Independence Day 2023 : જાણો Flag Hoisting અને Flag Unfurling વચ્ચે શું તફાવત છે?
Independence Day 2023 : સમગ્ર ભારત હાલમાં 77મા સ્વતંત્રતા દિવસની ઉજવણીની તૈયારી કરી રહ્યું છે. જેના ભાગરૂપે સમગ્ર દેશમાં ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, દેશમાં સ્વતંત્રતા દિવસ કે અઝાદી દિવસના અવસર પર શાળાઓ અને કોલેજોમાં દેશ ભક્તિના કાર્યક્રમો યોજવામાં આવે છે અને આ દિવસે રાષ્ટ્રીય રજા હોય છે.
77મા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરતા પહેલા Flag Hoisting અને Flag Unfurling વિશે જાણી લેવું જોઇએ. આ અહેવાલમાં આપણે જાણીશું કે, Flag Hoisting અને Flag Unfurling વચ્ચે શું તફાવત હોય છે? આ સાથે Flag Hoisting ક્યારે થાય છે અને Flag Unfurling ક્યારે કરવામાં આવે છે?

26 જાન્યુઆરીના રોજ ધ્વજ ફરકાવે છે દેશના રાષ્ટ્રપતિ - નોંધનીય બાબત છે કે, દેશના રાષ્ટ્રીય તહેવારો જેમ કે પ્રજાસત્તાક દિવસ (26 જાન્યુઆરી) અને સ્વતંત્રતા દિવસ (15 ઓગસ્ટ) પર ધ્વજ ફરકાવવામાં આવે છે, પરંતુ શું તમે જાણો છો કે આ બે દિવસના ધ્વજારોહણમાં ફરક છે. 26 જાન્યુઆરીએ દેશના રાષ્ટ્રપતિ ધ્વજ ફરકાવે છે, જ્યારે સ્વતંત્રતા દિવસે દેશના વડાપ્રધાન ધ્વજ ફરકાવે છે.
Flag Hoisting - ઉલ્લેખનીય છે કે, હકીકતમાં સ્વતંત્રતા દિવસના દિવસે રાષ્ટ્રધ્વજને નીચેથી દોરડા વડે ઉપર ખેંચવામાં આવે છે, પછી તેને ખોલીને ફરકાવવામાં આવે છે, જેને Flag Hoisting કહેવામાં આવે છે.
Flag Unfurling - જ્યારે 26 જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાક દિવસના દિવસે ધ્વજ ટોચ પર બાંધેલો રહે છે, જે ફરકાવવામાં આવે છે, જેને 'ઝંડો ફરકાવવો' કહેવામાં આવે છે, જેના માટે Flag Unfurling શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે.
ત્રિરંગો ફરકાવવા માટે શું નિયમ છે?
- આપણો રાષ્ટ્રધ્વજ એટલે કે ત્રિરંગો આપણું આનબાનશાન છે. આપણો ધ્વજ આપણી ઓળખાણ છે, તેથી તેને ફરકાવવાનો નિયમ છે, જે
- દરેક ભારતીયોએ જાણવું જરૂરી છે.
- તિરંગો હંમેશા સૂર્યોદય અને સૂર્યાસ્ત વચ્ચે ફરકાવવામાં આવે છે.
- તિરંગાને જમીન પર ન રાખવો જોઈએ.
- ધ્વજ ક્યારેય નીચો નથી ફરકાવવામાં આવતો, તે ત્યારે જ થાય છે જ્યારે દેશમાં રાષ્ટ્રીય શોક હોય.
- ધ્વજને ક્યારેય પાણીમાં ડૂબાડી શકાય નથી.
- ધ્વજના કોઈપણ ભાગને સળગાવવા, નુકસાન પહોંચાડવા અથવા તેનું અપમાન કરવાથી વ્યક્તિને જેલ પણ થઈ શકે છે.
શા માટે ઉજવાય છે સ્વતંત્રતા દિવસ?
ભારત 15 ઓગસ્ટના રોજ બ્રિટિશ શાસનથી આપણી સ્વતંત્રતાના 75 વર્ષની ઉજવણી કરશે. ભારતને 1947માં બ્રિટિશ સામ્રાજ્યના જુલમી શાસનમાંથી આઝાદી મળી હતી. પ્રથમ વખત વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુએ સ્વતંત્ર ભારતનો રાષ્ટ્રધ્વજ ઉપર લહેરાવ્યો હતો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
