કુંવારા પુરુષો કે હિંદુઓ ના આપી શકે વોટ, જાણો ગોવાની ચૂંટણીનો રોચક ઈતિહાસ
Lok Sabha Election 2024: દેશભરમાં 18મી લોકસભા ચૂંટણી 2024ની તૈયારીઓ ચાલી રહી છે. આ વખતે દેશભરમાં 7 તબક્કામાં ચૂંટણી યોજાશે અને પરિણામ 4 જૂન, 2024ના રોજ જાહેર કરવામાં આવશે. પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલે થશે. ગોવામાં ત્રીજા તબક્કામાં મતદાન થશે. ગોવામાં લોકસભા સીટો માટે મતદાન એક જ દિવસમાં થવાનું છે.
આજે ગોવામાં કોઈપણ પુખ્ત ભારતીય મતદાન કરી શકે છે પરંતુ એક સમય હતો જ્યારે આ દરિયાકાંઠાના રાજ્યમાં દરેક જણ મતદાન કરી શકતા ન હતા. હિંદુઓએ મતદાન કરવા માટે ઘણી શરતો પૂરી કરવી પડતી હતી. મહિલાઓને પણ મતદાન કરવાની સ્વતંત્રતા નહોતી. ચાલો જાણીએ ગોવાની ચૂંટણીનો રસપ્રદ ઈતિહાસ.

ગોવામાં મતદાનની પ્રક્રિયા પોર્ટુગીઝ શાસન દરમિયાન 1821માં શરૂ થઈ હતી. 1961માં ગોવાના ભારતમાં પ્રવેશ સુધી, માત્ર 'વિશેષાધિકૃત' ગોવાવાસી જ મત આપવા માટે લાયક ગણવામાં આવતા હતા. ગોવા લગભગ 450 વર્ષ સુધી પોર્ટુગીઝના શાસનમાં હતું.
ભારતમાં જોડાતા પહેલા ગોવામાં ચૂંટણી પ્રક્રિયા અલગ હતી. સંસદીય ચૂંટણીઓમાં, ઉમેદવારોને એલિજિવિસ અને મતદારોને એલિટોરેસ કહેવાતા. આઝાદી પહેલા ગોવામાં મતદાનની વય મર્યાદા 25 વર્ષની હતી. મત આપવા માટે વ્યક્તિનુ પરિણીત હોવુ ફરજિયાત હતું. મહિલાઓને મતદાન કરવાની છૂટ નહોતી.
તેમના પુસ્તક, ધ એન્કાઉન્ટર વિથ ધ બેલોટ ઇન કોલોનિયલ ગોવાઃ એ હિસ્ટોરિકલ એન્ડ એનાલિટીકલ સ્ટડી (1821-1961), શર્મિલા પેસ એ માર્ટિન્સે ગોવામાં પોર્ટુગીઝ શાસન દરમિયાન ગોવાની ચૂંટણી પ્રણાલીનો ઉલ્લેખ કર્યો છે.
ગોવામાં મતદાનની લઘુત્તમ ઉંમર 25 વર્ષ હતી, પરંતુ જો કોઈ મતદારે શિક્ષણમાં ઉચ્ચ ડિગ્રી મેળવી હોય, તો તે 21 વર્ષનો થયા પછી પણ મતદાન કરી શકે છે. માત્ર મતદાન માટે જ નહીં પરંતુ સંસદીય ચૂંટણી લડવા માટે પણ ઉચ્ચ શિક્ષણની ડિગ્રી જરૂરી હતી.
ગોવામાં હિંદુઓને પહેલીવાર મત આપવાનો અધિકાર વર્ષ 1911માં મળ્યો હતો. જો કે, આ પછી ઘણા હિંદુઓ મતદાનનો ભાગ બની શક્યા ન હતા. કારણ કે મતદાન માટે મતદારને પોર્ટુગીઝ ભાષાનું જ્ઞાન હોવું જરૂરી હતું. જો કે, આ પોર્ટુગીઝ ભાષા સાક્ષરતા નિયમન (સેબ્રે લેર ઇ એસ્ક્રેવર) 1918માં પાછું ખેંચી લેવામાં આવ્યું હતું.
પરંતુ 1945 પછી પોર્ટુગીઝ ભારતમાં ચૂંટણી ફરી શરૂ થઈ ત્યારે તેને જાળવી રાખવામાં આવી હતી. જો કે, સામાન્ય સાક્ષરતા પર ભાર મૂકવામાં આવ્યો હતો. મતદારે હસ્તલિખિત અરજી દ્વારા તેની સાક્ષરતા સાબિત કરવાની હતી, જેની વાસ્તવિકતા નોટરી દ્વારા પ્રમાણિત કરવાની હતી.
કોણ મત આપી શકતા?
1852થી 1895 સુધી, ભદ્ર વર્ગ સિવાય, સામાન્ય લોકોએ પણ ગોવાની ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લીધો હતો. જો કે બાદમાં શરતોને કારણે મતદારોની સંખ્યા વધતી અને ઓછી થતી રહી. 1860માં ગોવામાં 6,311 મતદારો હતા, જે 1865માં ઘટીને 3,708 થઈ ગયા. જોકે પાછળથી તેમાં વધારો થયો હતો.
1878માં 17,469 મતદારો હતા જે 1894માં વધીને 74,621 થયા. 1917માં મતદારોની સંખ્યા ઘટીને 14,624 અને 1958માં 11,000 થઈ. વર્ષ 2024માં 11,66,939 ગોવાસીઓ મતદાન કરશે. 565,628 પુરૂષો છે જ્યારે મહિલા મતદારોની સંખ્યા 601,300 છે. ત્રીજા લિંગના 11 મતદારો છે.
મહિલાઓ માટે મતદાનનો અધિકાર
1933ના પોર્ટુગીઝ બંધારણે પ્રથમ વખત માધ્યમિક અભ્યાસક્રમો અથવા શિક્ષણમાં ઉચ્ચ ડિગ્રી ધરાવતી મહિલાઓને ચૂંટણીમાં મતદાન કરવાની મંજૂરી આપી હતી. જોકે, 1961 સુધી ગોવામાં મહિલાઓએ મતદાન કર્યું ન હતું.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
