જાણો કેમ કહેવાય છે ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરને મોક્ષનું દ્વાર
જો તમે શિવભક્ત હશો તો તમે તે વાત તો સારી રીતે જાણતા હશો કે ભારતભરમાં ભગવાન શિવના 12 પ્રમુખ જ્યોતિલિંગ છે. પણ તે તમામ જ્યોતિલિંગમાં મહાકાલેશ્વર મંદિર ખાસ છે. મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં આવેલ આ મંદિર વિષે માન્યતા છે કે જે વ્યક્તિ આ જ્યોતિલિંગના દર્શન કરે છે તેને મોક્ષ પ્રાપ્ત થાય છે. મહાભારતમાં તથા મહાકવિ કાલિદાસના મેધદૂતમાં ઉજ્જયની વિષે ચર્ચા કરતા આ મંદિરના વખાણ કરવામાં આવ્યા છે.
ધર્મગ્રંથો મુજબ આકાશમાં તારક લિંગ, પાતાળમાં હાટકેશ્વર લિંગ અને પૃથ્વી પર મહાકાલેશ્વરની વિશેષ અન્ય કોઇ જ્યોતિલિંગ નથી. એટલા માટે જ મહાકાલેશ્વરના મંદિરને પૃથ્વીનું અધિપતિ માનવામાં આવે છે. ત્યારે ઉજ્જૈનના આ મંદિર વિષે કેટલીક ખાસ અને રોચક વાતો જાણો નીચેના આ ફોટોસ્લાઇડરમાં...

દક્ષિણમુખી જ્યોતિલિંગ
શંકરજીનું આ અનોખું મંદિર અન્ય પ્રમુખ 12 જ્યોતિલિંગમાંથી એક માત્ર દક્ષિણમુખી જ્યોતિલિંગ છે. શાસ્ત્રો મુજબ દક્ષિણ દિશાના સ્વામી સ્વયં ભગવાન યમરાજ છે. માટે જ જે વ્યક્તિ આ મંદિરના દર્શન કરી સાચા મને પ્રાર્થના કરે છે તેને મૃત્યુ ઉપરાંત યમરાજ દ્વારા અપાતી યાતનાથી મુક્તિ મળે છે.

અકાલ મૃત્યુ ટાળે છે શિવજી
દેશ અને દુનિયાના અનેક લોકો આ મંદિરના દર્શન કરવા માટે એટલા માટે અહીં આવે છે કારણ કે તે દ્વારા તે પોતાની અકાલ મૃત્યુ ટાળી શકે અને સીધો મોક્ષ મેળવી શકે.

તમામ ઇચ્છાઓ પૂરી
કહેવાય છે કે અહીં શિવજીના દર્શન કરનાર વ્યક્તિની તમામ મનોકામના પૂર્ણ થાય છે. અને ઘન, ધાન્યની પ્રાપ્તિ સાથે લોકોને અહીં લાંબુ અને નિરોગી સ્વાસ્થય પણ પ્રાપ્ત થાય છે.

પૃથ્વીનું કેન્દ્ર છે મહાકાલ
કેટલાક વિધવાનું માનવું છે કે મહાકાલેશ્વર જ્યોતિલિંગ મંદિર જ સંપૂર્ણ પૃથ્વીનું કેન્દ્ર બિંદુ છે. અને સંપૂર્ણ પૃથ્વીનું ભરણ પોષણ ભગવાન મહાકાલ અહીંથી કરે છે.

ભસ્માર્તી
અહીં પહેલા મહાકાલની ભસ્મ આરતીમાં તાજા લાશની ભસ્મનો ઉપયોગ થતો હતો. પણ મહાત્મા ગાંધીના આગ્રહ બાદ શાસ્ત્રીય વિધિથી નિર્મિત ભસ્મનો ઉપયોગ થાય છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
