Lok Sabha Election 2024 : મતદાન કેન્દ્રમાં મોબાઈલ ફોન લઈ જઈ શકાય કે નહીં, જાણો શું કહે છે નિયમો?
દેશમાં લોકસભા ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે. મતદાન કરવા જઈ રહેલા મતદારોના મનમાં ઘણા સવાલો હોય છે. આ સવાલોમાં એક સવાલ મતદાન દરમિયાન મોબાઈલ ફોન સાથે લઈ જઈ શકાય કે નહીં તે પણ છે.
મતદારોના મનમાં એ સવાલ પણ ઉઠી રહ્યો છે કે મતદારો પોતાની સાથે મતદાન મથક સુધી શું લઈ જઈ શકે અને શું નહીં? તો આ તમામ સવાલોના જવાબ આજે અમે તમને આપીશું.

મતદાન મથકો પર મોબાઈલ ફોન લઈ જઈ શકાય?
ચૂંટણી પ્રક્રિયાની નિષ્પક્ષતા અને અખંડિતતા જાળવવા મતદારોને મતદાન મથકોની અંદર મોબાઈલ ફોન લઈ જવા પર સખત પ્રતિબંધ છે. મતદારોના નિર્ણયો પર કોઈપણ સંભવિત હસ્તક્ષેપ અથવા પ્રભાવને રોકવા માટે આ પ્રતિબંધ મહત્વપૂર્ણ છે.
ECI અનુસાર, આ પ્રતિબંધ અન્ય ઈલેક્ટ્રોનિક ઉપકરણો જેમ કે સ્માર્ટવોચ અને વાયરલેસ સેટ પર પણ લાગુ છે. આવા ઉપકરણો લઈ જવા પર પ્રતિબંધ છે.
ECI અનુસાર, "મતદાનના દિવસે મતદાન મથકોની અંદર મોબાઈલ ફોન, સ્માર્ટફોન, સ્માર્ટ ઘડિયાળ, વાયરલેસ સેટ વગેરેની મંજૂરી નથી. જો કે, પ્રિસાઇડિંગ અધિકારીઓ માટે અપવાદ છે. તેમને કટોકટીની સ્થિતિમાં સંદેશાવ્યવહારના હેતુઓ માટે તેમના ફોનને સાયલન્ટ મોડમાં લઈ જવાની છૂટ છે.
જણાવી દઈએ કે, ત્રીજા તબક્કાનું મતદાન 7 એપ્રિલે, ચોથા તબક્કાનું મતદાન 13 મેના રોજ, પાંચમા તબક્કાનું 20 મેના રોજ, છઠ્ઠા તબક્કાનું 26 મેના રોજ અને સાતમા અને છેલ્લા તબક્કાનું મતદાન 1 જૂને થવાનું છે. 4 જૂને પરિણામ જાહેર થશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
