રેશમના તાંતણે ભળી સામાજિક જાગૃતિની સોડમ
અમદાવાદ, 19 ઑગસ્ટ : ભાઈ-બહેનના પ્રેમ અને સ્નેહનો પ્રતીક રક્ષા બંધન પર્વ મંગળવારે ઉજવવામાં આવનાર છે. એમ તો બહેનોએ રાખડી ખરીદી જ લીધી હશે અને દરેક બહેનની દરેક રાખડીમાં તેનો પ્રેમ તથા સ્નેહ ચોક્કસ ભળેલો હશે, તે વાતમાં કોઈ શંકા નથી, પણ જો આ રેશમના તાંતણામાં પ્રેમ અને સ્નેહ સાથે સામાજિક જાગૃતિની સોડમ પણ ભળી જાય તો?
અમદાવાદમાં એક વેપારી જોડી છેલ્લા બે દશકાથી એવું જ કંઇક કરવાનો પ્રયત્ન કરી રહી છે. શહેરના સરસપુર વિસ્તારમાં આવેલ ગુપ્તા રક્ષા બંધન દ્વારા આ ઝુંબેશની સોડમ પ્રસરી રહી છે અને તે કામ કરી રહી છે ઇકબાલ-રાધેશ્યામની જોડી. પોતાની વ્યસન મુક્તિ ઝુંબેશ સહિત સામાજિક જાગૃતિના અભિયાન માટે આ જોડી છેલ્લા 20 વરસોથી જાણીતી છે.
ઇકબાલ-રાધેશ્યામની જોડી સાથે મુલાકાત દરમિયાન અમદાવાદમાં 1946માં થયેલ કોમી રમખાણો દરમિયાન કોમી એકતા માટે શહીદી વહોરનાર વસંત-રજબની યાદ આવી જાય છે. ફરક એટલો જ છે કે વસંત ગજેન્દ્ર ગડકર તથા રજબ અલીએ હિન્દૂ-મુસ્લિમ એકતા માટે પ્રાણોની આહુતિ આપી હતી, તો ઇકબાલ બહેલીમ તથા રાધેશ્યામ ગુપ્તા વ્યસન મુક્તિ વિરોધી ઝુંબેશ અને સામાજિક જાગૃતિ વડે લોકોના મોત તરફ વધતા પગલાં રોકવાનો પ્રયત્ન કરી રહ્યાં છે.
દરેક ઉત્સવને સામાજિક જાગૃતિનું માધ્યમ બનાવનાર ઇકબાલ-રાધેશ્યામનો આ સમ્બંધ તો 30 વર્ષ જૂનો છે, પણ તેમણે વ્યસન મુક્તિ અભિયાન સને 1990થી શરૂ કર્યો. ત્યારથી રક્ષા બંધને રાખડી વડે, દીવાળીએ ફટાકડા વડે તથા ઉત્તરાયણે પતંગ વડે આ ઝુંબેશ અબાધ્ય રીતે ચાલુ જ છે. આ વર્ષે પણ રક્ષા બંધન તહેવારને લઈને સરસપુર ખાતે આવેલ ગુપ્તા રક્ષા બંધનમાં સામાજિક જાગૃતિની સોડમ ભળેલી રાખીઓ બનાવાઈ છે. ઇકબાલ બહેલીમ તથા રાધેશ્યામ ગુપ્તા બંનેએ સંયુક્ત રીતે અપીલ કરી કે રક્ષા બંધનના પર્વે દરેક બહેને પોતાના ભાઈ પાસે ઉપહાર તરીકે વ્યસન મુક્તિનો સંકલ્પ લેવો જોઇએ.
આવો તસવીરો સાથે જાણીએ ઇકબાલ-રાધેશ્યામની જોડી વિશે :

જૂની છે મૈત્રી
ઇકબાલ બહેલીમ મૂળત્વે રાજસ્થાનના છે, જ્યારે રાધેશ્યામ ગુપ્તા આગ્રા-ઉત્તર પ્રદેશના છે. વર્ષોથી હસ્તશિલ્પના કારીગર રહેલાં પરિવારમાં ઇકબાલને આ કારીગરી વારસામાં મળી. પછી તેમણે આ કારીગરીને રાખડીના નિર્માણ તરફ વાળી. રાધેશ્યામ ગુપ્તા સાથે મૈત્રી ઘણી જૂની છે.

રાખડી બનાવતા હતાં ઇકબાલભાઈ
અગાઉ રાધેશ્યામ ગુપ્તા ઇકબાલ બહેલીમના પરિવાર પાસેથી રાખડીઓ બનાવડાવતા હતાં. પછીતી આ વ્યાવસાયિક સમ્બંધ મૈત્રીમાં પરિણમ્યું. આજે ગુપ્તા રક્ષા બંધન ફર્મ ઇકબાલ-રાધેશ્યામ મળીને ચલાવે છે.

ડૉ. પંકજ શાહ પાસેથી પ્રેરણા
ઇકબાલ બહેલીમને વ્યસન મુક્તિ ઝુંબેશની પ્રેરણા ગુજરાત કૅંસર સોસાયટીના પ્રમુખ ડૉ. પંકજ શાહ પાસેથી મળી. ઇકબાલભાઈના પિતાને 50 વર્ષ અગાઉ સિગરેટ પીવાના કારણે ફેફસાનું કૅંસર થયુ હતું. ડૉ. શાહ તેમની સારવાર કરી રહ્યા હતાં, પણ તેમના પિતાને બચાવી ન શકાયું.

પિતાના નિધને હચમચાવ્યું
પિતાના નિધને ઇકબાભાઈને હચમચાવી નાંખ્યું. ત્યારે ડૉ. શાહે ઇકબાલભાઈને સલાહ આપી કે તેઓ હસ્તશિલ્પના સારા કારીગર છે. રાખડીઓ બનાવે છે, પતંગો બનાવે છે. તેઓએ પોતાના વ્યવસાય સાથે વ્યસન મુક્તિની ઝુંબેશ પણ શરૂ કરવી જોઇએ કે જેથી અનેક લોકોની જિંદગી નરક થતા બચાવી શકાય.

બે દશકાથી ચાલુ છે ઝુંબેશ
ડૉ. શાહની પ્રેરણાથી 1990માં ઇકબાલભાઈએ રક્ષા બંધનથી જ આ ઝુંબેશની શરુઆત કરી. તેમની દુકાને એમ તો વિવિધ પ્રકારની રાખડીઓ હોય છે, પરંતુ ખાસ વ્યસન મુક્તિ, એડ્સ જાગૃતિ તથા અન્ય સામાજિક જાગૃતિના મુદ્દા સાથે જોડાયેલા નારા લખેલી રાખડીઓ માટે ગુપ્તા રક્ષા બંધન જાણીતું છે.

સંદેશા આપતી રાખડી
વ્યસન મુક્તિના સંદેશા આપતી રાખડીઓ ઉપર મુખ્યત્વે ભાઈ બહન કા અનોખ બંધન-વ્યસન મુક્તિ તંદુરસ્ત જીવન, ભાઈ-બહન કા સચ્ચા પ્યાર-વ્યસન મુક્ત પરિવાર, સ્વસ્થ વ્યસન મુક્ત દેશ-યહ હૈ રાખી કા સંદેશ, બહના કા ભૈયા કો કીમતી આશીર્વાદ-ભૈયા બને વ્યસન મુક્ત સદા રહે તંદુરસ્ત, હૅપ્પી હૅલ્ધી લાઇફ-વિધાઉટ એડિક્શન જેવા નારા લખેલા છે. ઇકબાલ બહેલીમે જણાવ્યું કે મોટાભાગે મહિલાઓ આવા સંદેશ આપતી રાખડીઓ ખરીદવાનું પસંદ કરે છે.

કૅંસર હૉસ્પિટલમાં રાખડી
ઇકબાલભાઈ કહે છે કે દરેક વર્ષની જેમ આ વર્ષે પણ રાખડીઓ સિવિલ હૉસ્પિટલ સંકુલ ખાતે આવેલ કૅંસર હૉસ્પિટલમાં પહોંચાડવામાં આવી. ત્યાં આ રાખડીઓ કૅંસરથી પીડાતા બાળકોને બાંધવામાં આવી. તાજેતરમાં જ ગુજરાત કૅંસર એન્ડ રિસર્ચ ઇંસ્ટીટ્યૂટ ખાતે રક્ષા બંધન પર્વની ઉજવણી કરવામાં આવી કે જ્યાં ડૉ. શિલીન શુક્લા વિગેરે પણ હાજર હતાં.

કોમી એકતાની પ્રતીક જોડી
સરસપુર જે વિસ્તારમાં ગુપ્તા રક્ષા બંધન નામની દુકાન ધરાવે છે, તે હિન્દુ વસ્તી ધરાવતો વિસ્તાર છે. 2002 કે તે અગાઉ પણ થયેલ કોમી રમખાણો જોઈ ચુકેલા ઇકબાલભાઈ કહે છે કે તેમને અત્યાર સુધી ક્યારેય આંચ નથી આવી. તેઓ અહીં નિર્ભય રીતે કામ કરે છે. ત્રણ દરવાજા ખાતે આવેલ હનીફ લતીફની ગલીમાં રહેતાં ઇકબાલભાઈ તથા સરસપુર ખાતે રહેતાં રાધેશ્યામ ગુપ્તાની આ જોડીને રાજ્ય સરકાર દ્વારા અગાઉ સન્માનિત પણ કરવામાં આવી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
