છે કે મૃત્યુ આવે તો આ યાત્રા દરમિયાન જ આવવું જોઈએ, જેથી મૃત્યુ પછી તેમની આત્માને શાંતિ મળે.
હવે સવાલ એ છે કે મૃત્યુ પામેલા વ્યક્તિની ઓળખ કેવી રીતે થાય છે? તો અમે તમને જણાવી દઈએ કે તેમને સાઉદી અરેબિયા તરફથી એક કાર્ડ આપવામાં આવ્યું હોય છે, જે તે મુસાફરી દરમિયાન તેના ગળામાં પહેરે છે. તેમને તેમના હાથ પર પહેરવા માટે એક બ્રેસલેટ પણ આપવામાં આવે છે જેમાં તેમની તમામ માહિતી હોય છે. આ રીતે તેમની ઓળખ થાય છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
