દુનિયામાં આ જગ્યાઓએ મરવાની છે મનાઈ, જાણો કેમ?
આ દુનિયામાં ઘણી એવી જગ્યાઓ છે જ્યાં અલગ જ કાયદા અમલમાં છે. તમને જાણીને નવાઈ લાગશે કે આવી જ કેટલીક જગ્યાઓ પર મરવાની પણ મનાઈ છે.
દુનિયામાં કેટલીક એવી જગ્યાઓ છે જ્યાં મરવા પર પ્રતિબંધ છે. જો કોઈનું મોત થઈ જાય તો પણ તેને તાત્કાલિક તે જગ્યાએથી ખસેડી દેવામાં આવે છે.

લોંગયેરબ્યેન
નોર્વેમાં લોંગયેરબ્યેન શહેરમાં લોકોને મરવાની મંજૂરી નથી. જણાવી દઈએ કે જ્યારે પણ અહીં કોઈ વ્યક્તિ બીમાર પડે છે અથવા તેના મૃત્યુનો ખતરો હોય છે ત્યારે તેને બીજા શહેરમાં લઈ જવામાં આવે છે. જેથી તે પોતાની અંતિમ ક્ષણો શાંતિથી પસાર કરી શકે.
ફાલ્સિયાનો ડેલ મૈસિકો
2012માં ઇટાલીના ફાલ્સિયાનો ડેલ મેસિકોમાં એક કાયદો અમલમાં છે. જે તે સમયના મેયર ગિયુલિયો સેઝેર ફાવાએ જણાવ્યું કે, ફાલ્સિયાનો ડેલ મસિકોની નગરપાલિકામાં રહેતા દરેક નાગરિક અને આ નગરપાલિકાની હદમાંથી પસાર થનારા લોકો માટે મરવું ગેરકાયદેસર છે. અહીંનું કબ્રસ્તાન સંપૂર્ણપણે ભરાઈ ગયું છે અને ત્યાં કોઈને દફનાવવાની જગ્યા નથી. અહીંના લોકો પાસેના શહેરમાં મોટી રકમ આપીને દફનાવવામાં આવે છે.
ફોર્ટ બોયાર્ડ - ફ્રાંસ
ફોર્ટ બોયાર્ડ ફ્રાંસમાં આવેલો ઐતિહાસિક કિલ્લો છે. આ કિલ્લામાં મરવું ગેરકાયદેસર છે. એવું માનવામાં આવે છે કે આ કિલ્લામાં રહેતા લોકોની આત્માઓ આજે પણ અહીં ભટકે છે.
હોંગકોંગ
હોંગકોંગમાં પણ કેટલાક નિયમો છે જે મૃત્યુ સાથે સંબંધિત છે. અહીં ડેડ બોડીને ઘરમાં રાખી શકાતી નથી.
ઈટલીના કેટલાક શહેરો
ઈટાલીના કેટલાક શહેરોમાં મૃત્યુ સાથે જોડાયેલા કેટલાક વિચિત્ર નિયમો પણ છે. અહીં મૃતદેહને ઘરની બહાર લઈ જવા માટે ખાસ પરવાનગી લેવી પડે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
