શું પીરિયડ્ઝ દરમિયાન મહિલાઓએ કોરોના વેક્સીન લેવી સુરક્ષિત છે? જાણો ડૉક્ટરનુ મંતવ્ય
યુવતીઓને વેક્સીન લગાવવા અંગેના ઘણા ભ્રમ વિશે આઈસીએમઆર સાથે જોડાયેલા મેડિસિન એક્સપર્ટ ડૉ.અરુણ શર્માએ મહત્વપૂર્ણ સવાલોના જવાબ આપ્યા.
નવી દિલ્લીઃ એક મેથી દેશભરમાં 18 વર્ષથી વધુ ઉંમરના યુવાનો માટે કોરોના રસીકરણ શરૂ કરી દેવામાં આવશે. માસિક ધર્મ કે પીરિયડ સમયે મહિલાઓને વેક્સીન લગાવવા અંગે ઘણા મેસેજ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે જેમાં માસિક ધર્મ અને ઈમ્યુનિટી વિશે કહેવામાં આવ્યુ છે કે યુવતીઓએ માસિક ધર્મ સમયે વેક્સીન ન લગાવવી જોઈએ. એ સમયે શરીરમાં ઈમ્યુનિટી કે રોગ પ્રતિરોધક ક્ષમતાનુ સ્તર ઓછુ હોય છે. યુવતીઓને વેક્સીન લગાવવા અંગેના ઘણા ભ્રમ વિશે આઈસીએમઆર સાથે જોડાયેલા મેડિસિન એક્સપર્ટ ડૉ.અરુણ શર્માએ મહત્વપૂર્ણ સવાલોના જવાબ આપ્યા.

શું મહિલાઓએ માસિક ધર્મ કે પીરિયડના સમયે પાંચ દિવસ સુધી વેક્સીન ન લેવી જોઈએ?
મોટાભાગના લોકો દ્વારા એમ કહેવામાં આવી રહ્યુ છે કે મહિલાઓએ પીરિયડ્ઝના પાંચ દિવસ સુધી કોરોના વેક્સીન ન લેવી જોઈએ, આ સમયે ઈમ્યુનિટી ઓછી હોય છે. જવાબ છે એવુ કંઈ નથી. કોવિડ વેક્સીનને મહિલાઓમાં આવતા પીરિયડ્ઝ કે માસિક ધર્મ સાથે કોઈ લેવા દેવા નથી. મહિલાઓ ગમે ત્યારે વેક્સીન લગાવી શકે છે.
શું ગર્ભવતી મહિલાઓના ગર્ભસ્થ શિશુને વેક્સીનથી કોઈ પ્રકારનુ જોખમ છે, શું તેમને વેક્સીન લીધા બાદ વધુ સાવચેતી રાખવાની જરૂર છે?
સૌથી પહેલી વાત એ છે કે ગર્ભવતી મહિલાઓ માટે અત્યારે વેક્સીન નથી, ગર્ભવતી મહિલાઓ અત્યારે વેક્સીન નહિ લગાવે. એવુ નથી કે આ વેક્સીન ગર્ભવતી મહિલાઓને કોઈ પ્રકારનુ નુકશાન પહોંચાડશે પરંતુ હજુ સુધી વેક્સીનનુ પરીક્ષણ ગર્ભવતી મહિલાઓ પર કરવામાં આવ્યુ નથી માટે અમે વેક્સીન અને ગર્ભવતી મહિલાઓના આરોગ્ય વિશે આશ્વસ્ત નથી. માટે અત્યારે જે નિર્દેશ છે તે અનુસાર ગર્ભવતી મહિલાઓને વેક્સીન લગાવવાની નથી.

વેક્સીનથી મહિલાઓની પ્રજનન ક્ષમતા પ્રભાવિત થશે, શું આ સાચુ છે?
બિલકુલ નહિ, ગર્ભવતી મહિલાઓની ગર્ભધારણ કરવાની ક્ષમતા પર કોરોના વેક્સીનનો કોઈ પણ પ્રકારનો દુષ્પ્રભાવ નહિ પડે અને ના તે પ્રજનન ક્ષમતા પર અસર કરશે. આ એક ખોટો ભ્રમ છે. આવુ બિલકુલ નથી. આવુ ન વિચારવુ જોઈએ.
શું વેકસીન લીધા બાદ મહિલાઓ રક્તદાન કરી શકે છે?
જો કોઈ વ્યક્તિને લોહીની જરૂર હોય અને કોરોનાની વેક્સીન લીધા બાદ તમારે કોઈને રક્તદાન કરવુ હોય તો હું એમ કહીશ કે વેક્સીનને રક્તદાન સાથે કોઈ સીધો સંબંધ નથી. તમે ગમે ત્યારે રક્તદાન કરી શકો છો તેને વેક્સીન સાથે કોઈ લેવા-દેવા નથી.
શું મહિલાઓએ કોરોના વેક્સીન લીધા બાદ વર્કઆઉટ કે કસરત કરવી જોઈએ?
ના, એવો કોઈ નિષેધ નથી કે તમે વેક્સીન લગાવ્યા બાદ વર્કઆઉટ ન કરી શકો કે કસરત ન કરો. હા, એ વાતનુ ધ્યાન રાખવાનુ છે કે વેક્સીન લગાવવાની જગ્યાએ થોડી પીડા થઈ શકે છે અને ત્યાં થોડો સોજો આવી શકે છે. આવી સ્થિતિમાં જ્યાં વેક્સીન લગાવી છે તે જગ્યાએ પીડા અને સોજો હોય તો એ હાથે કસરત ન કરવી જોઈએ.
બંગાળઃ PM મોદી બોલ્યા - કોરોના નિયમોનુ પાલન કરીને કરો મતદાન

શું પીસીઓએસની શિકાર મહિલાઓએ વેક્સીન લીધા બાદ કોઈ વિશેષ સાવચેતી રાખવી જોઈએ?
પીસીઓએસ એટલે કે પૉલિસિસ્ટક ઓવેરિયન સિંડ્રોમ પરંતુ એવુ કોઈ વૈજ્ઞાનિક અનુસંધન મારી જાણકારીમાં હજુ આવ્યુ નથી. મે આ વિશે સંશોધનો અને અભ્યાસ વાંચ્યા છે, ક્યાંય એવી જાણકારી નથી કે જેમાં એમ કહેવામાં આવ્યુ હોય કે જેને પીસીઓએસ છે તેમણે વેક્સીન લગાવવાથી નુકશાન થઈ શકે છે. આવુ કોઈ રિસર્ચ સામે આવ્યુ નથી. પરંતુ જો કોઈને આ અંગે શંકા હોય તો તે પહેલા પોતાના ડૉક્ટર સાથે ચર્ચા કરે.
શું કોરોનાની રસીથી ગર્ભસ્થ શીશુ પર કોઈ પ્રકારની અસર થઈ શકે છે?
હજુ સુધી ગર્ભવતી મહિલાઓ પર વેક્સીનનુ પરીક્ષણ કરવામાં આવ્યુ નથી જેનાથી એ કહી શકાય કે વેક્સીનથી ગર્ભસ્થ શીશુ કે ફીટસને કોઈ પ્રકારનુ નુકશાન થશે. કારણકે હજુ આ વેક્સીન ગર્ભવતી મહિલાઓ માટે નથી. જે અત્યાર સુધીને રિસર્ચ થયો છે તેમાં એક અન્ય વાત જોવામાં આવી છે કે જો કોઈ ગર્ભવતી મહિલાને કોરોનાનુ સંક્રમણ થાય તો તેનાથી ગર્ભસ્થ બાળક પર શું અસર થશે. તેના હજુ એક-બે કેસ જોવા મળ્યા છે પરંતુ નિશ્ચિત પરિણામ નથી મળ્યા.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
