મદ્રાસ કાફેઃ દફનાવાયેલા ઇતિહાસની કહાણી
બેંગ્લોર, 28 ઑગસ્ટઃ આ વખતે રાજીવ ગાંધી જયંતિ પર મને મારા જીવનની કેટલીક જૂની યાદો તાજી થઇ ગઇ, પરંતુ તેનું કારણ નિશ્ચિત રીતે સમાચારોમાં આપવામાં આવેલી જાહેરાતોના કારણે નહોતું. મારું માનવું છે કે સરકાર તેમના નામ પર સમાચારોમાં કરોડોની જાહેરખબર આપે છે, તેમને કોઇ અધિકાર નથી કે આમ જનતાના ટેક્સના પૈસાનો આટલી સહેલી રીતે ઉપયોગ કરે. ભારતીય સ્વભાવમાં વિનમ્ર હોય છે, જે સરકારને પ્રશ્ન નથી કરતો. આ લોકો કેવી રીતે કરોડો ખર્ચીને ગાંધી નહેરુ વંશના નામે યોજનાઓ ચલાવે છે. આજના સમયમાં કોઇપણ રાજનેતાની જયંતીના અવસરે આ પ્રકારની લોકલોભામણી યોજનાઓની ઘોષણા કરવામાં આવે છે. આ દિવસોમાં રાજીવ ગાંધી આવાસ યોજના અંગે સાંભળવા મળી રહ્યું છે, જેમાં વચન આપવામાં આવ્યું છે કે, શહેરી ગરીબોને ઘર ઉપલબ્ધ કરાવવા માટે ઓછા દરોમાં ધન ઉપલબ્ધ કરાવવામાં આવશે.
ગત અઠવાડિયે હું ફિલ્મ ‘મદ્રાસ કાફે'ના પ્રિમીયરમાં ગયો. હું એ રસ્તા તરફથી ગયો જ્યાં પ્રધાનમંત્રી આવાસ છે, મને યાદ છેકે પહેલા મતે રેસકોર્સ રોડ પર કાર ડ્રાઇવ કરી શકતા હતા, પરંતુ હવે ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધી પર થયેલા જાનલેવા હુમલા બાદ અહીંયા પણ ભારે સુરક્ષા લગાવી દેવામાં આવી છે. હું પિલ્મના પ્રીમિયમમાં પહોંચ્યો, જ્યાં પહેલાથી જ શશિ થરૂર પોતાના પત્ની સાથે હાજર હતા, થોડાક સમય બાદ ત્યાં જ્હોન અબ્રાહમ, મારા મિત્ર રજત શર્મા સાથે આવ્યા. જ્હોને મને કહ્યું કે, આશા છે કે તમને આ ફિલ્મ પસંદ આવશે, જો કે તમે આ ફિલ્મમાં કોઇ આઇટમ સોંગની આશા નહીં રાખી શકો.

રાજીવ ગાંધી રાજનીતિમાં નવશીખિયા સાબિત થયા, તેવી જ રીતે તેઓ વિદેશ નીતિના સારા જાણકાર નહોતા, તેવામાં તેમણે શ્રીલંકામાં શાંતિ સેના મોકલવાની પોતાના અધિકારીઓની સલાહ પર વિશ્વાસ કરવો પડ્યો. લિટ્ટે દ્વારા ઉત્પન્ન સમસ્યાઓને શાંત કરવા માટે તેમણે જે શાંતિ સેનાના રૂપમાં પોતાના સૈનિકો મોકલ્યા, તેમાંથી 1500 શહિદ થઇ ગયા અને બાદમાં રાજીવને પણ આ સમસ્યા ખાઇ ગઇ.
એ પણ એક સત્ય છે કે ભારતે શ્રીલંકમાં ઇન્દિરા ગાંધીના સમયથી જ હસ્તક્ષેપ કરવાનું શરૂ કરી દીધું હતું. ઇન્દિરાએ જ જે જયવર્ધનેના આર્થિક સુધારાઓના વિચારોને અસ્વિકૃત કરી દીધા હતા. આ સુધારા એટલા પ્રભાવી હતા કે શ્રીલંકા દક્ષિણ એશિયાનું સિંગપોર બની શક્યું હોત. તેનુ એક કારણ એ પણ હતું કે પશ્ચિમી રોકાણના વિચારોને ભારત પહેલા શ્રીલંકાએ સ્વિકૃત કરવાનું વિચાર્યું. ભારતે શ્રીલંકાના ઘરેલુ મામલાઓમાં એ પ્રકારે હસ્તક્ષેપ કરવાનું શરૂ કરી દીધું હતું, જે રીતે આજે પાકિસ્તાન પોતાના જેહાદી સમૂહોને ભારત મોકલીને ઘરેલુ મામલાઓ પર પ્રભાવ પાડી રહ્યું છે.
મદ્રાસ કાફેની કહાણી આ જ વાતોનું ચીત્રણ કરે છે, જે અત્યારે સમય સાથે દફન થઇ ગઇ છે, પંરતુ હું એટલું જરૂર કહીશ કે આ એક શાનદાર ફિલ્મ હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
