લાઈફ પાર્ટનર નથી કરતો તમારા ઈમોશન્સની કદર, તો આ રીતે કરો તેની સાથે ડીલ
આજે આ લેખમાં અમે તમને વિવાહિત જીવનમાં ભાવનાત્મક ઉપેક્ષાના સંકેતો અને તેને મેનેજ કરવાની સરળ રીતો વિશે જણાવી રહ્યા છીએ-
નવી દિલ્લીઃ જ્યારે બે વ્યક્તિ લગ્નના બંધનમાં બંધાય છે ત્યારે એવુ માનવામાં આવે છે કે હવે તે બંને ખુશીથી જીવશે અને લગ્નના સાત ફેરા સાથે તેઓ સાત જન્મ માટે બંધાઈ ગયા. પરંતુ જરૂરી નથી કે દરેક કપલ આવુ જ હોય. ક્યારેક સંબંધોમાં સામેથી કોઈ સમસ્યા દેખાતી નથી પરંતુ તેમ છતાં એક અજીબ ખાલીપો રહે છે. આવુ એટલા માટે થાય છે કારણ કે એક પાર્ટનર ભાવનાત્મક રીતે બીજાની ઉપેક્ષા કરે છે. સામેની વ્યક્તિને કદાચ ખ્યાલ પણ ન આવે પરંતુ આનાથી બીજા પાર્ટનરનુ મન ઘણુ દુઃખી થઈ જાય છે. કેટલીકવાર આના કારણે કપલ્સમાં બિનજરૂરી ઝઘડાઓ થઈ શકે છે અને આના કારણે તેઓ એકબીજાથી અંતર પણ બનાવી લે છે. જો કે, આવુ કંઈ થાય તે પહેલા તમારે પરિસ્થિતિને હેન્ડલ કરવી જોઈએ. તો આજે આ લેખમાં અમે તમને વિવાહિત જીવનમાં ભાવનાત્મક ઉપેક્ષાના સંકેતો અને તેને મેનેજ કરવાની સરળ રીતો વિશે જણાવી રહ્યા છીએ-

કેમ થાય છે ભાવનાત્મક ઉપેક્ષા
કોઈપણ સંબંધમાં ભાવનાત્મક ઉપેક્ષા ત્યારે થાય છે જ્યારે વ્યક્તિના લગાવ અથવા ભાવનાત્મક જરૂરિયાતોને અવગણવામાં આવે છે. જ્યારે આવુ થાય છે ત્યારે વ્યક્તિ સંબંધમાં ભાવનાત્મક રીતે સુરક્ષિત અનુભવતો નથી. જેના કારણે વ્યક્તિ માનસિક અને શારીરિક રીતે પીડાય છે. આશ્ચર્યજનક રીતે, આ ભાવનાત્મક ઉપેક્ષા યુગલોને અલગ પણ પાડી દે છે. ભાવનાત્મક અવગણનાનુ રસપ્રદ પાસું એ છે કે પીડિતને માત્ર અસ્પષ્ટ ભાવના હોઈ શકે છે કે કંઈક ગરબડ છે.

ભાવનાત્મક ઉપેક્ષાના સંકેત
જ્યારે કોઈ વ્યક્તિ સંબંધમાં ભાવનાત્મક રીતે અવગણના કરે છે ત્યારે તેને ઓળખવુ મુશ્કેલ છે. કારણ કે સામે કંઈ જ દેખાતુ નથી. તમને લાગે છે કે તમારા સંબંધમાં ક્યાંકને ક્યાંક તો કંઈક ગરબડ છે. જો કે હજુ પણ સંબંધોમાં બીજા કેટલાક સંકેતો છે, જે દર્શાવે છે કે તમે તમારા સંબંધમાં ભાવનાત્મક ઉપેક્ષાનો સામનો કરી રહ્યા છો-
- તમને લાગે છે કે તમે તમારા સંબંધમાં એકલા છો.
- તમે તમારા જીવનસાથી સાથે સમય કરતાં એકલા સમય પસાર કરવાનુ પસંદ કરો છો.
- જ્યારે તમે વાત કરવા માંગો છો ત્યારે તમારો સાથી ચૂપ થઈ જાય છે અથવા તે તમારી સાથે વાત કરતો નથી.
- તમે દંપત્તિ તરીકે સામાજિક પ્રવૃત્તિઓમાં જોડાતા નથી.
- તમે સતત તમારી લાગણીઓને અવગણો છો અથવા દબાવો છો.
- તમે તમારા કુટુંબ અને મિત્રોની આસપાસ આરામદાયક અનુભવતા નથી.
- તમે તમારા લગ્નને લગતા મહત્વપૂર્ણ નિર્ણયોમાં વિલંબ કરો છો અને બાળકો પેદા કરવા અથવા ઘર ખરીદવા જેવી બાબતોને આગળ ધપાવતા અચકાશો.
- તમારા સંબંધોમાં ફિઝકલ ઈન્ટીમસીનો અભાવ હોય.
- તમે તમારા જીવનસાથી પર વિશ્વાસ કરતા નથી અને તમે હંમેશા તમારા સંબંધમાં અનિશ્ચિતતામાં રહો છો.

આ રીતે કરો સ્થિતિને ડીલ
જ્યારે તમને એવુ લાગે કે સંબંધમાં તમારી ભાવનાત્મક રીતે ઉપેક્ષા કરવામાં આવી રહી છે ત્યારે પરિસ્થિતિને નિયંત્રિત કરવા માટે તમે કેટલીક સરળ ટીપ્સને અનુસરી શકો છો. ઉ.દા.-
- વીક્ટીમ કાર્ડ કે બ્લેમ ગેમ ક્યારેય રમશો નહિ. તેના બદલે તમારા જીવનસાથી સાથે શાંતિથી વાત કરો કે જેનાથી તમને દુઃખ થયુ છે. જો કે, આ સમય દરમિયાન તમારો સ્વર ફરિયાદનો ન હોવો જોઈએ. વળી, તમારે સમસ્યાની સાથે સાથે તેના ઉકેલ પર પણ સમાન ધ્યાન આપવુ જોઈએ.
- તમારો સંબંધ હંમેશા આવો રહ્યો છે કે હવે બદલાઈ ગયો છે તેનું મૂલ્યાંકન કરવાનો પ્રયાસ કરો. જો તમારા જીવનસાથીની ભાવનાત્મક રીતે ઉપેક્ષાભરી વર્તણૂક હંમેશા તમારા સંબંધનો એક ભાગ રહી હોય તો તે તમારા સંબંધ માટે ઘાતક બની શકે છે. પરંતુ જો કોઈ ઘટના બાદ તેનુ વર્તન બદલાઈ ગયુ હોય તો કહી શકાય કે તે અત્યારે મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે અને સમયની સાથે પરિસ્થિતિ પણ બદલાઈ જશે.
- કેટલીકવાર આપણે સામેની વ્યક્તિના વર્તન પર ધ્યાન આપીએ છીએ પરંતુ આપણે આપણા પોતાના વર્તન પર ધ્યાન આપતા નથી. એવુ પણ બને કે એક પાર્ટનરની બદલાતી વર્તણૂક બીજા પાર્ટનરને બદલી દે છે. તેથી કોઈપણ પ્રકારના નિષ્કર્ષ પર આવતા પહેલા એકવાર તમારા વર્તનનુ મૂલ્યાંકન કરો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
