Exclusive: આધાર કાર્ડ બની શકે છે દેશ માટે ખતરો!
બેંગ્લોર: ગત કેટલાક મહિનાઓથી સુપ્રીમ કોર્ટ દ્વારા આવનાર ચૂકાદાઓ બાદ યૂઆઇડીએઆઇ અથવા આધાર કાર્ડ યોજના ઘણી ચર્ચામાં રહી છે. બાયોમેટ્રિક્સના માધ્યમથી તમને તમારી આઇડેન્ટીટી એટલે કે ઓળખ સાથે જોડાયેલો એક નંબર આપવામાં આવે છે. જે નંબર તમને મળે છે ત્યારબાદ તમે બધી સરકારી સેવાઓ અને સુવિધારો મેળવવાના હકદાર બની જાવ છો. જે સમયે સરકાર યૂઆઇડીએઆઇ પ્રોજેક્ટની શરૂઆત કરવા જઇ રહી હતી, તે સમયે કેટલાક લોકોએ આ યોજના વિરૂદ્ધ અવાજ ઉઠાવ્યો હતો.
તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટે પોતાના એક ચૂકાદામાં સરકારને સ્પષ્ટ કરી દિધું કે તે આધાર કાર્ડ માટે એકઠી કરેલી જાણકારી સીબીઆઇ અથવા પછી બીજી એજન્સીઓની નજર હેઠલ શેર કરશે નહી અને ના તો તે કોઇપણ વ્યક્તિ પાસે આધાર નંબર ન હોવાની સ્થિતી સરકારી સુવિધાથી વંચિત રાખશે. આ ચૂકાદો આવ્યા પછી યૂઆઇડીએઆઇના ચેરમેન અને અત્યારે સાઉથ બેંગ્લોરથી કોંગ્રેસના ઉમેદવાર નંદન નીલેકણીએ પોતાના ફેસબુક પેજ પર જાણકારી શેર કરી છે.

નાગરિકતાની ગેરન્ટી નહી
જ્યારે અમે આ જાણકારીઓ વાંચી રહ્યાં હતા તો તેમાં ઉપલબ્ધ એક પોઇન્ટ પર આવીને અમારી નજર અટકી ગઇ. આ પોઇન્ટમાં નીલેકણીએ પોતે આ વાતની પુષ્ટિ કરી હતી કે આધાર નંબર તમને નાગરિકતાની કોઇ ગેરેન્ટી આપતો નથી પરંતુ કોઇપણ વ્યક્તિ જે આ દેશમાં રહે છે, આધાર નંબરને પ્રાપ્ત કરી શકે છે. નીલેકણીના અનુસાર આધાર કાર્દ પર તે સ્પષ્ટપણે અંકિત છે કે આધાર નંબર દેશની નાગરિકતાનો પુરાવો નથી.

બીજા દેશનો વ્યક્તિ સરકારી સુવિધાઓનો લાભ તો ઉઠાવી શકે
અમે આ વાત અંગે ઘણા સમય સુધી વિચારતા રહ્યાં કે આધાર નંબર ભલે નાગરિકતાની કોઇ ગેરન્ટી ન હોય પરંતુ ક્યાંક ને ક્યાંક દેશમાં બીજા દેશમાંથી આવનાર વ્યક્તિ તેના દમ પર સરકારી સુવિધાઓનો લાભ તો ઉઠાવી શકે છે. જો આ લોકો સરકારી સુવિધાઓનો ફાયદો ઉઠાવી શકે છે તો બની શકે છે કે આ દેશના વિરૂદ્ધ મોટા કાવતરાને અંજામ આપવા માટે પણ આધાર નંબરનો ઉપયોગ કરે કારણ કે નીલેકણીના અનુસાર આધાર નંબર આ દેશમાં રહેનાર કોઇપણ વ્યક્તિ તેને પ્રાપ્ત કરી શકે છે.

કેમ બની શકે છે ખતરનાક
આધાર પરિયોજના વિરૂદ્ધ જે લોકોએ અવાજ ઉઠાવ્યો અને સુપ્રીમ કોર્ટમાં તેના વિરૂદ્ધ એક અરજી દાખલ કરવામાં આવી તેમાં બેંગ્લોરની એક એનજીઓ સેન્ટર ફોર ઇન્ટરનેટ એન્ડ સોસાયટી પણ સામેલ હતું. આ એનજીઓના સંસ્થાપક અને ટેક્નિકલ એક્સપર્ટ સુનીલ અબ્રાહમે અમને આધાર કાર્ડમાં ઉપલબ્ધ ખતરાઓ વિશે જણાવ્યું. યૂઆઇડીના માધ્યમથી દેશના નાગરિકોને અમેરિકાની સોશિયલ સિક્યોરિટી નંબરના તર્જ પર એક યૂનિક નંબર આપ્વાની શરૂઆત આધાર હેઠળ કરવામાં આવી.

યૂઆઇડી પહેલાં સ્કોસ્ટાનું માળખું તૈયાર કરવામાં આવ્યું હતું
સુનીલે અમને જે જાણકારી આપી તે અનુસાર યૂઆઇડી પહેલાં દેશમાં સ્કોસ્ટા નામની યોજનાનું માળખું તૈયાર કરવામાં આવ્યું હતું. એક સ્માર્ટ કાર્ડ હેઠળ નાગરિકોને તેમની ખાસ ઓળખ આપવાની તૈયારી હતી અને તેને નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર દ્વારા વિકસીત કરવામાં આવ્યું હતું. સ્કોસ્ટામાં એક પબ્લિક પ્રાઇવેટ દ્વારા એક પિન ઓથેંટિકેશન નંબર પણ આપવામાં આવ્યો હતો.

ડેટા ગુમાવવાનો ડર
તો બીજી તરફ યૂઆઇડી અથવા આધાર હેઠળ કોઇપણ વ્યક્તિના ફિંગરપ્રિંટ્સ અને આઇઆરઆઇએસ સ્કેન તેની ઓળખના પુરાવા હોય છે. તેના હેઠળ એક સેંટ્રલાઇઝ્ડ ડેટાબેઝમાં સુરક્ષિત બાયોમેટ્રિક ડેટાને કંપેયર કરવા કોઇપણ વ્યક્તિ વિશે તપાસ કરવામાં આવે છે. યૂઆઇડી એક સિમેટ્રિક ઓથેંટિકેશન ફેક્ટર પર આધારિત છે.

યૂઆઇડી અને સ્કોસ્ટા વચ્ચે અંતર
સુનીલ કહે છે કે યૂઆઇડી અને સ્કોસ્ટાનું આ અંતર તેમને એકબીજાથી અલગ કરી દે છે. સુનીલના અનુસાર જો સ્કોસ્ટા હેઠળ તમને સ્માર્ટ કાર્ડ અને પિન ચોરી થઇ જાય તો તમે તેને બ્લોક કરાવી શકો છો. ત્યારબાદ તમને નવું સ્માર્ટ કાર્ડ અને પિન મળી શકશે. પરંતુ જો તમારી બાયોમેટ્રિક આઇડેંટીટી ચોરી થઇ ગઇ તો પછી એ વાતની પુરી સંભાવના છે કે તમારી આઇડેંટીટીનો ખોટો ઉપયોગ થઇ જાય.

ડેટા પ્રાપ્ત કરવો મુશ્કેલ
સુનીલના અનુસાર આ બિલકુલ તમારા એટીએમ કાર્ડના જેવું છે જે એકવાર ખોવાઇ જતાં તમે બ્લોક કરાવી શકો છો. પરંતુ જો એકવાર તમારું બાયોમેટ્રિકસ ખોવાઇ ગયું અથવા તો પછી ચોરી થઇ ગયું તો તમે કંઇ ન કરી શકો. યૂઆઇડી સિમેટ્રિક ઓથેંટિકેશન ફેક્ટર પર આધારિત છે એટલા માટે ડેટાબેસ સેંટ્રલાઇઝ્ડ હશે અને સેંટ્રલાઇઝ્ડ ડેટાબેઝ જો એકવાર ખોવાઇ જાય તો તેને પ્રાપ્ત કરવો મુશ્કેલ હોય છે. તો બીજી તરફ સ્કોસ્ટામાં ડેટાબેઝ ડિ-સેંટ્રલાઇઝ્ડ થઇ જાય છે અને એવામાં ડેટા ખોવાઇ જતાં તેને ફરીથી પ્રાપ્ત કરવાની સંભાવના હોય છે.

કોઇપણ વ્યક્તિને આધાર નંબર મળી શકે
સુનીલ કહે છે કે જ્યારે દેશમાં રહેનાર કોઇપણ વ્યક્તિને આધાર નંબર પ્રાપ્ત થાય થઇ શકે છે તો પછી તે નંબરના જોરે ઘણા પ્રકારના કામને પણ અંજામ આપી શકે છે. એવામાં એ કહેવું કે તે નંબરનો પ્રયોગ દેશના વિરૂદ્ધ નહી કરે તે ખોટું હશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી







Click it and Unblock the Notifications
