Los Angeles wildfire : કેમ જંગલોની આગ કાબુમાં નથી આવતી? જાણો લોસ એન્જલસની આગ કેટલી ભયાનક?
Los Angeles wildfire : અમેરિકાના કેલિફોર્નિયામાં લાગેલી આગે લોસ એન્જલસ આસપાસના હજારો ઘરોને તબાહ કરી દીધા છે. આ એટલી ભયાનક છે કે 90 હજારથી વધુ લોકોને સલામત ખસેડાયા છે.
આગ કેટલી ભયાનક છે એ વાતનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય કે હજુ પણ બીજા 89 હજાર લોકોને સલામત ખસેડવા નોટીસ અપાઈ છે. એટલુ જ નહીં પવન સાથે આગ ભયાનક સ્વરૂપ લઈ રહી છે.

50 લોકોને ભરખી ગયેલી આ ભયાનક આગને કાબુ કરવા અમેરિકા સાથે સાથે મેક્સિકોના ફાયર ફાયટર મેદાને પડ્યા છે અને સેનાની મદદ લેવાઈ છે. આ આગને કારણે અંદાજીત 40 હજાર એકરથી વધુની જમીન બળીને ખાખ થઈ ગઈ છે.
માત્ર અમેરિકા જ નહીં ભારત સહિત ઘણા દેશો જંગલની આગનો ભોગ બનતા રહે છે. ખુલ્લી હવા અને સૂકા વૃક્ષો-પાંદડાઓને કારણે જંગલોમાં આગ ઝડપથી ફેલાય છે. આ આગને ઓલવવી ખૂબ જ જોખમી કાર્ય બની જાય છે.
છેલ્લા કેટલાક વર્ષોથી સેના જંગલની આગ ઓલવવા માટે બામ્બી બકેટ સૌથી વધુ ઉપયોગ કરી રહી છે. બામ્બી બકેટ એક ખાસ હવાઈ અગ્નિશામક ઉપકરણ છે, જેનો ઉપયોગ 1980 ના દાયકાથી થઈ રહ્યો છે. સરળ શબ્દોમાં કહીએ તો આ એક હલકું ખોલી શકાય તેવું કન્ટેનર છે જે હેલિકોપ્ટરની નીચેના વિસ્તારોમાં પાણી છોડે છે.
બામ્બી બકેટની ખાસ વાત એ છે કે તેને ઝડપથી અને સરળતાથી ભરી શકાય છે. બામ્બી બકેટ તળાવો અને નદીઓ સહિત વિવિધ સ્ત્રોતોમાંથી ભરી શકાય છે. આના દ્વારા હેલિકોપ્ટર ઝડપથી પાણી ભરી શકે છે અને અસરગ્રસ્ત વિસ્તારોમાં તેનો છંટકાવ કરી શકે છે. બામ્બી બકેટ વિવિધ કદ અને મોડેલોમાં ઉપલબ્ધ છે, જેની ક્ષમતા 270 લિટરથી લઈને 9,840 લિટરથી વધુ સુધી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
