ભલે પતિથી ગમે એટલો પ્રેમ કેમ ના હોય પત્નીઓ તેમને ક્યારેય નહિ કહે આ 7 રાઝ
અમુક ટૉપિક એવા છે જેને પત્નીઓ સિક્રેટ જ રાખવા માંગે છે અને પોતાના પાર્ટનરને કહેવામાં કમ્ફર્ટેબલ નથી અનુભવતી. ચાલો, જાણવાની કોશિશ કરીએ કે કઈ વાતોને તે રાઝ રાખવા ઈચ્છે છે.
લગ્નના બંધનમાં બંધાયા બાદ જીવનમાં એક મોટુ પરિવર્તન આવી જાય છે. તમે એક છત નીચે પોતાના પતિ સાથે રહો છે અને પોતાનુ જીવન તેમની સાથે પસાર કરો છો. તમારે દિવસ કેવો પસાર થયો, આખો દિવસ તમે શું કર્યુ, તમને શું ગમે છે અને શું નહિ અને ખબર નહિ કઈ કઈ વાતો તમે રોજ એકબીજા સાથે શેર કરો છો.

સિક્રેટ ટૉપિક
પરંતુ તેમછતાં અમુક ટૉપિક એવા છે જેને તમે સિક્રેટ જ રાખવા માંગો છો અને પોતાના પાર્ટનરને કહેવામાં કમ્ફર્ટેબલ નથી અનુભવતા. મહિલાઓના અનુભવોના આધારે આ જાણવાની કોશિશ કરીએ કે એવી કઈ વાતો છે જેને તે હંમેશા પોતાના સુધી જ રાખવા ઈચ્છે છે.

પોતાના જૂના સંબંધો
એક પુરુષ હંમેશા એ જાણવા માટે ઉત્સુક રહે છે કે તેની મુલાકાત પહેલા તેની પત્ની શું કોઈની સાથે રોમેન્ટીક રિલેશનમાં હતી. ભલે સાથે રહીને પતિ પત્ની વચ્ચે સંબંધ સારો થઈ જાય છે અને એકબીજા પર વિશ્વાસ પણ વધે છે પરંતુ મહિલાઓ જાણે છે કે આ વિશે પોતાના પતિ સાથે વાત કરી તો તે વધુ વિચારવા લાગશે અને સંબંધ માટે અસુરક્ષાની ભાવના તેમના મનમાં આવી જશે. હાલના સંબંધ પર કોઈ નકારાત્મક અસર ના પડે એટલા માટે તે આ વિશે ચૂપ રહેવાનુ જ યોગ્ય માને છે.

જ્યારે એક્સ બૉયફ્રેન્ડની યાદ આવે
ભલે મહિલા પોતાના પતિને ગમે એટલો પ્રેમ અને સમ્માન કરતી હોય પરંતુ મોટાભાગે તે પતિની સરખામણી પોતાના એક્સ બૉયફ્રેન્ડ સાથે કરી જ બેસે છે. આ પ્રકારનો સમય લગ્નના શરૂઆતના સમયમાં વધુ હોય છે. કોઈ પણ યુવતી પોતાના પતિને આ વાતો કહી નથી શકતી.

પતિના માતાપિતાથી છે પ્રેમ
ઘણી યુવતીઓને લગ્ન પછી પોતાના સાસરિયાવાળા સાથે એડજસ્ટ કરવામાં તકલીફ પડે છે. ઘણી મહિલાઓ એવી હોય છે જે પોતાના તરફથી એવુ બતાવવાની પૂરી કોશિશ કરે છે કે તેને પોતાના સાસરિયામાં રહેવામાં કોઈ તકલીફ નથી. ઘણી યુવતીઓ એ વાતનો સ્વીકાર કરી લે છે કે તેમના સાસુ અને સસરા તેને પોતાની દીકરીની જેમ નથી અપનાવવાના. તેને મમ્મી-પપ્પા જેવો પ્રેમ નથી મળવાનો અને તે આના વિશે પોતાના પતિને ન બતાવવાનુ જ યોગ્ય સમજે છે.

પોતાનુ કરિયર છોડીને છે દુઃખી
બાળકો અને દામ્પત્ય જીવનને યોગ્ય રીતે ચલાવવા માટે ઘણી મહિલાઓએ સમજૂતી કરવી પડે છે અને પોતાની નોકરી પણ છોડવી પડે છે. જોવામાં આવ્યુ છે કે લગ્ન પછી ઘરના કામકાજ અને પછી બાદમાં બાળકોની દેખરેખ માટે પત્નીઓને જ પોતાના કરિયરની કુરબાની આપવી પડે છે. તેમને આમ કરવાથી દુઃખ તો થાય છે પરંતુ તે આ વિશે તેમને કહેતી નથી.

તે હંમેશા લે છે પોતાની માનો પક્ષ
સાસુ અને વહુના સંબંધમાં તનાતની ચાલતી રહે છે. મહિલાઓને ત્યારે એ સારુ નથી લાગતુ કે જ્યારે સાસુ ખોટા હોવા છતાં પતિ તેમનો જ પક્ષ લે. ઘણી મહિલાઓ આવી સ્થિતિમાં એકલામાં રડે છે અને તેમની બધા હોવા છતાં એકલવાયુ અનુભવાય છે. પરંતુ તે ઈચ્છે છે કે પતિ પોતાની આ આદતને જાતે બદલે અને સત્યનો સાથ આપે.

પોતાના પરિવાર અને દોસ્તો વિશેની ગૉસિપ નથી કરવા ઈચ્છતી શેર
ઘણી મહિલાઓ પોતાના બેસ્ટ ફ્રેન્ડની પર્સનલ લાઈફ કે પછી પોતાના સંબંધીઓના ઘરમાં ચાલતા ઉતાર ચઢાવની ચર્ચા પોતાના પતિ સામે નથી કરવા ઈચ્છતી. ખાસ કરીને જે યુવતીઓના લગ્નને થોડોક જ સમય થયો છે તે આવુ બિલકુલ નથી કરતી. ઘણા યુવકો પોતાની માની ખૂબ નજીક હોય છે અને તે આ પ્રકારની બધી વાતો તેમના સાથે શેર કરી દે છે. યુવતીઓ નથી ઈચ્છતી કે તેમા દોસ્ત અને સંબંધીના આધારે તેમને જજ કરવામાં આવે.

સેક્સ લાઈફ નથી એટલી સારી
ઘણી મહિલાઓ એ અનુભવે છે કે બેડ પર તેમની લાઈફ વધુ ખાસ નથી અને સેક્સ્યુઅલ કમ્પેટિબિલિટી તેમની વચ્ચે સારી નથી. પતિને આ વાત કહેવા માટે તે યોગ્ય સમયન રાહ જુએ છે અથવા તો લાંબા સમય સુધી તે આ વાત તેને કહી નથી શકતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
