જેલમાં કેદી પત્ની સાથે અંગત મુલાકાત કરી શકે? જાણો શું કહે છે કાયદા?
શું જેલમાં સજા કાપી રહેલા પતિ અથવા પત્ની માટે ખાનગી સમય પસાર કરવાની કોઈ વ્યવસ્થા છે? શું કાયદો આ બાબતમાં કોઈ સુવિધા આપે છે?
આવા અનેક પ્રશ્નો સામાન્ય લોકોના મનમાં ઉદ્ભવતા હોય છે. આજે અમે તમને જણાવીશું કે જેલોમાં પતિ-પત્ની માટે ખાનગી મુલાકાતોની શું વ્યવસ્થા છે?

જણાવી દઈએ કે, ભારતમાં એવો કોઈ કાયદો નથી જે સ્પષ્ટપણે કેદીઓને વૈવાહિક મુલાકાતની મંજૂરી આપે છે. જો કે, કેટલાક કિસ્સાઓમાં કોર્ટ કેદીને તેના જીવનસાથી સાથે ખાસ મુલાકાતની મંજૂરી આપે છે.
આ દરમિયાન પતિ-પત્ની સાથે થોડો સમય પસાર કરી શકે છે, જેમાં શારીરિક સંબંધ બાંધવાની છૂટછાટ પણ આપવામાં આવી શકે છે.
વિદેશી કાયદાઓની વાત કરીએ તો, જર્મની, રશિયા, કેનેડા, અમેરિકા, ડેનમાર્ક, બેલ્જિયમ, સાઉદી અરેબિયા અને સ્પેન જેવા દેશોમાં કેદીઓને તેમના જીવનસાથી સાથે એકલાં મળવા માટે ચોક્કસ કાયદાઓ છે. આ સુવિધા કેદીના માનવાધિકાર અને વૈવાહિક જીવનને ધ્યાનમાં રાખીને આપવામાં આવે છે.
2015માં હરિયાણા અને પંજાબ હાઈકોર્ટે કેદીઓને તેમના જીવનસાથી સાથે ખાનગીમાં સમય વિતાવવાની અને માતૃત્વ સંબંધિત મુદ્દાઓ માટે પરવાનગી આપી હતી.
મદ્રાસ હાઈકોર્ટે પણ આજીવન કેદની સજા ભોગવી રહેલા એક કેદીને આવી મુલાકાત માટે પરવાનગી આપી હતી. આ ચુકાદાઓ અનુસાર, વૈવાહિક સંબંધ અને સંતાન પ્રાપ્તિનું અધિકાર માનવાધિકાર હેઠળ આવે છે.
અહેવાલો અનુસાર, પંજાબની કેટલીક જેલોમાં કેદીઓ માટે ખાસ રૂમની સુવિધા આપવામાં આવે છે, જ્યાં તેઓ પોતાના જીવનસાથી સાથે બે કલાક સુધી સમય વિતાવી શકે છે. આ રૂમમાં ડબલ બેડ, વોશરૂમ, ટેબલ, બે ખુરશીઓ અને પાણીની વ્યવસ્થા હોય છે.
આ સુવિધા દરેક જેલમાં ઉપલબ્ધ નથી અને તેનો નિર્ણય સંબંધિત કોર્ટ અથવા જેલ પ્રશાસન દ્વારા લેવામાં આવે છે.
જેલોમાં કેદીઓને તેમની માનસિક અને શારીરિક જરૂરિયાતો પૂરી પાડવા માટે કેટલીક વ્યવસ્થાઓ કરવામાં આવી છે. જો કે, ભારતમાં હજુ સુધી આ માટે ખાસ કાયદા નથી.
કોર્ટના નિર્ણયોના આધારે કેટલીક જેલોમાં વૈવાહિક મુલાકાત માટે છૂટછાટ આપવામાં આવે છે, જ્યારે કેટલાક કિસ્સાઓમાં તે સંભવ નથી. ભવિષ્યમાં આ બાબતે સ્પષ્ટ કાયદા બને તેવી શક્યતા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
