વધારે બદામ ખાવાથી નુકશાન પણ થઇ શકે છે
યાદશક્તિ વધારવી હોય કે ચહેરાનો ગ્લો, બધા તમને બદામ ખાવાની સલાહ આપશે. કોઈ બદામને સાંજે નાસ્તાની જેમ તો કોઈ સવારે પલાળીને ખાવાની પસંદ કરે છે.
યાદશક્તિ વધારવી હોય કે ચહેરાનો ગ્લો, બધા તમને બદામ ખાવાની સલાહ આપશે. કોઈ બદામને સાંજે નાસ્તાની જેમ તો કોઈ સવારે પલાળીને ખાવાની પસંદ કરે છે. યોગ્ય માત્રા ખબર ન હોવાથી કોઈ મુઠ્ઠીભરીને બદામ ખાવાનું કહે છે, તો કોઈ વધુ ઓછી. પરંતુ શું તમે જાણો છો કે વધુ બદામ ખાવાથી તમારા શરીરને ફાયદાના બદલે નુક્સાન પણ થઈ શકે છે? વિટામિન ઈથી ભરપૂર આ બદામનું સેવન તમારા માટે ફાયદાકારક હોય છે. પરંતુ વધુ પડતી બદામ ખાવાથી તેનું નુક્સાન પણ થઈ શકે છે.

વિટામિન ઈ ઓવરડોઝ
100 ગ્રામ એટલે કે અડધા કપ જેટલી બદામમાં 25 એમજી વિટામીન ઈ હોય છે. તમારા શરીરને રોજ માત્ર 15 એમજી વિટામીન ઈની જરૂર હોય છે. એટલે જો તમે રોજ એક કપ બદામ ખઈ જાવ છો, તો તમારા ત્રણ દિવસનો ડોઝ એક જ દિવસમાં પૂરો થઈ જાય છે. તેનાથી તમને ડાયેરિયા, નબળાઈ અને આંખની તકલીફ થઈ શકે છે.

પ્રેગ્નેન્ટ મહિલાઓ
તમારે કડવી કે કાચી બદામ ખાવાનું ટાળવું જોઈએ કારણ કે તેમાં પ્યૂસિક એસિડ અને હાઈડ્રોસિનિક એસિડ હોય છે, જે ઝેરી હોય છે. કડવી કે લીથલ બદામ દર્દના ઈલાજમાં ઉપયોગી હોય છે. જો કે તે વધુ પડથી ખાવાથી શરીરમાં ઝેરી તત્વો વધી શકે છે. આ રીતે બદામમાં હાઈડ્રોસાઈનિક એસિડ પણ હોય છે, જે બ્રીથિંગ પ્રોબ્લેમ, નર્વસ બ્રેકડાઉન, ચોકિંગ એટલે સુધી કે મોતનું કારણ પણ બની શકે છે. પ્રેગ્નેન્ટ મહિલાઓએ તેનું સેવન ન કરવું જોઈએ.

વજન વધી શકે છે
બદામમાં ફેટ અને કેલરીઝની માત્રા વધુ હોય છે. 100 ગ્રામ બદામમાં 50 ગ્રામ ફેટ હોય છે. જો કે તે મોનોસૈચુરેટેડ ફેટ હોય છે, જે હ્રદયના આરોગ્ય માટે સારુ ગણાય છે. પરંતુ જો તમે આ કેલરી બર્ન ન કરો તો તમે જાડા થઈ શકો છો.

પેટમાં ગેસ તૈયાર કરે છે
મુઠ્ઠીભર બદામમાં લગભગ 170 ગ્રામ ફાઈબર હોય છે. તજ્યારે તમારા શરીરમાં રોડ માત્ર 25થી 40 ગ્રામ ફાઈબરની જરૂર હોય છે, એટલે કે તમારે રોજ 3થી 4 બદામ બહુ થઈ ગઈ. જો તમે આના કરતા વધુ બદામ ખાવ છો, તો તમને ઝાડા, અને કબજિયાત થઈ શકે છે. પેટમાં બ્લોટિંગથી બીમારીની શરૂઆત થશે. તો વધુ બદામ ખાવાની આદત નથી છૂટતી તો ખૂબ પાણી પીવો, તમારી બોડી ફાઈબરને રિએક્ટ કરતા અટકાવશે.

આ લોકો ન ખાય બદામ
જે લોકોની કિડનીમાં પથરી કે ગૉલ બ્લેડર સંબંધી કોઈ બીમારી છે, તેમણે બદામનું સેવન ન કરવું જોઈએ. બદામમાં ઓક્સલેટ વધુ હોય છે, જે આ પ્રકારના લોકો માટે યોગ્ય નથી. કેટલાક લોકોને બદામના પ્રોટીનથી એલર્જી હોય છે, તેમણે પણ બદામ ન ખાવી જોઈએ.
આ પણ વાંચો: લૉન્ગ ડિસ્ટન્સ રિલેશનશિપ તમને વધુ નજીક લાવે છે, જાણો શું કહે છે સ્ટડી
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
