વેચાયા બાદ શું-શું થાય છે દુલ્હન સાથે?
આસારામ બાપુ અને તરુણ તેજપાલ જેવા લોકોના સેક્સ સ્કેન્ડલ મીડિયામાં કેટલા ચગ્યા છે, તેના આપણે બધા છીએ, પરંતુ દુઃખની વાત એ છે કે કેમેરાની નજર બબલી જેવી યુવતીઓ સુધી નથી પહોંચી, જેને તેના જ સંબંધીઓએ અપહરણ કરીને વેંચી નાંખી. અમે આ લેખની શરૂઆત કરી રહ્યાં છીએ ઉત્તર પ્રદેશના હરદોઇના મોટા ચૌરાહા પાસે રહેતી બબલીની કહાણીથી, જેનું પાંચ વર્ષ પહેલા અપહરણ કરવામાં આવ્યુ હતું. બબલીની કહાણીની સાથે અમે તમને જણાવીશું કે ભારતની અઢી લાખ યુવતીઓ સાથે શું-શું થયું.
બબલી 10મા ધોરણમાં ભણતી હતી, જ્યારે સ્કૂલથી તે પરત ફરી રહી હતી, તો કેટલાક લોકોએ તેનું અપહરણ કરી દીધું. તેને કારમાં બેસાડીને સૌથી પહેલા મેરઠ લઇ ગયાં, જ્યાં તેનો 20 હજારમાં સોદો કરી દેવામાં આવ્યો. મેરઠમાં જે લોકોએ તેને ખરીદી તેમણે એક વાર નહીં પરંતુ અનેકવાર તેના પર બળાત્કાર ગુજાર્યો અને જ્યારે મન ભરાઇ ગયું ત્યારે તેના લગ્ન કરી દેવાનું નક્કી કર્યું. બબલીને દુલ્હન બનાવવામાં આવી. બબલીને લાગ્યું કે કદાચ તેનું જીવન સુધરી જશે, પરંતુ તેવું થયું નહીં, ત્યાં તેના પતિ સહિત પતિના ભાઇઓએ પણ તેને હવસની શિકાર બનાવી.
બબલીએ અનેકવાર ભાગવાનો પ્રયાસ કર્યો, પરંતુ નિષ્ફળ રહેતી. 2012માં દિવાળીની રાત્રે જ્યારે આખું ઘર દિવાળીની મજા માણી રહ્યું હતું, ત્યારે બબલી ત્યાંથી ભાગી ગઇ અને સીધી પોલીસ સ્ટેશન પહોંચી. પોલીસ અને એક એનજીઓની મદદથી આજે બબલી પોતાના ઘરે પરત ફરી છે, પરંતુ કહાણી અહીં ખતમ નથી થઇ, પણ શરૂ થઇ છે. કારણ કે, માત્ર રાજસ્થાનમાં જ બબલી જેવી 2,619,160 યુવતીઓ છે, જે ક્યાં છે, તેની સાથે શું થઇ રહ્યું છે, જીવીત છે કે નહીં, કોને વેચવામાં આવી છે? તે અંગે કોઇ જાણતું નથી, કારણ કે, પશ્ચિમી ઉત્તર પ્રદેશ, હરિયાણા અને રાજસ્થાનમાં યુવતીઓની ખરીદી અને વેચાણનો વ્યવસાય વર્ષોથી ચાલી રહ્યો છે, અને પોલીસ પણ તેને રોકવામાં નિષ્ફળ રહી છે.
યુવતીના ખરીદ વેચાણ સાથે જોડાયેલા તથ્યો અમે અહીં તસવીરો થકી જાણવી રહ્યાં છીએ, જેને વાંચીને તમે પણ ચોંકી જસો, કારણ કે ભારતમાં ભયાનક અપરાધને ખાતમો હજુ સુધી એકપણ રાજ્યની પોલીસ બોલાવી શકી નથી.

રાજસ્થાનમાં અઢી લાખ યુવતી ગાયબ
2011ના સેંસસના અહેવાલ અનુસાર રાજસ્થાનમાં છેલ્લા પાંચ વર્ષોમાં 2,619,160 યુવતીઓ ગાયબ થઇ ગઇ છે. ક્યાં ગઇ, કોઇને ખબર નથી, કેટલાક મામલા તો પોલીસમાં નોંધાયા પણ નથી.

દુલ્હનનો વ્યાપાર
લગ્નના નામે દુલ્હનનો વ્યાપાર સૌથી વદારે રાજસ્થાન અને હરિયાણામાં થાય છે.

દુલ્હનો સાથે બળાત્કાર
વેચાયા બાદ દુલ્હનો સાથે એક નહીં પરંતુ અનેકવાર બળાત્કાર કરવામાં આવે છે અને વારંવાર તેને વેચવામાં આવે છે. કેટલીક દુલ્હનોનો તો અંતમાં વેશ્યાવૃત્તિના દલદલમાં ફસાઇ જાય છે.

વેચાયેલી દુલ્હનોના કોડવર્ડ
જે દુલ્હનો વેચાઇ ગઇ હોય છે, તેને પારો, મોલકી, જુગાડ, માલ વિગેરે સહિતના નામોથી સંબોધિત કરવામાં આવે છે.

પછાત વર્ગની યુવતીઓ
આવી ઘટનાઓનો શિકાર સૌથી વઘારે પછાત વર્ગની યુવતીઓ થાય છે, કારણ કે તેમના ગરીબ માતા-પિતા પૈસાની લાલચમાં પોતાની પુત્રીનો સોદો કરી નાખે છે.

2થી 50 હજાર રૂપિયા સુધીની કિંમત
હરિયાણામાં દુલ્હનોની કિંમત 2 થી 50 હજાર સુધીની હોય છે. અનેકાર એક લાખ સુધીની કિંમત પણ ચુકવવામાં આવે છે.

90 ટકા યુવતીઓ દેશની અંદર
ગ્લોબલ વ્યાઇસના અહેવાલ અનુસાર 90 ટકા યુવતીઓ દેશની અંદર જ વેચવામાં આવે છે એટલે કે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં.

અન્ય રાજ્યોની સ્થિતિ
દેશભરમાં ખરીદાયેલી અને વેચાયેલી યુવતઓમાં 23 ટકા પશ્ચિમ બંગાળ, 17 ટકા બિહાર, 13 ટકા આસામ, 11 ટકા આંધ્ર પ્રદેશ, 8 ટકા ઓરિસ્સા અને 6 ટકા કેરળમાંથી છે.

ઉમર 13થી 23 વર્ષ
જે યુવતીઓનું વેચાણ કરવામાં આવે છે, તેમાં મોટાભાગની ઉમર 13થી 23 વર્ષની વચ્ચે હોય છે.

પતિ ઉપરાંત અન્યો પણ કરે છે સંભોગ
ખરીદવામાં આવેલી દુલ્હન સાથે માત્ર તેનો પતિ જ સંભોગ નથી કરતો પરંતુ પતિના ભાઇ અને મિત્રો પણ રાતોને રંગીન બનાવે છે. તેથી આવી દુલ્હનોને એચઆઇવીનો ખતરો વધારે રહે છે.

70 ટકા સાથે સામૂહિક બળાત્કાર
ઇસ્ટર્ન પોસ્ટના અહેવાલ અનુસાર વેચાયા બાદ 70 ટકા દુલ્હનો સાથે સામૂહિક બળાત્કાર કરવામાં આવે છે.

આ લગ્ન નહીં પણ ગુનો છે
આ દુલ્હનોના ખરીદ વેચાણ એ શાદી નહીં પરંતુ એક ગુનો છે, જેને રોકવામાં પોલીસ હજુ સુધી નિષ્ફળ નિવડી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?









Click it and Unblock the Notifications
