India-pakistan conflict : યુદ્ધ શરૂ થયા બાદ ક્યારે યુનાઇટેડ નેશન્સ દખલ કરે છે? જાણો શું કહે છે નિયમો?
India-pakistan conflict : ભારત અને પાકિસ્તાન વચ્ચે હાલના તણાવે આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચા જગાવી છે. પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાન પ્રત્યે આકરો અભિગમ અપનાવ્યો છે.
બીજી તરફ આના જવાબમાં પાકિસ્તાનના નેતાઓએ પરમાણુ હથિયારોનો ઉપયોગ કરવાની ધમકી આપી છે. પાકિસ્તાનના સંરક્ષણ મંત્રીએ જણાવ્યું કે તેઓ પરમાણુ હથિયારોનો ઉપયોગ ત્યારે જ કરશે જ્યારે તેમના અસ્તિત્વને સીધો ખતરો લાગશે.

આ ઉપરાંત પાકિસ્તાનના નેતાઓના ભારત વિરોધી નિવેદનોને કારણે ભારતમાં તેના સત્તાવાર એક્સ એકાઉન્ટ પણ બ્લોક કરવામાં આવ્યા છે.
આ સ્થિતિમાં બંને દેશો વચ્ચે યુદ્ધની શક્યતા વિશે અટકળો ચાલી રહી છે. જો કે, ભારત દ્વારા પાકિસ્તાન પર હુમલો થશે કે નહીં તે અંગે કોઈ સત્તાવાર માહિતી નથી. પરંતુ ભારત સરકારે પાડોશી દેશ વિરુદ્ધ કેટલાક કડક પગલાં લિધાં છે, જે બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ તણાવપૂર્ણ બનાવી રહ્યા છે.
આવી પરિસ્થિતિમાં એક મહત્વનો પ્રશ્ન ઉભો થાય છે કે જો ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ શરૂ થાય તો યુનાઇટેડ નેશન્સ (UN) કેટલા દિવસો બાદ દખલ કરે છે? અને આ અંગેના નિયમો શું છે?
યુનાઇટેડ નેશન્સની સ્થાપના 1945માં બીજા વિશ્વયુદ્ધની ભયંકર તબાહી બાદ આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા જાળવવાના ઉદ્દેશ્ય સાથે કરવામાં આવી હતી. યુએનનું મુખ્ય ધ્યેય દેશો વચ્ચે સંઘર્ષોને રોકવું, શાંતિ સ્થાપવી અને માનવ અધિકારોનું રક્ષણ કરવું છે.
યુએન સિક્યોરિટી કાઉન્સિલ, જનરલ એસેમ્બલી અને મહાસચિવ આ કાર્યમાં મહત્વની ભૂમિકા ભજવે છે. યુએન યુદ્ધ રોકવા માટે મધ્યસ્થી, વાટાઘાટો અને શાંતિ મિશન દ્વારા કામ કરે છે.
જો કે, યુદ્ધ શરૂ થયા પછી તરત જ યુએનની દખલગીરી ફરજિયાત નથી. યુદ્ધમાં યુએનની ભૂમિકા ઘણા પરિબળો પર આધાર રાખે છે, જેમ કે સભ્ય દેશોની સંમતિ, યુદ્ધની તીવ્રતા અને તેની અસર અને યુએન ચાર્ટરના નિયમોનું પાલન વગેરે સામેલ છે.
યુનાઇટેડ નેશન્સના ચાર્ટરના અધ્યાય VI હેઠળ, સિક્યોરિટી કાઉન્સિલ દેશોને શાંતિપૂર્ણ રીતે વિવાદો ઉકેલવા માટે આહ્વાન કરી શકે છે. આમાં મધ્યસ્થી, વાટાઘાટો કે આંતરરાષ્ટ્રીય ન્યાયાલય (ICJ)માં કેસ રજૂ કરવાનો સમાવેશ થાય છે.
જો શાંતિપૂર્ણ પગલાં નિષ્ફળ જાય તો અધ્યાય VII હેઠળ સિક્યોરિટી કાઉન્સિલ આર્થિક પ્રતિબંધો લાદી શકે છે અથવા આખરી ઉપાય તરીકે શાંતિ માટે સૈન્ય બળનો ઉપયોગ કરવાની મંજૂરી આપી શકે છે.
પરંતુ યુદ્ધ શરૂ થયા પછી યુએન કેટલા દિવસોમાં દખલ કરે છે તેનો કોઈ નિશ્ચિત સમય નથી. દખલગીરીનો નિર્ણય આ પરિબળો પર આધાર રાખે છે.
- સિક્યોરિટી કાઉન્સિલની સંમતિ : સિક્યોરિટી કાઉન્સિલમાં 15 સભ્યો છે, જેમાંથી 5 સ્થાયી સભ્યો (ચીન, ફ્રાન્સ, રશિયા, યુકે, યુએસ) પાસે વીટો પાવર છે. જો કોઈ સ્થાયી સભ્ય વીટોનો ઉપયોગ કરે તો દખલગીરી મુશ્કેલ બની જાય છે. ઉદાહરણ તરીકે સીરિયા યુદ્ધમાં રશિયા અને ચીનના વીટોને કારણે યુએનની દખલગીરી મર્યાદિત રહી હતી.
- યુદ્ધની ગંભીરતા : જો યુદ્ધમાં માનવ અધિકારોનું ઉલ્લંઘન, નાગરિકો પર હુમલા કે માનવીય સંકટ ઊભું થાય તો યુએન તાત્કાલિક માનવીય સહાય પૂરી પાડી શકે છે. ઉદાહરણ તરીકે યુક્રેન યુદ્ધ દરમિયાન યુએન અને તેના સહયોગીઓએ 81 લાખથી વધુ લોકોને માનવીય સહાય પૂરી પાડી હતી.
- શાંતિ મિશનની સ્થાપના : યુએન શાંતિ રક્ષક દળો (પીસકીપિંગ ફોર્સ) મોકલી શકે છે, પરંતુ આ માટે સંઘર્ષ કરી રહેલા દેશોની સંમતિ અને સિક્યોરિટી કાઉન્સિલની મંજૂરી જરૂરી છે. 1948માં પ્રથમ શાંતિ મિશન (UNTSO) ઇઝરાયેલ અને આરબ દેશો વચ્ચેના યુદ્ધવિરામની દેખરેખ માટે શરૂ કરવામાં આવ્યું હતું.
યુએનની સૌથી મોટી મર્યાદા એ છે કે તેની દખલગીરી સભ્ય દેશોની રાજકીય ઇચ્છાશક્તિ પર આધાર રાખે છે. ઉદાહરણ તરીકે, યુક્રેન-રશિયા યુદ્ધમાં રશિયાના વીટોને કારણે સિક્યોરિટી કાઉન્સિલ કોઈ મોટો નિર્ણય લઈ શકી નથી. આ સ્થિતિમાં, યુએન જનરલ એસેમ્બલી યુનાઇટિંગ ફોર પીસ રિઝોલ્યુશન હેઠળ શાંતિ માટે ભલામણો કરી શકે છે, પરંતુ આ રિઝોલ્યુશન બંધનકર્તા નથી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
