Lok Sabha Election 2024 : કેવી રીતે બને નવી સરકાર? વિગતે જાણો પુરી પ્રક્રિયા
બીજેપીની હાર બાદ નરેન્દ્ર મોદી હવે ગઠબંધનની સરકાર બનાવવા મજબુર થયા છે. આ સ્થિતી વચ્ચે ઘણા લોકો એ જાણવાનો પ્રયાસ કરી રહ્યાં છે કે નવી સરકાર કેવી રીતે બને?
ચૂંટણીથી લઈને પરિણામ સુધીની પુરી પ્રક્રિયા બાદ નવી સરકારનું ગઠન થાય છે. આ માટે એક ચોક્કસ સિસ્ટમ છે.

લોકસભા ચૂંટણી
લોકસભા ચૂંટણીનો પ્રથમ તબક્કો ચૂંટણી છે. ઈલેક્શન કમિશન ચૂંટણીની જાહેરાત કરે તેની સાથે નવી સરકાર બનવાની પ્રક્રિયા શરૂ થાય છે.
મતોની ગણતરી
લોકસભાની ચૂંટણી પછી મતગણતરી એ મહત્વનો તબક્કો છે. મત ગણતરી દ્વારા નક્કી કરવામાં આવે છે કે કયો પક્ષ સરકાર બનાવશે. મત ગણતરી દ્વારા જ નક્કી થાય છે કે ક્યા પક્ષ કે ગઠબંધનને બહુમતી મળી છે.
વડાપ્રધાનનું રાજીનામું
મતગણતરી બાદ દેશના તત્કાલિન વડાપ્રધાન રાષ્ટ્રપતિને પોતાનું રાજીનામું સોંપે છે. જે પછી રાષ્ટ્રપતિ ભૂતપૂર્વ વડા પ્રધાનને નવા વડા પ્રધાનના શપથ સુધી કાર્યકારી વડા પ્રધાન તરીકે સેવા આપવા વિનંતી કરે છે.
સંસદીય પક્ષના નેતાની ચૂંટણી
મત ગણતરી પૂરી થયા પછી બહુમતી મેળવનાર પક્ષ અથવા ગઠબંધન તેના નેતાની પસંદગી કરે છે.
સરકાર રચવા રાષ્ટ્રપતિ સમક્ષ દાવો
રાષ્ટ્રપતિ લોકસભા ચૂંટણીમાં મતોની ગણતરી અને પીએમના રાજીનામા પછી બહુમતી મેળવનાર પક્ષને સરકાર બનાવવા માટે આમંત્રણ આપે છે. આ પછી બહુમતવાળી પાર્ટી રાષ્ટ્રપતિ ભવન ખાતે રાષ્ટ્રપતિને મળે છે અને સરકાર બનાવવાનો દાવો કરે છે.
શપથ ગ્રહણ
સરકાર બનાવવા માટે રાષ્ટ્રપતિ પાસેથી સંમતિ મેળવ્યા પછી તે પક્ષ શપથ ગ્રહણ સમારોહની તારીખ અને સમયની જાહેરાત કરે છે.
મંત્રીઓના વિભાગોનું વિભાજન
સરકારની રચના પછી પ્રથમ કેબિનેટ બેઠકમાં સરકાર વિવિધ સાંસદોને વિભાગોના પ્રધાનોનો હવાલો સોંપે છે. જો કે, એવું જરૂરી નથી કે સરકાર પ્રથમ કેબિનેટ બેઠકમાં જ તમામ વિભાગોને વહેંચી દે. કેન્દ્ર અને રાજ્યના પ્રધાનોના નામની જાહેરાત અને સરકારના કાર્યકાળ વચ્ચે થોડા દિવસો પછી પણ ઘણી વખત સરકાર ફેરફારો કરી શકે છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
