Green City: કર્મચારી નગરીથી સોલાર સિટી તરફની દોટ
ગાંધીનગર, 2 ઓગષ્ટ: ગુજરાત રાજ્યના પાટનગરની સ્થાપનાને 2 ઓગસ્ટના રોજ 49 વર્ષ પુરાં થઇ ગાંધીનગરનો 50માં વર્ષમાં પ્રવેશ થઇ રહ્યો છે. ગાંધીનગરના 50મા સ્થાપના દિનની ઉજવણી પ્રસંગે વિવિધ કાર્યક્રમોનું કરવામાં આવ્યું હતું. એક સમયે માત્ર કર્મચારી નગર તરીકે ઓળખાતાં ગાંધીનગરે છેલ્લા 49 વર્ષમાં વિકાસની હરણફાળ ભરીને વિવિધ ક્ષેત્રે પોતાની આગવી ઓળખ ઉભી કરી છે.
ગુજરાત રાજ્યની અલગ રચનાના પાંચ વર્ષ પછી 2 ઓગષ્ટ, 2965ના રોજ પાટનગર ગાંધીનગરની સ્થાપના માટે પ્રથમ ઇંટ મુકાઇ હતી. ગાંધીનગરની રચનામાં જુદાં જુદાં 12 ગામોની 2382 ખેડૂતોની 10,500 હેક્ટર ખેતીની જમીન તેમજ 5000 એકર ગૌચર - ખરાબાની કિંમતી જમીન વપરાઇ છે. પહેલી મે, 1970થી સચિવાલય કાર્યરત થવા સાથે સેક્ટર-29 અને 28માં વસવાટ શરૂ થયો હતો.
છેલ્લા પાંચ દસકામાં ગાંધીનગરે અનેક વાર ચડતી પડતી જોઇ છે. વારંવાર યોજાતા રેલી ધરણા અને આંદોલનો ગાંધીનગરજનો માટે એક સામાન્ય બાબત બની ગયા છે. ગાંધીનગરવાસીઓ તહેવારો અને સાંસ્કૃતિક પ્રવૃતિ અને મેળામાં ઉત્સાભેર જોડાઇને ધર્મ અને સંસ્કૃતિનું રક્ષણ કરવામાં ક્યારેય પાછા પડતા નથી. જે એકવાર આ શહેરમાં પગ મૂકે છે તેને અહીંથી જવાની ઇચ્છા થતી નથી આવનાર વ્યક્તિને પરમ શાંતિનો અનુભવ થાય છે.

મહાત્મા ગાંધીના નામે સ્થપાયેલા ગાંધીનગર
સાબરમતી નદીના કાંઠે મહાત્મા ગાંધીના નામે સ્થપાયેલા ગાંધીનગરમાં આડા સાત માર્ગોને એકથી સાત નંબર તથા ઉભા માર્ગોને ક થી જ સુધી નામ આપવામાં આવ્યાં હતા જ્યારે ચાર રસ્તાને ક-૧ થી જ-૭ સુધી અત્યાર સુધી ઓળખાતા હતા.તાજેતરમાં સરકાર દ્વારા ક્કકો - બારાક્ષરીના બદલે આજે સ્વામી વિવેકાનંદ માર્ગ, ઇન્દિરા ગાંધી માર્ગ. શ્રી શ્રી રવિશંકર માર્ગ, મહાત્મા માર્ગ જેવા ગુજરાતની મહાન વિભુતીઓ ઉપરથી રાજમાર્ગો અને સર્કલોનું નામાકરણ કરવામાં આવ્યું છે. પરંતુ અત્રે ઉલ્લેખનીય છે કે આ નામો લોકોને યાદ રાખતાં વર્ષો લાગશે.

ગિફ્ટ સીટી
ટૂંક સમયમાં મહાત્મા મંદિર, ગિફ્ટ સીટી જેવા બિઝનેસ હબની સ્થાપના ગાંધીનગર એક નવી ઓળખ ઉભી કરવા જઇ રહ્યું છે.

પંડિત દિનદયાળ પેટ્રોલીયમ યુનિવર્સિટી
ગાંધીનગર અને તેની આસપાસ વ્યાપારી સંકુલો પેટ્રોલીયમ યુનિવર્સિટી, અદ્યતન શૈક્ષણિક સંસ્થાઓ, તેમજ કોલેજોની સ્થાપના બાદ મહાનગર બનેલા ગાંધીનગરમાં આગામી સમયમાં મહાત્મા મંદિર, ગિફ્ટ સીટી નવી ઓળખ ઉભી કરશે. રેલ્વેના સીમીત વિકાસ વચ્ચે આગામી દસકામાં મેટ્રો ટ્રેનનો મહાત્વાકાંક્ષી પ્રોજેક્ટનું સપનું સાકાર થવાનું છે.

એજ્યુકેશન હબ
એક સમયનું ગાંધીનગર અત્યારે માત્ર કર્મચારી નગર જ ન રહેતા આજે એજ્યુકેશન હબ અને સોલાર સીટી સુધીના શિખરે પહોંચ્યું છે.

મહાત્મા મંદિર
ટૂંક સમયમાં મહાત્મા મંદિર, ગિફ્ટ સીટી જેવા બિઝનેસ હબની સ્થાપના ગાંધીનગર એક નવી ઓળખ ઉભી કરવા જઇ રહ્યું છે.

ગિફ્ટ સીટી
ગાંધીનગર અને તેની આસપાસ વ્યાપારી સંકુલો પેટ્રોલીયમ યુનિવર્સિટી, અદ્યતન શૈક્ષણિક સંસ્થાઓ, તેમજ કોલેજોની સ્થાપના બાદ મહાનગર બનેલા ગાંધીનગરમાં આગામી સમયમાં મહાત્મા મંદિર, ગિફ્ટ સીટી નવી ઓળખ ઉભી કરશે.

ઇન્ફો સિટી
ગાંધીનગરના વિકાસ અને પ્રગતિમાં સતત વધારો થતાં એક સમયનું ગાંધીનગર અત્યારે માત્ર કર્મચારી નગર જ ન રહેતા આજે એજ્યુકેશન હબ અને આઇટી હબ સુધીના શિખરે પહોંચ્યું છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
