Manmohan singh funeral : રાજઘાટ પર કેવી રીતે થાય છે કોઈના અંતિમ સંસ્કાર? જાણો પ્રોટોકોલ
Manmohan Singh Funeral : ભારતના પુર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું અવસાન થયુ છે અને રાજઘાટ પર તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવી શકે છે.
ડો.મનમોહન સિંહના અવસાનના શોકમાં 7 દિવસનો રાષ્ટ્રિય શોક જાહેર કરવામાં આવ્યો છે. જણાવી દઈએ કે, ખાસ પ્રોટોકોલ સાથે તેમના અંતિમ સંસ્કાર થશે.

મનમોહન સિંહના પાર્થિવ દેહને તેમના નિવાસ સ્થાને અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુથી લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના રાજકીય લોકો તેમને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા છે.
મનમોહન સિંહના અંતિમ સંસ્કાર શનિવારે કરવામાં આવશે. સવારે અંતિમ યાત્રા બાદ તેમના અંતિમ સંસ્કાર કરાશે. મનમોહન સિંહના અંતિમ સંસ્કાર રાજઘાટ પર થઈ શકે છે. રાજઘાટ મહાત્મા ગાંધીની સમાધિ છે. ઘણા પૂર્વ વડાપ્રધાનોના અંતિમ સંસ્કાર અહીં કરવામાં આવ્યા છે.
કોઈપણ પૂર્વ વડાપ્રધાનના અંતિમ સંસ્કાર સંપૂર્ણ રાજ્ય સન્માન સાથે કરવામાં આવે છે. તેમના પાર્થિવ દેહને તિરંગામાં લપેટવામાં આવે છે. 21 તોપોની સલામી આપીને અંતિમ સંસ્કાર ફક્ત ખાસ સ્મારક સ્થળ પર જ થાય છે.
જો કે, અંતિમ સંસ્કાર ક્યાં થશે તેનો નિર્ણય પરિવારના સભ્યો અને સરકાર દ્વારા લેવામાં આવે છે. જો પરિવારના સભ્યો ઈચ્છે તો તેમના અંતિમ સંસ્કાર પણ તેમના ગૃહ રાજ્યમાં કરી શકે છે.
રાજઘાટ પર અંતિમ સંસ્કાર માટે ઘણા નિયમો છે. અહીં પૂર્વ વડાપ્રધાનો અને ખાસ લોકોના જ અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. રાજઘાટ પર અંતિમ સંસ્કાર સમયે વિશેષ સુરક્ષા પ્રોટોકોલ સાથે સંપૂર્ણ રાજકિય સન્માનનું પાલન કરવામાં આવે છે.
પૂર્વ પીએમના અંતિમ સંસ્કાર વખતે વડાપ્રધાન અને કેન્દ્રીય મંત્રીઓ પણ હાજર રહે છે. આ સિવાય આર્મી બેન્ડ અને સશસ્ત્ર દળના જવાનો પણ અંતિમ સંસ્કારમાં ભાગ લે છે.
જણાવી દઈએ કે. પુર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંહના અંતિમ સંસ્કાર શનિવારે કરવામાં આવશે. સવારે અંતિમ યાત્રા બાદ અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
