અહીં મહિલાઓ લગ્ન પહેલા જ માં બની જાય છે, સદીઓથી ચાલ્યુ આવે છે લીવ ઈન કલ્ચર
ભારત અને દુનિયાભરના વિવિધ દેશોના મોટા શહેરોમાં હવે લિવ ઈન કલ્ચર સામાન્ય બની રહ્યું છે. હવે ઘણા કપલ લગ્ન પહેલા જ બાળકો પેદા કરી રહ્યા છે. જો કે તમને જાણીને નવાઈ લાગશે કે શહેરોમાં આજે જોવા મળતું આ કલ્ચર એક જનજાતિમાં હજારો વર્ષોથી ચાલ્યુ આવે છે.
એક તરફ ગામડા અને શહેરના યુવાનો પોતાના અફેરને છુપાવીને રાખે છે ત્યારે એક જનજાતિ એવી છે જેમાં લગ્ન પહેલા યુવક યુવતીઓનું સાથે રહેવુ સામાન્ય બાબત છે. તમને નવાઈ લાગશે પરંતુ આ જનજાતિ કોઈ દેશ કે બીજા રાજ્યમાં નહીં ગુજરાતમાં જોવા મળે છે.

આ જનજાતિમાં વર્ષોતી લિવ ઈનમાં રહેવાની પરંપરા ચાલી રહી છે. આ જનજાતિના યુવત-યુવતી લગ્ન પહેલા જ સાથે રહેવા લાગે છે અને બાળકો પણ પેદા કરે છે. એટલુ જ નહીં તેમના બાળકોના પણ બાળકો પેદા થઈ જાય પછી લગ્ન કરે છે.
આપણે જે જનજાતિની વાત કરી રહ્યા છીએ તે રાજસ્થાન અને ગુજરાતમાં જોવા મળે છે અને ગરાસિયા નામે ઓળખાય છે. આ જનજાતિની પરંપરામાં આધુનિક સમયની લિવ-ઈન રિલેશનશિપની ઝલક જોવા મળે છે. આ જનજાતિમાં સ્ત્રી-પુરુષ લગ્ન વિના સાથે રહે છે અને સ્ત્રીઓ પણ લગ્ન પહેલા માતા બની જાય છે. મહિલાઓને તેમની ઈચ્છા મુજબ છોકરો પસંદ કરવાનો અધિકાર છે.
આ લોક લગ્ન માટે બે દિવસીય મેળાનું આયોજન કરે છે. આ મેળામાં છોકરા-છોકરીઓ ભેગા થાય છે અને જો તેઓ કોઈને પસંદ કરે તો તે વ્યક્તિ સાથે મેળામાંથી ભાગી જાય છે. પછી તે લગ્ન કર્યા વિના એકબીજા સાથે રહેવા લાગે છે.
આ સમય દરમિયાન તે એક બાળક પણ પેદા કરી લે છે. જે તેમની ઇચ્છા મુજબ થાય છે. પછી તેઓ તેમના ગામ પાછા ફરે છે અને તેમના માતા-પિતા ખૂબ જ ધામધૂમથી તેમના લગ્ન કરાવે છે. જો તેઓ ઈચ્છે તો લગ્ન કર્યા વગર રહી શકે છે.
આ જનજાતિમાં લિવ-ઇનમાં રહેવાની પ્રથા વર્ષો જૂની છે. માનવામાં આવે છે કે વર્ષો પહેલા આ જાતિના ચાર ભાઈઓ બીજે ક્યાંક રહેવા લાગ્યા. જેમાંથી 3 લોકોએ ભારતીય રીતિ-રિવાજ પ્રમાણે લગ્ન કર્યા હતા, પરંતુ એક ભાઈએ લગ્ન કર્યા વિના જ એક છોકરી સાથે લિવ-ઈન રિલેશનશિપમાં રહેવાનું શરૂ કર્યું.
તે ત્રણ ભાઈઓને કોઈ સંતાન ન હતું પણ ચોથા ભાઈને એક સંતાન હતું. ત્યારથી અહીં લિવ-ઈન લિવિંગની પરંપરા શરૂ થઈ. અહેવાલો અનુસાર, ગરાસિયા મહિલાઓ ઈચ્છે તો પ્રથમ પાર્ટનર હોવા છતાં બીજા મેળામાં બીજા પાર્ટનરની પસંદગી કરી શકે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
