હિન્દુઓએ કમાણીમાંથી કેટલુ દાન કરવુ જોઈએ? જાણો શું કહે છે શાસ્ત્રો?
ભારતીય પરંપરામાં દાનનું વિશેષ મહત્વ છે. લોકો ઉતરાયણ જેવા પ્રસંગોએ વિવિધ ધાર્મિક સંસ્થાઓથી લઈને સામાજીક સંસ્થાઓને મોટુ દાન આપે છે.
ભારતીય શાસ્ત્રોમાં પણ દાનનો મહિમા લખાયો છે. ભગવદ ગીતાથી લઈને પુરાણો સુધીમાં દાનનો ઉલ્લેખ મળે છે. તમામ શાસ્ત્રો કમાણીનો એક ભાગ દાન કરવાની વાત કરે છે.
આજે આપણે ભારતીય પંરપરા અનુસાર શાસ્ત્રોમાં કેટલુ દાન કરવા કહ્યું છે તે અને તેમાં શું ઉલ્લેખ છે તે જાણવાના છીએ.

તમને જાણીને નવાઈ લાગશે કે ધાર્મિક ગ્રંથોમાં દાનનું વિશેષ મહત્વ છે અને તેના માટે ખાસ નિયમો પણ જણાવાયા છે. આ નિયમો તમને દાન કરવાની રીત જણાવે છે.
ભગવદ ગીતામાં ત્રણ પ્રકારના દાનનો ઉલ્લેખ છે. પ્રથમ દાન સાત્વિક દાન છે. આ દાનને કોઈપણ અપેક્ષા વિના અને યોગ્ય સ્થાન અને સમયે કરવામાં આવે છે. બીજું દાન રાજસિક દાન છે, જે ફળની અપેક્ષા અને અન્ય કોઈ સ્વાર્થ માટે કરવામાં આવે છે. અન્ય એક ત્રીજું તામસિક દાન છે, જે ખોટી જગ્યાએ ખોટા સમયે અને વ્યક્તિને કરવામાં આવે છે.
શાસ્ત્રો કહે છે કે દાન હંમેશા માત્ર લાયક વ્યક્તિને જ આપવું જોઈએ. દાન કરવા ક્યારેય દેવુ કરવુ જોઈએ નહીં. આ સિવાય પરિવારના લોકોને દુખી કરીને કે ત્રાસ આપીને પણ દાન ક્યારેય ન આપવું જોઈએ. દાન વિશે એવું પણ કહેવામાં આવે છે કે સંકટ સમયે બચાવેલા પૈસા ક્યારેય દાન ન કરવા જોઈએ.
દાન કરવાથી સ્વભાવમાં હકારાત્મકતા આવે છે. જો દાન કર્યા પછી દાતાને દાન કરવાનો પસ્તાવો થાય તો તે દાન નિષ્ફળ જાય છે. કોઈ દાન શ્રદ્ધા વિના કે ખોટા ઈરાદાથી આપવામાં આવે તો તે પણ નાશ પામે છે.
આ સિવાય જે દાન ડરથી આપવામાં આવે છે તે પણ નાશ પામે છે. જે દાન સ્વાર્થપૂર્વક આપવામાં આવે છે તે પણ નાશ પામે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
