પાર્ટનર સાથે લડાઈ થઈ ગઈ હોય તો ખુદને આવી રીતે રાખો શાંત
ઝઘડાને શાંત કરવા અને સ્થિતિને સુધારવા માટે અમુક ઉપાય કરી શકાય છે. આવો, આજે આ લેખમાં અમે તમને અમુક આવા જ ઉપાયો જણાવીએ.
નવી દિલ્લીઃ જ્યારે બે વ્યક્તિનો ઝઘડો થાય ત્યારે વાત ત્યાં ખતમ નથી થતી. ઝઘડા પછી પણ વ્યક્તિ ગુસ્સામાં રહે છે. જેનાથી તેની માનસિક શાંતિ હણાઈ જાય છે અને તે તણાવમાં આવી જાય છે. પછી ભલે એ ઝઘડો પાર્ટનાર સાથે જ કેમ ના હોય. જો કે, એવુ કહેવાય છે કે પ્રેમ હોય ત્યાં તકરાર પણ હોય જ. જ્યારે બે જણ સાથે રહે તો તેમની વચ્ચે હળવી નોંક-ઝોંક થવી સામાન્ય છે. પરંતુ ક્યારેક ઝઘડો વધી જાય અને વ્યક્તિ ખૂબ ગુસ્સામાં રહે છે. સ્થિતિ સુધરવાના બદલે બગડતી જાય છે માટે ઝઘડાને શાંત કરવા અને સ્થિતિને સુધારવા માટે અમુક ઉપાય કરી શકાય છે. આવો, આજે આ લેખમાં અમે તમને અમુક આવા જ ઉપાયો જણાવીએ.

થોડી વાર એનાથી દૂર જતા રહો
પોતાને શાંત કરવાની આ સૌથી સારી રીત છે. જો તમે પોતાના પાર્ટનર સાથે હમણા ઝઘડો થયો હોય તો સારુ રહેશે કે તમે એક-બે કલાક માટે તેની નજરથી દૂર જતા રહો. જેમકે, તમે થોડી વાર માટે પાર્ક કે જિમમાં જતા રહો અથવા થોડા સમય માટે ક્યાંક બહાર જતા રહો. આમ કરવાથી બંનેનો ગુસ્સો શાંત થઈ જશે. વળી, તમે સ્થિતિને વધુ સારીલરીતે એનલાઈઝ કરી શકશો.

સંગીત સાંભળો
સંગીતને લોકો ઘણી વાર એક થેરેપીની જેમ યુઝ કરે છે. આનાથી તેમને ખુદને શાંત કરવામાં મદદ મળે છે. જો તમને એવુ લાગતુ હોય કે તમે હજુ પણ ખુદને પરેશાન કે તણાવગ્રસ્ત અનુભવી રહ્યા છો તો તમે થોડા સમય માટે પોતાનુ મનગમતુ સંગીત સાંભળો. એ તમને સારુ ફીલ કરાવશે. આમ પણ સંગીત એક સારા મૂડ લિફ્ટર તરીકે કામ કરે છે અને માટે તમે મ્યૂઝિક સાંભળીને પોતાનુ સ્ટ્રેસ દૂર કરી શકો છો.

મેડિટેશન કરો
જો તમને એવુ લાગતુ હોય કે પાર્ટનર સાથે ઝઘડો થયા પછી તમે ખુદને બહુ વધુ બેચેન કે તણાવમાં અનુભવી રહ્યા હોય તો તમે પોતાને શાંત કરવા માટે ધ્યાનનો સહારો પણ લઈ શકો છો. મેડિટેશન એક એવી રીત છે જેનાથી તમને માનસિક રીતે બહુ વધુ લાભ થાય છે. એ તણાવને ઘટાડવામાં સહાયક છે. જો મેડિટેશનનો નિયમિત અભ્યાસ કરવામાં આવે તો વ્યક્તિની વારંવાર ગુસ્સો આવવાની આદત પણ ખતમ થઈ જાય છે.

વાત કરો
કહેવાય છે કે ક્યારેય તાળી એક હાથે નથી વાગતી. આનો અર્થ એ છે કે જો લડાઈ થઈ છે તો માત્ર એક પક્ષની ભૂલ નથી. ક્યાંકને ક્યાંક તમે પણ એ સ્થિતિ માટે જવાબદાર હતા. માટે સારુ રહેશે કે તમે પહેલ કરો અને પોતાની ભૂલની માફી માંગો. વિશ્વાસ રાખો, આમ કરવાથી તમારા પાર્ટનરને પણ તેની ભૂલનો અહેસાસ થશે. આનાથી સ્થિતિ સુધરશે અને તમારો ગુસ્સો પણ શાંત થઈ જશે.

રુટીન ડેવલપ કરો
એવુ જોવામાં આવ્યુ છે કે અમુક કપલ્સ વચ્ચે બહુ વધુ ઝઘડો થાય છે અને તેમની વચ્ચે તણાવની સ્થિતિ રહે છે. આવુ એટલા માટે થાય છે કારણકે તે તણાવને મેનેજ કરવા માટે કોઈ ઉપાય નથી કરતા અને પછી તે તણાવ તેમના સંબંધ પર અસર કરે છે. પછી સંબંધની રસ્સાકસ્સી તેમને વધુ પરેશાન કરે છે. જો તમે તમારુ એક ડેઈલી રુટિન અપનાવશો તો તમે પોતાના ડેઈલી સ્ટ્રેસને મેનેજ કરી શકશો અને તમારો સંબંધ પણ ખુશહાલ બની જશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?









Click it and Unblock the Notifications
