અમેરિકા દર વર્ષે કેટલા લોકોને ગ્રીન કાર્ડ આપે છે? જાણો તેમાં ભારતીયોની સંખ્યા કેટલી?
ભારતમાંથી દર વર્ષે લાખો લોકો વિદેશ જાય છે અને ત્યાં જ કાયમી વસવાટ માટે પ્રયાસ કરે છે. ખાસ કરીને ભારતીયોમા અમેરિકન ગ્રીન કાર્ડનું સપનું ઘણુ મોટુ છે.
ગ્રીમ કાર્ડ અન્ય દેશોમાંથી આવેલા લોકોને અમેરિકામાં કાયમી વસવાટ માટેનો સૌથી જરૂરી પુરાવો છે. અહીં એ સવાલ થાય કે દર વર્ષે કેટલા લોકોને અમેરિકા ગ્રીન કાર્ડ આપે છે?

ગ્રીન કાર્ડ અમેરિકન સરકાર દ્વારા જારી કરાતો સત્તાવાર દસ્તાવેજ છે. આ અમેરિકામાં કાયમી નિવાસીનો દરજ્જો આપે છે. ગ્રીન કાર્ડ ધારકોને રહેવા, કામ કરવાની, શાળાએ જવાની અને પરિવારના સભ્યોને અમેરિકા લાવવાની છૂટ મળે છે.
ગ્રીન કાર્ડને યુનાઇટેડ સ્ટેટ્સ પરમેનન્ટ રેસિડેન્ટ કાર્ડ કહેવામાં આવે છે. ગ્રીન કાર્ડ યુએસ નાગરિકતા પ્રાપ્ત કરવાનું એકમાત્ર સ્ટેપ છે. જણાવી દઈએ કે, અમેરિકા દર વર્ષે 10 લાખ લોકોને ગ્રીન કાર્ડ આપે છે.
અહીં તમને એ પણ જણાવી દઈએ કે, ગ્રીન કાર્ડ માટે લાખો લોકો રાહ જોઈ રહ્યાં હોય છે. કેટલાક કિસ્સાઓમાં લોકો 10 વર્ષ સુધી રાહ જોવે છે.
ગ્રીન કાર્ડ માટે અરજી કરવાની ઘણી રીત છે. તમારા કોઈ નજીકના સંબંધીઓ અમેરિકન નાગરિક અથવા કાયમી નિવાસી છે તો તમે તેમના દ્વારા ગ્રીન કાર્ડ માટે અરજી કરી શકો છો. આ સિવાય જો કોઈ અમેરિકન કંપનીને તમારી સેવાઓની જરૂર હોય તો તે તમારા માટે ગ્રીન કાર્ડ માટે અરજી કરી શકે છે.
જણાવી દઈએ કે, દર વર્ષે યુએસ સરકાર ગ્રીન કાર્ડ લોટરીનું આયોજન કરે છે જેમાં વિશ્વભરના લોકો ભાગ લઈ શકે છે અને જો અન્ય દેશમાં અત્યાચાર કે હિંસાનો ભોગ બન્યા હોય તે અમેરિકામાં શરણાર્થી અથવા રાજકીય આશ્રય માટે અરજી કરી શકે છે.
અમેરિકામાં રોજગાર આધારિત ગ્રીન કાર્ડ જારી કરવાની વાર્ષિક મર્યાદા 1,40,000 છે. આ સિવાય દરેક દેશ માટે 7 ટકા ક્વોટા છે. આ કારણે ભારત જેવા વસ્તી ધરાવતા દેશોના યુવાનોને ગ્રીન કાર્ડ મેળવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
