પાકિસ્તાન 2 વર્ષ બાદ અચાનક કેમ 14 ઓગસ્ટે કરવા લાગ્યો આઝાદીની ઉજવણી, જાણો એવુ શું થયુ?
Pakistan Celebrates Independence Day on 14th August: ભારત અને પાકિસ્તાનના વિભાજન પહેલા એક સમયે એક જ દેશ રહેલા આ દેશો આ વર્ષે તેમનો 78મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યા છે. પાકિસ્તાન 14 ઓગસ્ટે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરે છે અને ભારત 15 ઓગસ્ટે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરે છે.
આ બંને દેશોને ભારતીય સ્વતંત્રતા અધિનિયમ 1947 હેઠળ આઝાદી મળી હતી. પરંતુ નવાઈની વાત એ છે કે જ્યારે બંને દેશોને એક જ દિવસે આઝાદી મળી હતી તો પાકિસ્તાન એક દિવસ પહેલા એટલે કે 14મી ઓગસ્ટે આઝાદી કેમ ઉજવે છે? આજે પણ ઘણા લોકો આ પાછળનું સાચું કારણ નથી જાણતા. ચાલો જાણીએ આ પાછળની વિગતો.

કેટલાક ઈતિહાસકારોનું કહેવું છે કે ભારતના છેલ્લા વાઈસરોય લોર્ડ માઉન્ટબેટન એક સાથે દિલ્હી અને કરાંચી જઈ શકતા ન હતા, તેથી તેમણે 14 ઓગસ્ટના રોજ પાકિસ્તાનને અને 15 ઓગસ્ટે ભારતને સત્તા હસ્તાંતરિત કરી હતી. આથી જ પાકિસ્તાન તેના સ્વતંત્રતા દિવસની ઉજવણી ભારતના એક દિવસ પહેલા કરે છે.
ભારત અને પાકિસ્તાનની આઝાદી પાછળ માત્ર રાજકીય જ નહીં પરંતુ ભૌગોલિક કારણો પણ છુપાયેલા છે. વાસ્તવમાં, આઝાદીનો ઈતિહાસ બંને દેશોના પ્રમાણભૂત સમય સાથે પણ જોડાયેલો છે, પાકિસ્તાનનો પ્રમાણભૂત સમય ભારત કરતા 30 મિનિટ પાછળ છે. ખરેખર, જ્યારે ભારતમાં 12 વાગ્યા હોય છે, ત્યારે પાકિસ્તાનની ઘડિયાળોમાં 11.30 વાગે છે. અમુક અહેવાલો અનુસાર, એવું માનવામાં આવે છે કે તે રાતના 00.00 (12:00) હતા જ્યારે બ્રિટિશ સરકારે ભારતીય સ્વતંત્રતા અધિનિયમ પર હસ્તાક્ષર કર્યા હતા. એટલે કે ભારતમાં તે 15મી ઓગસ્ટ હતી અને પાકિસ્તાનમાં 14મી ઓગસ્ટે રાત્રે 11.30 વાગ્યા હતા.
ઈતિહાસ મુજબ, આઝાદી પછીના પ્રથમ બે વર્ષ સુધી, પાકિસ્તાન પણ 15 ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરતું હતું, પરંતુ પ્રથમ ગવર્નર-જનરલ મોહમ્મદ અલી ઝીણાના મૃત્યુ પછી, 14 ઓગસ્ટે પાકિસ્તાનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી શરૂ થઈ. પાકિસ્તાન દ્વારા 1948માં બહાર પાડવામાં આવેલી પ્રથમ ટપાલ ટિકિટમાં પણ આઝાદીની તારીખ 15 ઓગસ્ટ 1947 નોંધવામાં આવી છે.
વર્ષ 1948માં પાકિસ્તાનમાં આઝાદીની તારીખ બદલીને 14 ઓગસ્ટ કરવામાં આવી હતી. ઘણા મીડિયા રિપોર્ટસ અનુસાર, તે દિવસે રમઝાનનો 27મો દિવસ હતો. જે ઇસ્લામિક કેલેન્ડર મુજબ પણ ખાસ અને પવિત્ર છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
