ગુરુ પૂર્ણિમા: 27 જુલાઇએ છે ગુરુ પૂર્ણિમા, જાણો તેનું મહત્વ, રાશિ અનુસાર કરો દાન
અષાઢ મહિનાની પૂનમને ગુરુ પૂર્ણિમા કહેવામાં આવે છે, આ દિવસે ગુરુની પૂજા કરવામાં આવે છે, આ વખતે 27 મી જુલાઇએ આ દિવસ આવ્યો છે.
અષાઢ મહિનાની પૂનમને ગુરુ પૂર્ણિમા કહેવામાં આવે છે, આ દિવસે ગુરુની પૂજા કરવામાં આવે છે, આ વખતે 27 મી જુલાઇએ આ દિવસ આવ્યો છે. આ ઋતુ પછી ચાર મહિના સુધી પૂજા એટલે કે શિક્ષણ ગ્રહણનું વિધાન છે કારણ કે આ ચાર મહિનામાં ન વધારે ગરમી કે ન વધારે ઠંડી હોય છે તેથી આ ચાર મહિના અભ્યાસ માટે સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે, ગુરુ પૂર્ણિમાના દિવસે મહાભારતના રચયિતા કૃષ્ણ દ્વૈપાયન વ્યાસનો જન્મદિવસ પણ છે, તેમણે પોતે જ ચાર વેદની રચના પણ કરી હતી. આ કારણે તેમનું એક નામ વેદ વ્યાસ પણ છે.

ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમાના નામથી પણ ઓળખવામાં આવે છે
તેઓ આદિગુરુ તરીકે પણ ઓળખાય છે અને તેમના માનમાં ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. ભક્તિકાળના સંત ઘીસાદાસ પણ આ દિવસે જન્મ્યા હતા, તે કબીરદાસના શિષ્ય હતા.

ગુરુનો અર્થ
શાસ્ત્રોમાં ગુ નો અર્થ કરવામાં આવ્યો છે - અંધકાર અથવા મૂળ અજ્ઞાનતા અને રુ નો અર્થ - તેને દૂર કરનાર. ગુરુને 'ગુરુ' એટલા માટે કહેવાય છે કે તેઓ અંધકાર દૂર કરી પ્રકાશ તરફ લઇ જાય છે.

દરેક શુભ દિવસની અસર તમારા જીવન પર પડે છે...
માન્યતા મુજબ, દરેક શુભ દિવસની અસર તમારા જીવન પર પડે છે અને તમારી રાશિ પર અસર થાય છે. તેથી તમે આ ખાસ દિવસને વધુ ખાસ બનાવવા માટે રાશિ મુજબ અમુક ખાસ વસ્તુઓનું દાન કરો અને આ દિવસનો પર્યાપ્ત શુભ લાભ મેળવો.

આ રીતે કરો દાન
- મેષ: આ રાશિના લોકોએ મગનું દાન કરવું જોઈએ.
- વૃષભ: આ રાશિના લોકોએ ચાંદીનું દાન કરવું જોઈએ.
- મિથુન: આ રાશિના લોકોએ શૉલનું દાન કરવું જોઈએ.
- કર્ક: આ રાશિના લોકોએ ચોખાનું દાન કરવું જોઈએ.
- સિંહ: આ રાશિના લોકોએ પંચ ધાતુથી બનેલી કોઈ વસ્તુનું દાન કરવું જોઈએ.
- કન્યા: આ રાશિના લોકોએ ડાયમંડનું દાન કરવું જોઈએ.

આ રીતે કરો દાન
- તુલા: આ રાશિના લોકોએ ધાબળાનું દાન કરવું જોઈએ.
- વૃશ્ચિક: આ રાશિના લોકોએ માણિકનું દાન કરવું જોઈએ.
- ધનુ: આ રાશિના લોકોએ સોનાનું દાન કરવું જોઈએ.
- મકર: આ રાશિના લોકોએ પીળા વસ્ત્રનું દાન કરવું જોઈએ.
- કુંભ: આ રાશિના લોકોએ સફેદ રંગની વસ્તુઓનું દાન કરવું જોઈએ.
- મીન: આ રાશિના લોકોએ ચણાની દાળનું દાન કરવું જોઈએ.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
