Kargil Vijay Diwas : કેવી રીતે પડ્યુ કારગિલનુ નામ? જાણો સેનાની બહાદુરીની સાક્ષી આ ધરતીનો ઇતિહાસ
Kargil Vijay Diwas : પાકિસ્તાનની નાકાપ ચાલને નાકામ કરીને 26 જૂલાઈ 1999ના દિવસે ભારતીય સેનાએ કારગિલ યુદ્ધ જીત્યું હતું. આ યુદ્ધમાં ભારતીય સેનાના બલિદાનને સદીઓ સુધી યાદ કરવામાં આવશે.
કારગિલ યુદ્ધમાં લડેલા સૈનિકોના સન્માનમાં દર વર્ષે 26મી જુલાઈએ કારગિલ વિજય દિવસ મનાવવામાં આવે છે. કારગિલને વીરોની ભૂમિ પણ કહેવામાં આવે છે.

શું તમે જાણો છો કે વીરોની ભૂમિ કારગિલ શહેરનું નામ કેવી રીતે પડ્યું અને તેનો અર્થ શું છે. આજે અમે તમને જણાવીશું કે કારગિલ શહેરનું નામ કારગિલ કેવી રીતે પડ્યું?
જણાવી દઈએ કે આ દિવસે આપણે ભારતીય સૈનિકોની બહાદુરી અને બલિદાનનું સન્માન કરીએ છીએ, જેમણે પાકિસ્તાની ઘૂસણખોરોથી કારગિલની પહાડીઓને પરત મેળવવા માટે અથાક લડત આપી હતી.
કારગિલ શહેર
કારગિલ શહેરનો કુલ વિસ્તાર 14,086 ચોરસ કિલોમીટર છે. તે શ્રીનગરથી લેહ તરફ 205 કિલોમીટરના અંતરે આવેલું છે. કારગિલ આજે સમગ્ર વિશ્વમાં આગાની ભૂમિ તરીકે ઓળખાય છે. તેની પાછળનું કારણ એ છે કે કારગીલમાં મોટી વસ્તી શિયા મુસ્લિમોની છે અને આગા લોકો ધાર્મિક વડા અને ઉપદેશકો છે.
કારગિલનું નામ
કારગિલ નામ બે શબ્દો ખાર અને આરકિલથી બનેલું છે. ખાર એટલે મહેલ અને આરકિલ એટલે કેન્દ્ર. આમ આ મહેલોનું કેન્દ્ર છે. જણાવી દઈએ કે આ વિસ્તાર ઘણા રાજવંશોના વિસ્તારો વચ્ચે રહ્યો છે.
ઘણા વિવેચકો કહે છે કે કારગિલ શબ્દ ગાર અને ખિલ શબ્દ પરથી આવ્યો છે. સ્થાનિક ભાષામાં ગારનો અર્થ થાય છે કોઈપણ સ્થળ અને ખિલનો અર્થ થાય છે મધ્યસ્થ સ્થાન.
આ વાત એ હકીકતથી પણ સાબિત થાય છે કે કારગિલ શ્રીનગર, સ્કાર્દો, લેહ અને પદુમથી લગભગ 200 કિલોમીટરના અંતરે આવેલું છે. સમયની સાથે ખાર આરકિલ અથવા ગાર ખિલ કારગીલ તરીકે ઓળખાવા લાગ્યા.
ઇતિહાસ શું કહે છે
ઈતિહાસકાર પરવેઝ દિવાને પોતાના પુસ્તક કારગિલ બ્લન્ડરમાં કારગિલના નામ વિશે વાત કરી છે. કારગિલ નામના વ્યક્તિએ આ વિસ્તારમાં વસવાટ કરવા માટે પોયેને અને શિલિકચાય વિસ્તારના જંગલો સાફ કર્યા હતા. બાદમાં તેમના નામ પરથી આ વિસ્તારનું નામ કારગિલ રાખવામાં આવ્યું અને પછી ગશો થા ખાન અહીં આવ્યા.
જણાવી દઈએ કે ગશો થા ખાન પ્રથમ પ્રખ્યાત યોદ્ધા હતા જેમણે કારગીલમાં રાજવંશની સ્થાપના કરી હતી. ગશો થા ખાન ગિલગિટના રાજવી પરિવારના વંશજ હતા, જેમણે 8મી સદીની શરૂઆતમાં કારગીલ પર કબજો કર્યો હતો. તેમના વંશે શરૂઆતના સમયગાળામાં કારગીલના સોડ પ્રદેશ પર શાસન કર્યું અને બાદમાં તેઓ કાયમ માટે શકર ચિક્તન પ્રદેશમાં સ્થાયી થયા હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
