Gandhi Jayanti: બાપૂથી પ્રેરિત થઈને સ્ટીવ જૉબ્ઝ પહેરતા હતા ગોળ ચશ્મા, જાણો મહાત્મા ગાંધીની 10 રોચક વાતો
મહાત્મા ગાંધીની 154મી જયંતિ પર અમે તમને તેમના વિશે અમુક એવી વાતો જણાવીશુ જે કદાચ જ તમે જાણતા હશો.
નવી દિલ્લીઃ ભારત સહિત દુનિયાભરમાં આજે 2 ઓક્ટોબરના રોજ મહાત્મા ગાંધીની જયંતિ મનાવવામાં આવી રહી છે. આજે દુનિયા મહાત્મા ગાંધીની 154મી જયંતિ મનાવી રહી છે. ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ અહિંસા અને સત્યના રસ્તે ચાલીને આપણે દેશને સ્વતંત્રતા અપાવી. મહાત્મા ગાંધીનો જન્મ 2 ઓક્ટોબર, 1869માં ગુજરાતના પોરબંદરમાં થયો હતો. તેમનુ આખુ નામ મોહનદાસ કરમચંદ ગાંધી હતુ. મહાત્મા ગાંધી ભારતીય સ્વતંત્રતા આંદોલનના એક પ્રમુખ રાજનૈતિક અને આધ્યાત્મિક નેતા હતા. નાથૂરામ ગોડસેએ 30 જાન્યુઆરી, 1948ના રોજ દિલ્લીમાં ગોળી મારીને મહાત્મા ગાંધીની હત્યા કરી દીધી હતી. ગાંધીજીના નિધન બાદ દર વર્ષે 2 ઓક્ટોબરને ગાંધી જયંતિ તરીકે મનાવવામાં આવે છે. મહાત્મા ગાંધીની 154મી જયંતિ પર અમે તમને તેમના વિશે અમુક એવી વાતો જણાવીશુ જે કદાચ જ તમે જાણતા હશો.

1. મહાત્મા ગાંધીજીનુ નાગરિક અધિકાર આંદોલન(સિવિલ રાઈટ્સ આંદોલન) કુલ 4 મહાદ્વીપો અને 12 દેશોમાં ફેલાયેલુ હતુ.
2. મહાત્મા ગાંધીને 5 વાર નોબેલ શાંતિ પુરસ્કાર માટે નૉમિનેટ કરવામાં આવ્યા હતા પરંતુ તેમને ક્યારેય આ પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવ્યા નહોતા.
3. ગાંધીજીના નિધનના 21 વર્ષ બાદ ગ્રેટ બ્રિટને તેમના સમ્માનમાં એક ટપાલ ટિકિટ જાહેર કરી હતી. ગ્રેટ બ્રિટ એ દેશ હતો જેના વિરોધમાં બાપૂએ આઝાદી માટે લડાઈ લડી હતી.
4. વિશ્વના સૌથી મોટા ઈનોવેટર સ્ટીવ જૉબ્ઝ મહાત્મા ગાંધીના પ્રશંસક હતા. મહાત્મા ગાંધીથી પ્રેરિત થઈને અને તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે સ્ટીવ જૉબ્ઝ ગોળ ચશ્મા પહેરતા હતા.
5. ભારતના સ્વતંત્રતા આંદોલન દરમિયાન મહાત્મા ગાંધીની 13 વાર ધરપકડ કરવામાં આવી હતી. તેમણે પોતાની આખી જિંદગીમાં 17 આમરણાંત ઉપવાસ કર્યા હતા. આ ઉપરાંત ગાંધીજી સતત 114 દિવસ ભૂખ્યા રહ્યા હતા. ગાંધીજીએ પોતાના જીવનના 6 વર્ષ 5 મહિના જેલમાં પસાર કર્યા હતા.
6. મહાત્મા ગાંધીના અંતિમ સંસ્કાર દરમિયાન શબ યાત્રા 8 કિલોમીટર લાંબી હતી.
7. ભારતની બહાર દુનિયાભરના દેશોમાં 48 રસ્તાઓ છે જેમના નામ મહાત્મા ગાંધીના નામ પર રાખવામાં આવ્યા છે. વળી, ભારતમાં નાના-મોટા રસ્તાને છોડી દઈએ તો પણ આખા દેશમાં ગાંધીજીના સમ્માનમાં 53 મોટા રસ્તા છે.
8. મહાત્મા ગાંધીને 1930માં ટાઈમ મેગેઝીને એ વર્ષના 'મેન ઑફ ધ યર' ઘોષિત કર્યા હતા. મહાત્મા ગાંધી એક મહાન લેખત હતા. મહાત્મા ગાંધીના કલેક્ટેડ વર્કસમાં 50,000 પેજ છે.
9. ભારતના તમિલનાડુના મદુરાઈ શહેરમાં 1959માં ગાંધી સ્મારક સંગ્રહાલયની સ્થાપના કરવામાં આવી હતી. તેને ગાંધી સંગ્રહાલયના નામથી પણ ઓળખવામાં આવે છે. આમાં એક લોહીવાળુ કપડુ છે, જે મહાત્મા ગાંધીએ પોતાની હત્યાના દિવસે પહેર્યુ હતુ, જ્યારે નથૂરામ ગોડસેએ તેમને ગોળી મારી હતી.
10. જ્યારે જવાહરલાલ નહેરુ આઝાદીની ઉજવણી કરવા માટે ભાષણ આપી રહ્યા હતા ત્યારે એ સભામાં મહાત્મા ગાંધી હાજર નહોતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
