વર્કપ્લેસ પર થતી બુલિંગનો આ રીતે કરો સામનો
ઑફિસ બુલિંગ હાલમાં એક સામાન્ય સમસ્યા બની ગઈ છે. જો કે તે એની જાતે ઠીક થઈ જશે એમ વિચારીને નજરઅંદાજ કરવાના ગંભીર પરિણામો આવી શકે છે.
ઑફિસ બુલિંગ હાલમાં એક સામાન્ય સમસ્યા બની ગઈ છે. જો કે તે એની જાતે ઠીક થઈ જશે એમ વિચારીને નજરઅંદાજ કરવાના ગંભીર પરિણામો આવી શકે છે. જો તમે આના પર કઠોર પગલાં નહિ લો તો છેવટે નોકરી બદલવાનો વારો આવી શકે છે. જો તમે પણ વર્કપ્લેસ પર આવી કોઈ સમસ્યાનો સામનો કરી રહ્યા હોય તો આ લેખમાં આપેલી રીતો અપનાવીને ઉકેલ મેળવો.

શરુઆતમાં જ ઉઠાવો પગલાં
જ્યારે કોઈ વ્યક્તિને ઑફિસમાં ચિડવવામાં કે હેરાન કરવામાં ત્યારે તેને લાગે છે કે પરિસ્થિતિ જાતે જ ઉકેલાઈ જશે. પરંતુ સમય જતાં પરિસ્થિતિ વધુ વણસી જાય છે. લોકો તમારા મૌનને નબળાઈ માને છે. તેથી જો તમારી સાથે આવુ કંઈક થઈ રહ્યુ હોય તો વિલંબ કર્યા વિના તમારો અવાજ ઉઠાવો. કહેવાય છે કે અન્યાય કરનાર કરતા તે સહન કરનાર મોટો ગુનેગાર છે.

સામસામે વાત કરો
જો કોઈ ચોક્કસ વ્યક્તિ ઑફિસમાં ગુંડાગીરી કરતો હોય તો તેની સાથે વ્યવહાર કરવાનો શ્રેષ્ઠ માર્ગ તેની સાથે સામસામે વાત કરવાનો છે. આ ચોક્કસપણે તેને ડિ-મોટિવેટ કરશે અને તમને પરેશાન કરવાનું બંધ કરશે. પરંતુ જો તેમ ન થાય તો ઑફિસમાં તેના માટે તમારી પોતાની સીમાઓ નક્કી કરો. જો તમે ઇચ્છો તો તમે સીનિયરોને તમારી સમસ્યા જણાવીને તેમની સાથે ટીમમાં કામ કરવાની ના પણ પાડી શકો છો. જ્યારે તમારો તેની સાથે કોઈ સંપર્ક નહિ હોય ત્યારે તે તમને ધમકાવી શકશે નહિ.

અભદ્ર શબ્દોનો ઉપયોગ ના કરો
જો તમે ઑફિસ બુલિંગનો શિકાર બની રહ્યા છો તો તેને રોકવુ ખૂબ જ મહત્વપૂર્ણ છે. પરંતુ તેમ છતાં તમારે અપશબ્દોનો ઉપયોગ બિલકુલ ન કરવો જોઈએ. ઑફિસમાં કામ કરવાની અને વ્યાવસાયિક સંબંધોને સંભાળવાની એક રીત છે. તેથી તમારે તમારી વ્યાવસાયિક ગરિમા જાળવીને અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરવાનુ ટાળવુ જોઈએ.

સીનિયર્સ સાથે વાત કરો
જો તમારી સાથે આવુ થતુ રહે તો ચૂપ રહેવુ એ ઉકેલ નથી. જો તમે તમારા સીનિયર અથવા એચઆર સાથે આ વિશે વાત કરો તો વધુ સારુ રહેશે. જ્યારે તમે આ કરો છો ત્યારે તે સામેની વ્યક્તિને એવો અહેસાસ કરાવે છે કે તમે નબળા નથી. તમે તમારી વાત એચઆર સામે ખૂબ જ નમ્રતાથી મૂકો. આ પછી તમે ચોક્કસપણે પરિસ્થિતિમાં પરિવર્તન અનુભવશો.

બીજા લોકો સાથે રાખો સંપર્ક
ઑફિસ બુલિંગનો શિકાર ઘણીવાર એવા લોકો થતા હોય છે જલ્દી સોશિયલાઈઝ નથી થતા. બુલિંગ કરનાર લોકો માટે આવા વ્યક્તિઓ સરળ ટાર્ગેટ હોય છે. તેથી તમારા સહકાર્યકરો સાથે હળીમળીને રહો. જ્યારે તમે તમારા સહકાર્યકરો સાથે સારા સંબંધ હોય ત્યારે તે ઑફિસનુ વાતાવરણ સારુ રહે છે અને બુલિંગ થવાની શક્યતા ઘટી જાય છે.

પ્રોફેશનલ હેલ્પ લો
ક્યારેક એવુ બને છે કે કોઈ વ્યક્તિ માટે ઑફિસ બુલિંગનો સામનો કરવો શક્ય નથી હોતો. ઑફિસની દાદાગીરીને કારણે વ્યક્તિ પણ પોતાને વધુ માનસિક રીતે અસ્વસ્થ અનુભવે છે. આ એવી પરિસ્થિતિ છે જેમાં તમને પ્રોફેશનલ હેલ્પની જરૂર પડી શકે છે. જો તમને લાગતુ હોય કે ઑફિસ બુલિંગના કારણે કારણે તમે ખૂબ જ તણાવમાં છો તો એકવાર કાઉન્સેલરની મુલાકાત અવશ્ય લો. આનાથી તમને ચોક્કસપણે ઘણો ફાયદો થશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
