IAS Tina Dabi: કલેક્ટર ટીના ડાબીએ પત્ર લખીને માંગી મેટરનિટી લીવ, જાણો શું છે આ પ્રસૂતિ રજાઓનો કાયદો
IAS Tina Dabi: આઈએએસ અધિકારી અને જેસલમેરની ડીએમ ટીના ડાબી ટૂંક સમયમાં માતા બનવા જઈ રહી છે. થોડા સમયમાં તેમના ઘરમાં નાના બાળકની કિલકારીઓ ગુંજશે. ટીના ડાબીએ સરકારને પત્ર લખીને પોતાના માટે મેટરનિટી લીવ માંગી છે. IAS ઓફિસર ટીના ડાબી અને IAS ઓફિસર પ્રદીપ ગાવંડે 22 એપ્રિલે લગ્નના બંધનમાં બંધાયા હતા. ટીના ડાબીના આ બીજા લગ્ન છે.
પ્રેગ્નન્ટ થયા પછી પણ ટીના ડાબી પોતાની જવાબદારીઓ સારી રીતે નિભાવી રહી છે. તેમની મુલાકાત દરમિયાન તેમને એક વૃદ્ધ મહિલાએ પુત્ર થવાના આશીર્વાદ આપ્યો છે. જ્યારે મહિલાને ખબર પડી કે ટીના ડાબી ગર્ભવતી છે. જે બાદ ટીના ડાબીએ હસતાં હસતાં તેમને કહ્યું કે દીકરી હોય તો વધુ સારું.

ટીના ડાબીએ ત્યાં હાજર મહિલાઓને સમજાવવાનો પ્રયાસ કર્યો કે છોકરો અને છોકરીમાં કોઈ ફરક નથી. ટીના ડાબી ગર્ભવતી છે અને હવે તેમણે સરકારને પ્રસૂતિ રજા માટે પત્ર લખ્યો છે. આવો જાણીએ પ્રસૂતિ રજા શું છે? આમાં કેટલા દિવસની રજા આપવામાં આવે છે અને કઈ મહિલાઓને પ્રસૂતિ રજા મળી શકે છે?
ગર્ભવતી વખતે મહિલાઓને પ્રસૂતિ રજા આપવામાં આવે છે, જે મહિલાઓને બાળકના જન્મથી 6 મહિનાની ઉંમર સુધી સંભાળ માટે આપવામાં આવે છે.
પ્રસૂતિ રજા તમામ સગર્ભા સ્ત્રીઓ માટે ઉપલબ્ધ છે જેઓ કામ કરતી સ્ત્રીઓ છે. જેણે 3 મહિનાથી ઓછી ઉંમરના બાળકને દત્તક લીધું હોય અથવા ગર્ભવતી હોય તેને 6 મહિનાની રજા આપવામાં આવે છે.
પ્રસૂતિ રજા દરમિયાન, મહિલાને તેની કંપની દ્વારા સંપૂર્ણ પગાર ચૂકવવામાં આવે છે. મહિલાને પ્રસૂતિ રજા શરૂ થાય તે દિવસથી અને તે સમાપ્ત થાય તે દિવસ સુધીનો પગાર મળે છે.
સગર્ભા સ્ત્રીઓ એક મહિનાની બીમારીની રજા પણ લઈ શકે છે. કાયદાએ તેને આમ કરવાનો અધિકાર આપ્યો છે. જો કોઈ મહિલા ગર્ભાવસ્થાના કારણે બીમાર હોય તો તે એક મહિનાની બીમારીની રજા લઈ શકે છે. આ દરમિયાન તેને પુરો પગાર મળે છે.
મેટરનિટી બેનિફિટ એમેન્ડમેન્ટ એક્ટ 2017 હેઠળ, ફક્ત તે મહિલાઓ જ આ રજાનો લાભ લઈ શકે છે જેમણે છેલ્લા એક વર્ષમાં ઓછામાં ઓછા 80 દિવસ તેમની કંપનીમાં કર્મચારી તરીકે કામ કર્યું છે. મેટરનિટી બેનિફિટ (એમેન્ડમેન્ટ) એક્ટ, 2017 મુજબ, ગર્ભવતી મહિલાને 26 અઠવાડિયાની પ્રસૂતિ રજા મળી શકે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
