Mass Suicide : અહીં એક સાથે આટલા લોકોએ આત્મહત્યા કરી હતી, જાણો અત્યારસુધીની આત્મહત્યાની સૌથી મોટી ઘટનાઓ વિશે
Mass Suicide : સમાજમાં વધી રહેલી બેચેની લોકોને આત્મહત્યા તરફ ખેંચી રહી છે. આ જ કારણ છે કે રોજ અખબારો આત્મહત્યાના સમાચારોથી ભરાયેલા પડ્યા હોય છે.
તમને જાણીને નવાઈ લાગશે કે દુનિયામાં ઘણી એવી પણ ઘટનાઓ છે જેમાં ઘણા લોકોએ એક સાથે તેમનું જીવન ટુકાવ્યુ હોય. આજે આપણે આવી જ કેટલીક ઘટનાઓ વિશે વાત કરવાના છીએ.

બુરારી આત્મહત્યા કેસ
1 જુલાઈ 2018ના રોજ દેશની રાજધાની દિલ્હીના બુરારીમાં એક જ પરિવારના 11 લોકોએ એકસાથે આત્મહત્યા કરી લીધી હતી. ઘટનાના ઘણા દિવસો સુધી પોલીસ પણ આ ઘટના પાછળનું કારણ શોધી શકી નહોતી. પોલીસ અનુસાર, આ પરિવાર ડાયરીમાં લખેલી બાબતોને અનુસરતો હતો અને તેના કારણે આખા પરિવારે આત્મહત્યા કરી લીધી.
કેલિફોર્નિયામાં 39 લોકોના મોત
26 માર્ચ 1997ના રોજ સાન ડિએગોના રાંચો સાન્ટા ફેમાં ફેન્સી વિલામાં 39 લોકોના મૃતદેહ મળ્યા હતા. તમામ લોકોએ એક સરખા કપડાં પહેર્યા હતા અને તેમના માથા પર પ્લાસ્ટિકની થેલીઓ બાંધેલી હતી.
તપાસમાં ખુલાસો થયો કે આ બધા જ હેવન્સ ગેટ સંપ્રદાયના સભ્ય હતા અને આ તમામ લોકોને તેમના ગુરુ દ્વારા કહેવામાં આવ્યું હતું કે માનવીએ હવે પૃથ્વી ખાલી કરીને યુએફઓ પર બેસીને નવી દુનિયામાં જવાનું છે. આ માટે તેમણે પોતાના જીવ આપવો પડશે. મૃત્યુ પામેલા લોકો હેવન્સ ગેટ સંપ્રદાયના એટલા કટ્ટર સમર્થકો હતા કે વિચાર્યા વિના આત્મહત્યા કરી લીધી.
ઓર્ડર ઓફ ધ સોલર ટેમ્પલ કેસ કેનેડા
ઑક્ટોબર 1994માં કેનેડામાં ઓર્ડર ઓફ ધ સોલર ટેમ્પલના કેટલાક સભ્યોએ આત્મહત્યા કરી લીધી હતી. તે માનતા હતા કે મૃત્યુ પછી તેઓ વધુ સારી દુનિયામાં પહોંચશે. આ કેસમાં પોલીસને એક ખેતરમાંથી લગભગ 23 સળગેલા મૃતદેહો મળ્યા હતા.
આ સિવાય છાવણીમાંથી 25 વધુ મૃતદેહો મળી આવ્યા હતા. 1995માં અન્ય એક ગ્રુપે પણ આવું જ કામ કર્યું હતું. 1997માં કેનેડાના ક્વિબેકમાં 5 વધુ લોકોએ આત્મહત્યા કરી હતી. અહેવાલો કહે છે કે સપ્ટેમ્બર 1994થી માર્ચ 1997 વચ્ચે સ્વિટ્ઝર્લેન્ડ, કેનેડા અને ફ્રાન્સમાં કુલ 74 લોકોએ આત્મહત્યા કરી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
