હિંદી દિવસ: મુજે અપનોને લુટા.., ગેરો મેં કહા થા દમ
આજે હિંદી દિવસ છે. આપણાં દેશની ભાષા હિંદી છે. પરંતુ આજે હિંદી ભાષા હાંસિયામાં ધકેલાઈ ગઈ છે. અને પોતાના અસ્તિત્વ માટે સંઘર્ષ કરી રહી છે. માત્ર કહેવા માટે રાષ્ટ્રભાષા કહેવામાં આવે છે, પણ આધિકારીક રૂપે હજી સુધી તેની પુષ્ટી પણ નથી કરવામાં આવી. અને એટલે જ હિંદી ભાષા માટે એ કથન ચોક્કસ સત્ય છે કે મુજે તો અપનોને લુટા...ગૈરો મેં કહા થા દમ....
ના જાણે આમ થવા પાછળનું કારણ શું છે. કદાચ બદલાતા અને પ્રગતિશીલ સમાજના કારણે આજે હિંદી ભાષાનો ઉપયોગ દિવસેને દિવસે ઓછો થઈ રહ્યો છે.

વર્તમાન સમયની જરૂરિયાત છે અંગ્રેજી
બદલાતા સમયની સાથે હવે અંગ્રેજી ભાષાનો વ્યાપ પણ ઘણો વધ્યો છે. જો માણસ ગ્લોબલ ભાષા અંગ્રેજીને નહીં આપનાવે તો વિકસતા સમાજમાં પાછળ રહીં જશે, તેવા વિચારો સાથે મા-બાપ પણ પોતાના બાળકોને અંગ્રેજી માધ્યમની શાળામાં ભણાવવા માટે રસ લે છે.

હિંદીના રૂપ અને રંગ બદલાઈ ગયા
બદલાતા સમયની સાથે આપણી ભાષા હિંદીના રૂપ રંગ પણ બદલાયા. આજે આપણે નાના બાળકોને ફેન કહેતા શીખવીએ છીએ, નહીં કે પંખા. બાળકોને ફલની જગ્યાએ ફ્રુટ ખાશો તેમ પૂછવામાં આવે છે.

હિંદીની જગ્યાએ અંગ્રેજી
આજે લોકો હિંદીની જગ્યાએ અંગેજી બોલે છે. તમે તમારી ચારેય તરફ નજર દોડાવો તમને સમજાઈ જશે કે અમે સત્ય કહી રહ્યાં છીએ. માત્ર સામાન્ય જીવનમાં જ નહીં પણ મનોરંજનના સાધનોમાં પણ હવે અંગ્રેજીની બોલબાલા વધી છે. ફિલ્મોના નામ પણ અંગ્રેજીમાં હોય છે.

મિડીયાએ પણ ન કરી કદર
એટલું જ નહીં મિડીયા દરેક વાતે જાગૃતતાની વાત કરતું હોય છે, પણ હિંદી ભાષા માટે મિડીયાએ પણ કોઈ સરાહનીય કાર્ય નથી કર્યું.

ભાષાનો અનાદર ન કરો
કોઈ પણ ભાષાની પોતાની એક ઓળખ હોય છે. માન્યું કે અંગ્રજીની આજે જરૂરિયાત છે. પણ હિંદી આપણી ઓળખ છે. અને જરૂરીયાતની સામે ઓળખનું અપમાન ન થવું જોઈએ.

ઓછામાં ઓછા દસ હિંદી શબ્દોનો પ્રયોગ
આ તસવીર આજની છે, જે અમે તમારી સામે પ્રસ્તુત કરી છે. જો આજે આ વાચ્યાં બાદ તમે તમારા જાણકારોમાં માત્ર 10 હિંદી શબ્દોનો પ્રયોગ કરશો તો અમારૂં લખવાનું ફળશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
