Happy Womens Day 2022: આજે મહિલા દિવસ પર તમારા જીવનની ખાસ મહિલાઓને મોકલો આ વિશેષ સંદેશ
આજે મહિલા દિવસ પર તમારા જીવનની ખાસ મહિલાઓને મોકલો આ સંદેશ.
નવી દિલ્લીઃ દર વર્ષે 8 માર્ચના દિવસે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ મનાવવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવવાનો મુખ્ય હેતુ આપણા સમાજમાં મહિલાઓને સશક્ત કરવી અને તેમની આર્થિક, રાજકીય, સામાજિક સહિત વિવિધ ક્ષેત્રોમાં ભાગીદારી વધારવા અને તેમના અધિકારો પ્રત્યે જાગૃત કરવાનો છે. આ વર્ષે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની થીમ 'એક સ્થાયી કાલ માટે આજે લૈંગિક સમાનતા' છે.

આજે પણ ઘણા દેશોમાં લૈંગિક સમાનતાને લઈને ઘણા મતભેદો પ્રવર્તે છે. ઘણા દેશોમાં આજે પણ મહિલાઓને પુરુષોને સમાન અધિકાર આપવામાં આવ્યા નછી. એવામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવવા પાછળનો મુખ્ય ઉદ્દેશ દુનિયાભરમાં લૈંગિક સમાનતાનો સંદેશ ફેલાવવાનો છે. આનો ઉદ્દેશ વિવિધ ક્ષેત્રોમાં મહિલાઓની ઉપલબ્ધિ અને યોગદાનને ચિહ્નિત કરવા અને એક એવા સમાજના નિર્માણની દિશામાં કામ કરવાનો છે જે બધા લૈંગિક પૂર્વગ્રહો, રુઢીઓ, લૈંગિક સમાનતા અને ભેદભાવથી મુક્ત હોય.
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના પ્રસંગે સહુ કોઈ પોતાના જીવનની ખાસ મહિલાને શુભકામના સંદેશ મોકલે છે. આ સાથે જ તેમને સ્પેશિયલ પણ ફીલ કરાવે છે. આ પ્રસંગે અમે તમારા માટે અમુક ખાસ કોટ્સ લઈને આવ્યા છે જેને તમને પોતાના જીવનમાં ખાસ સ્થાન ધરાવતી મહિલાને મોકલી શકો છો.
સ્પેશિયલ મહિલાઓને મોકલો ખાસ સંદેશ
મહાત્મા ગાંધી
- અહિંસા આપણા જીવનનો ધર્મ છે તો ભવિષ્ય નારી જાતિના હાથમાં છે.
- મહિલાઓને નબળી માનવી ગુનો છે, એ પુરુષોનો મહિલાઓ પ્રત્યે અન્યાય છે.
- નારી પર એવો કોઈ પ્રતિબંધ ન લગાવવો જોઈએ જે પુરુષો પર ના લગાવવામાં આવ્યો હોય.
સ્વામી વિવેકાનંદ
- દુનિયાનો વિકાસ ત્યાં સુધી સંભવ નથી જ્યાં સુધી મહિલાઓની સ્થિતિ ન સુધરે. એક પાંખની મદદથી કોઈ ચકલી ઉડી ના શકે.
- આપણે પ્રાચીન ભારતની નારીઓને આદર્શ માનીને જ નારીનુ ઉત્થાન અને સશક્તિકરણ કરી શકીએ છીએ.
બાબાસાહેબ ભીમરાવ આંબેડકર
- હું કોઈ સમાજની પ્રગતિ એ સમાજમાં મહિલાઓ દ્વારા કરવામાં આવેલી પ્રગતિથી આંકુ છુ.
આલ્બર્ટ આઈન્સ્ટાઈન
- ભીડનુ અનુસરણ કરતી મહિલા ભીડની સીમાથી વધુ આગળ નથી જઈ શકતી. પોતાના વિવેકથી ચાલતી મહિલા જીવનમાં એ સ્થાન મેળવી લે છે જ્યાં કોઈ નથી પહોંચી શકતુ.
કાર્લ માર્કસ
- પુરુષ પોતાનુ ભાગ્ય નિર્માણ નથી કરતો. તેના જીવનમાં રહેલી મહિલા પોતાના ગુણોતી તેના માટે ભાગ્યનુ નિર્માણ કરે છે.
ચાર્લ્સ મલિક
- સમાજને બદલવાની સૌથી ઝડપી રીત છે દુનિયાની મહિલાઓને સંગઠિત કરવી.
કોફી અન્નાન
મહિલાઓના સશક્તિકરણથી વધુ પ્રભાવી વિકાસનુ કોઈ સાધન નથી.
-
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
Strait of Hormuz સંકટ વચ્ચે PM મોદીનો મોટો દાવ: ‘E20’ થી તેલની આયાત ઘટશે, ખેડૂતોની આવક પણ વધશે! -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ






Click it and Unblock the Notifications
