જાણો છેલ્લા દસ વર્ષમાં કોણ બન્યું છે ટાઇમમાં 'પર્સન ઓફ ધ યર'
ન્યૂયોર્ક, 27 નવેમ્બર: ભાજપ તરફથી વડાપ્રધાન પદના ઉમેદવાર બનેલા નરેન્દ્ર મોદીનું નામ ટાઇમ મેગેઝિને 'પર્સન ઓફ ધ યર 2013' માટે 42 નેતાઓની સૂચિમાં સામેલ કર્યું છે. ટાઇમ મેગેઝિન દ્વારા આખી દુનિયામાંથી આ ઉપાધિ માટે 42 નેતાઓ, ઉદ્યમીઓ અને સેલિબ્રિટીઓની પસંદગી કરવામાં આવી છે અને ટાઇમ તેના વિજેતાની જાહેરાત આવતા મહિને કરશે.
આ ઉપાધિને પ્રાપ્ત કરવાની દૌડમાં ટાઇમ મેગેઝિન દ્વારા સામેલ કરવામાં આવેલા અન્ય ઉમેદવારોમાં જાપાનના વડાપ્રધાન શિંઝો એબે, અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામા, પાકિસ્તાનની કિશોરી શિક્ષણ કાર્યકર્તા મલાલા યૂસુફજઇ, અમેઝનના સીઇઓ જૈફ બિઝોસ અને એનએસએ વ્હિસ્લ બ્લોઅર એડવર્ડ સ્નોડેનનો સમાવેશ થાય છે. પત્રિકાએ બ્રિટિશ તખ્તના નવા રાજકુમાર પ્રિન્સ જ્યોર્જનો પણ આ યાદીમાં સમાવેશ કર્યો છે.
મોદી અંગે ટાઇમે જણાવ્યું કે વિવાદાસ્પદ હિન્દુ રાષ્ટ્રવાદી અને ભારતીય રાજ્ય ગુજરાતના મુખ્યમંત્રી ભારતની સત્તારૂઢ પાર્ટી કોંગ્રેસને ઉખાડી ફેંકવા માટે સંભવિત ઉમેદવાર છે. આ સૂચિમાં સામેલ કરવામાં આવેલ નરેન્દ્ર મોદી એકમાત્ર ભારતીય છે. 'પર્સન ઓફ ધ યર'ની પસંદગી જોકે ટાઇમના તંત્રીઓ દ્વારા કરવામાં આવે છે પરંતુ આમાં વાચકોને પણ પોતાનો મત આપવાનું કહેવામાં આવ્યું છે. મીલી સાયરસ 30.4 ટકા સાથે લીડ કરી રહી છે જ્યારે એડવર્ડ સ્નોડેન 15.7 ટકા વોટ સાથે બીજા સ્થાને અને નરેન્દ્ર મોદી 12.3 ટકા વોટ મેળવીને ત્રીજા સ્થાને છે.
જોકે 2013 માટેના 'પર્સન ઓફ ધ યર'ની જાહેરાત આવતા મહિને કરવામાં આવશે. પરંતુ પહેલા એક નઝર કરીએ છેલ્લા પાંચ વર્ષમાં ટાઇમ દ્વારા બની ચૂકેલા પર્સન ઓફ ધ યર પર. અમેરિકાના પ્રેસિડેન્ટ બરાક ઓબામા બે વખત આ સિદ્ધિ હાસલ કરી ચૂક્યા છે. ટાઇમ મેગેઝિને તેમને આ ખિતાબ 2008માં આપ્યો હતો. ત્યારથી લઇને 2012 સુધી કોણે કોણે આ ખિતાબ મેળવ્યો છે આવો જાણીએ...

બરાક ઓબામા
2012માં ફરીથી અમેરિકાના પ્રેસિડેન્ટ બરાક ઓબામાને પર્સન ઓફ ધ યર જાહેર કરવામાં આવ્યા. આ વખતે તેમને અમેરિકામાં ઐતિહાસિક અને વસ્તી વિષયક ફેરફાર લાવવા બદલ તેમજ એક નવા અમેરિકાનું નિર્માણ કરવા બદલ તેમને ફરીથી આ ખિતાબ આપવામાં આવ્યો.

પ્રદર્શનકારીઓ
ટાઇમે 2011માં પર્સન ઓફ ધ યર તરીકે કોઇ એક વ્યક્તિને નહીં પરંતુ તુનિસિયા ફળના વેપારી પ્રદર્શનકારીઓને જાહેર કર્યા.

માર્ક ઝુકરબર્ગ
સોશિયલ નેટર્વિંગ સાઇટના સ્થાપક માર્ક ઝુકરબર્કે પોતાની આ નવિન શોધ થકી અડધાથી વધારે બિલિયન લોકોને જોડ્યા અને માહિતીનું આદાન પ્રદાન વધ્યું. ઝુકરબર્ગને તેમની આ શોધ બદલ ટાઇમે તેમની 2010માં આ ખિતાબ માટે પસંદગી કરી.

બેન બર્નાન્કે
એ વખતે 56 વર્ષીય ફેડરલ રિઝર્વ, સેન્ટ્રલ બેન્ક ઓફ અમેરિકાના ચેરમેન બર્નાન્કેને આ ખિતાબ અમેરિકા અને ગ્લોબલ ઇકોનોમીને ઉમદા ઓપ આપવા બદલ અપાયો હતો.

બરાક ઓબામા
અમેરિકાના ઇતિહાસમાં એકદમથી સામે આવેલા અને ચૂંટણી જીતીને અમેરિકાના 44માં પ્રેસિડેન્ટ બન્યા હતા, તે વખતે ઓબામાનું નામ ખૂબ જ ચર્ચામા રહ્યું હતું.

વ્લાદીમીર પુતીન
આ વર્ષનો ખિતાબ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુતીનને આપવામાં આવ્યો.

2006માં વર્લ્ડ વાઇડ વેબ
2006માં વર્લ્ડ વાઇડ વેબ એક એવા સાધન તરીકે સામે આવ્યું જેણે દુનિયાના એક છેડાથી બીજા છેડાના માણસને જોડી દીધા. માટે આ વર્ષનો ખિતાય 'you' એટલકે 'તમને' આપવામાં આવ્યો.

બિલ ગેટ્સ, મિલિન્દા ગેટ્સ અને બોનો
દુનિયાની ગરીબીને નાબૂદ કરવાનું અભિયાન ચલાવવા બદલ બિલ ગેટ્સ, મિલિન્દા ગેટ્સ અને બોનોને આ ખિતાબ આપવામાં આવ્યું.

જ્યોર્જ ડબ્લ્યૂ બુશ
ડિસેમ્બર, 2004માં અમેરિકન રાષ્ટ્રપતિ જ્યોર્જ ડબ્લ્યૂ બુશને આ ખિતાબ માટે પસંદ કરવામાં આવ્યા.

અમેરિકાના સૈનિકો
જાન્યુઆરી, 2004માં ટાઇમે અમેરિકાના સૈનિકોને પર્સન ઓફ ધ યર તરીકે જાહેર કર્યા હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
