Maha Kumbh 2025 : પ્રયાગરાજ અને હરિદ્રાર મહાકુંભ વચ્ચે કેટલો તફાવત? જાણો ક્યાંનું છે વધારે મહત્વ?
Maha Kumbh 2025 : ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહા કુંભ મેળાની 13 જાન્યુઆરીથી શરૂઆત થવા જઈ રહી છે. આ કુંભમાં દુનિયાભરથી લોકો આવશે.
જણાવી દઈએ કે, કુંભ મેળો ભારતમાં દર 12 વર્ષે યોજાય છે. પ્રયાગરાજ સિવાય નાસિક, હરિદ્વાર અને ઉજ્જૈનમાં યોજાતા દરેક કુંભ મેળાનું અલગ મહત્વ છે.

જણાવી દઈએ કે, પ્રયાગરાજમાં યોજાતો કુંભ મેળો મહાકુંભ છે. આ દર 12 વર્ષે આયોજિત થાય છે. છેલ્લે 2013 માં પ્રયાગરાજમાં મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારબાદ 2025 માં પ્રયાગરાજમાં ફરીથી કુંભ મેળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
પ્રશ્ન એ છે કે કુંભ મેળો ફક્ત પ્રયાગરાજમાં જ આયોજિત થાય છે તો તેનો જવાબ ના છે. પ્રયાગરાજ ઉપરાંત, હરિદ્વાર, નાસિક અને ઉજ્જૈનમાં પણ કુંભ મેળાનું આયોજન કરવામાં આવે છે.
આ મેળો 12 વર્ષના અંતરાલ પર ઉજવવામાં આવે છે, આ માટે ચારેય સ્થળો એક પછી એક પસંદ કરવામાં આવે છે. આ સમય દરમિયાન ભક્તો ગંગા, ક્ષિપ્રા, ગોદાવરી અને સંગમમાં સ્નાન કરે છે.
આ સિવાય અર્ધ કુંભ દર છ વર્ષે ઉજવાય છે. અર્ધ કુંભનું આયોજન ફક્ત બે સ્થળોએ થાય છે, પહેલું પ્રયાગરાજ અને બીજું હરિદ્વાર. તે દર છ વર્ષે આયોજિત થાય છે.
અહીં સવાલ થાય કે કુંભ મેળો ક્યાં યોજાશે તે કોણ પસંદ કરે? તો જણાવી દઈએ કે આ નિર્ણય જ્યોતિષીય ગણતરીઓના આધારે લેવામાં આવે છે. આ માટે હિન્દુ જ્યોતિષમાં મુખ્ય ગ્રહો છે - ગુરુ અને સૂર્ય. ગુરુ કુંભ રાશિમાં હોય ત્યારે હરિદ્વારમાં કુંભ મેળો યોજાય છે. સૂર્ય મેષ રાશિમાં ગોચર કરી રહ્યો હોય છે.
જણાવી દઈએ કે, મહાકુંભ 2025 પ્રયાગરાજમાં યોજાઈ રહ્યો છે અને 13 જાન્યુઆરીથી 28 ફેબ્રુઆરી સુધી યોજાશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
