ચીનને પડકારતું ભારતનું હરક્યુલસ શા માટે છે ખાસ, જાણો
હાલ ભારતીય સરહદ પર સામાન્ય વાતાવરણ નથી, એક તરફ પાકિસ્તાન તરફથી સમયાંતરે સીઝફાયર ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે તો બીજી તરફ ચીન દ્વારા ઘુષણખોરી કરવામાં આવી રહી છે. જેના કારણે ભારતે પોતાની શક્તિનો પરચો સરહદ પર દર્શાવવું જરૂરી બન્યું છે, જેના ભાગરૂપે ભારતે લેહમાં એક હરક્યુલસ એરક્રાફ્ટ ઉતાર્યું છે, જેને ભારત તરફથી આપવામાં આવેલા જવાબના સ્વરૂપમાં જોવામાં આવી રહ્યું છે. હરક્યુલસને મેદાનમાં ઉતારીને ભારતે એ સંદેશો વહતો કરી દીધો છે કે, તે કોઇપણ પ્રકારના જોખમ સામે લડવા માટે તૈયાર છે. કોઇપણ સ્થિતિમાં તે દુશ્મનને પરાસ્ત કરવાનું સામર્થ્ય ધરાવે છે.
ભારતે વિશ્વના સૌથી ઉંચા રનવે પર આ વિમાનને ઉતારીને એક રેકોર્ડ પણ બનાવ્યો છે. દૌલત બેગ ઓલ્ડી એરબેસ 1962માં ભારત-ચીન યુદ્ધ દરમિયાન બનાવવામાં આવ્યું હતુ. છેલ્લા કેટલાક વર્ષોથી આ બેઝને એટલું મહત્વ આપવામાં આવી રહ્યું નથી. પરંતુ, તાજેતરમાં ભારતીય સેના દ્વારા આ બેઝ પર પોતાની ગતિવિધિઓને વધારી દેવામાં આવી છે. સુપર હરક્યુલસને અહીં ઉતારવામાં આવ્યા બાદ અહીં આર્મીને પહોંચાડવામાં આવતી સામગ્રી સહેલાયથી પહોંચી શકશે. જેનાથી સેનાનું મનોબળ વધી જશે તેવી આશા પણ વિશેષજ્ઞો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. તો ચાલો તસવીરો થકી જાણીએ કે, શા માટે આ એરક્રાફ્ટ ખાસ છે અને અન્ય કયા-કયા દેશો દ્વારા આ એરક્રાફ્ટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

શા માટે ખાસ છે આ વિમાન
હરક્યુલસ એરક્રાફ્ટે પોતાની પહેલી ઉડાન 5 એપ્રિલ 1996ના રોજ ભરી હતી. સુપર હરક્યુલસ સી 130 જે અનેક બાબતે ખાસ છે અને તેના જ કારણે વિશ્વના અનેક દેશો પાસે હરક્યુલસ એરક્રાફ્ટ છે. જ્યારથી આ એરક્રાફ્ટ રક્ષા ક્ષેત્રના બજારમાં આવ્યું, ત્યારથી તેની માંગ સતત વધી છે અને સતત તેની નિકાસ કરવામાં આવી રહી છે.

કંપની
યુએસએ સ્થિત લોકહીડ માર્ટિન કંપની દ્વારા આ એરક્રાફ્ટનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.

એન્જીન
ફોર એલિશન T56-A-15 ટર્બોપ્રોપ્સ

હોર્સપાવર
4,300 એસએચપી પર એન્જીન

ક્રુઝ સ્પીડ
પાંચ( પાઇલોટ, કો-પાઇલોટ, નેવિગેટર, ફ્લાઇટ એન્જીનીયર, લોડ માસ્ટર)

રેન્જ
2,047 એનએમ(3,791 કિમી) લોડ સાથે, 4,522 એનએમ (8,375 કિમી) ખાલી હોય ત્યારે

ફ્યુએલ કેપેસિટી
60,000 પાઉન્ડ્સ ( 27,216 કેજી)

બેઝિક ક્રૂ
પાંચ( પાઇલોટ, કો-પાઇલોટ, નેવીગેટર, ફ્લાઇટ એન્જીનીયર, લોડ માસ્ટર)

ટોટલ સર્વિસ
વિશ્વભરમાં 2100 એરક્રાફ્ટ

ઓસ્ટ્રેલિયા
રોયલ ઓસ્ટ્રેલિયન એર ફોર્સ પાસે 12 હરક્યુલસ એરક્રાફ્ટ

કનેડા
રોયલ કેનેડિયન એર ફોર્સ પાસે 17 એરક્રાફ્ટ

ડેનમાર્ક
રોયલ ડાનિશ એરફોર્સ પાસે ચાર એરક્રાફ્ટ

ભારત
ભારતીય એરફોર્સ પાસે છ એરક્રાફ્ટ

ઇરાક
ઇરાકી એરફોર્સ પાસે છ એરક્રાફ્ટ

ઇટલી
ઇટાલીયન એરફોર્સ પાસે 21 એરક્રાફ્ટ

નોર્વે
રોયલ નોર્વેજીયન એરફોર્સ પાસે 4 એરક્રાફ્ટ

ઓમાન
ઓમાનની રોયલ એરફોર્સ પાસે એક એરક્રાફ્ટ

કતાર
કતાર એમિરી એરફોર્સ પાસે ચાર એરક્રાફ્ટ

બ્રિટન
રોયલ એરફોર્સ પાસે 24 એરક્રાફ્ટ

અમેરિકા
યુએસએ એરફોર્સ પાસે 91 એરક્રાફ્ટ
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી







Click it and Unblock the Notifications
