Independence Day 2024: 77 કે 78મો? આ વર્ષે કયો સ્વતંત્રતા દિવસ મનાવાશે?
Independence Day 2024: 15 ઓગસ્ટના રોજ સમગ્ર દેશ સાથે મળીને સ્વતંત્રતા દિવસની ઉજવણી કરે છે. આ દિવસે ભારતને 200 વર્ષના સંઘર્ષ બાદ સંપૂર્ણ આઝાદી મળી હતી. આ દિવસ માત્ર ઉજવણી કરવાનો દિવસ નથી પણ દેશની આઝાદી માટે લડનારા સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાનને યાદ કરવાનો દિવસ છે.
આ દિવસે, સમગ્ર ભારતમાં સંસ્થાઓ અને પ્રતિષ્ઠિત ઇમારતો પર રાષ્ટ્રીય ધ્વજ ત્રિરંગો લહેરાવવામાં આવે છે. જો કે, જેમ જેમ દિવસ નજીક આવી રહ્યો છે, તેમ-તેમ લોકો મૂંઝવણમાં પડી રહ્યા છે કે આ વર્ષે ભારત તેનો 77મો સ્વતંત્રતા દિવસ ઉજવશે કે 78મો. આ આપણે આ લેખમાં જાણીશું.

દર વર્ષની જેમ આ વર્ષે પણ ઘણા લોકો મુંઝવણમાં છે કે ભારત આ વખતે કયો સ્વતંત્રતા દિવસ ઉજવશે. મોટાભાગના લોકોના મનમાં પ્રશ્ન હોય છે કે શું સ્વતંત્રતા દિવસની ગણતરી 15 ઓગસ્ટ, 1947 થી કરવી જોઈએ, જ્યારે ભારત સ્વતંત્ર રાષ્ટ્ર બન્યું હતું અથવા એક વર્ષ પછી, જ્યારે સ્વતંત્રતાની પ્રથમ વર્ષગાંઠ ઉજવવામાં આવી હતી.
જો સ્વતંત્રતા દિવસ એટલે કે 15 ઓગસ્ટ 1947થી ગણવામાં આવે તો ભારત સ્વતંત્રતા દિવસની 77મી વર્ષગાંઠ ઉજવશે. તે જ સમયે, જો 15 ઓગસ્ટ, 1948 થી ગણતરી કરવામાં આવે તો તે 76મો સ્વતંત્રતા દિવસ છે.
પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો (PIB) અનુસાર, 15 ઓગસ્ટ, 2022ના રોજ 76માં સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો. સરકાર દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી સિસ્ટમ મુજબ, આ વર્ષે ભારત 15 ઓગસ્ટ, 2024 ના રોજ સ્વતંત્રતાના 77 વર્ષ પૂર્ણ કરશે અને 78મો સ્વતંત્રતા દિવસ ઉજવશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
