આ છે બૉલીવુડ સ્ટાર્સના ફેવરિટ ટૂરિસ્ટ સ્પૉટ
કામ, કામ અને માત્ર કામ, આખરે ક્યા સુધી અને કેટલું. આ ફીલિંગ આવતા જ દિલ ઉછળવા લાગે છે, કોઇ સુંદર, શાંત અને કામથી દૂર એક એવા સ્થળે જઇને પોતાનો સમય વિતાવવા માટે. જ્યાં તમે માત્ર આરામ કરો અને ભગવાન દ્વારા રચવામાં આવેલી સુંદર દુનિયાની મજા લઇ શકો. બૉલીવુડ સેલિબ્રિટીઝ પણ દિવસ રાતની મહેનત અને શૂટિંગથી એટલા પરેશાન થઇ જાય છેકે વર્ષમાં એકવાર અથવા તો બેવાર પોતાના પરિવાર સાથે ક્યાંક ફરવા માટે જવાની યોજના ઘડી કાઢે છે. શાહરુખ ખાનથી લઇને અક્ષય કુમાર, આમિર ખાન, સલમાન ખાન પણ દર વર્ષે એક અથવા બે ટ્રીપ જરૂર કરે છે. તો ચાલો તસવીરો થકી જાણીએ આ સ્ટાર્સના ફેવરીટ ટૂરિસ્ટ સ્પૉટ અંગે.

શાહરુખ ખાન
બૉલીવુડ કિંગ શાહરુખ ખાનનું સૌથી મનપસંદ સ્થળ લંડન છે. શાહરુખા ખાનનો પુત્ર આર્યન પણ લંડનમાં અભ્યાસ કરે છે.

શાહરુખ અને ગૌરી ખાન
એક તરફ જ્યાં શાહરુખ ખાનને એકલા લંડન જવાનું પસંદ છે, ત્યાં બીજી તરફ શાહરુખ અને ગૌરી ખાન બન્નેનું સાથે પ્રવાસ કરવા માટેનું મનપસંદ સ્થળ પેરિસ છે. જ્યાં શાહરુખ ખાનની હિટ ફિલ્મ દિલવાલે દુલ્હનિયા લે જાયેંગેનું શૂટિંગ થયું હતું.

સલમાન ખાન
સલમાન ખાનના મનપસંદ સ્થળની વાત કરીએ તો પનવેલ સ્થિત પોતાના ફાર્મ હાઉસ સુધી ડ્રાઇવ કરીને જવુ અને ત્યાં શાંતિમાં અમુક સમય વિતાવવાનું તેને પસંદ છે. સલમાન ખાનનું કહેવું છેકે કામ સબબ તે ઘણો દૂર થઇ જાય છે, પરંતુ જ્યારે તે ઘરે હોય છે, ત્યારે તેને માત્ર પનવેલ જ વધારે પસંદ પડે છે.

આમિર ખાન અને કિરણ રાવ
આમિર ખાન અને કિરણ રાવને પંચગિની જવાનું વધારે પસંદ છે. બન્ને પોતાના હનીમૂન માટે પંચગિનીના લક્ઝરી રિસોર્ટમાં ગયા હતા. પર્વતોથી ઘેરાયેલા પંચગિનીમાં ઘણી શાંતિ અને ચારેકોર સુંદરતા જ સુંદરતા જોવા મળે છે.

રિતિક રોશન અને સુઝેન રોશન
જોકે હાલ તો તેઓ અલગ છે, પરંતુ જ્યારે રિતિક અને સુઝેન સાથે હતા ત્યારે બન્ને યુરોપ જઇને રોમેંટિક સમય વિતાવતા હતા.

અક્ષય કુમાર
અક્ષય કુમારે તાજેતરમાં જ પોતાની ફિલ્મ હોલિડેના ઇન્ટરવ્યુ દરમિયાન કહ્યું કે, તેમનું મનપસંદ સ્થળ ગોવા છે. તે વર્ષણાં અંદાજે ચાર કે પાંચ વાર બહાર ટ્રીપ કરે છે અને ગોવામાં અંદાજે એક અઠવાડિયું વિતાવે છે.

અમિતાભ બચ્ચન
અક્ષય કુમારની જેમ બૉલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન પણ પોતાના પરિવાર સાથે ગોવા જવાનું વધારે પસંદ કરે છે. અમિતાભ બચ્ચન તાજેતરમાં જ પોતાના પરિવાર સાથે ગોવાની ટ્રીપ કરીને આવ્યા છે.

જેનેલિયા ડિસૂઝા અને રિતેશ દેશમુખ
જેનેલિયા અને રિતેશનું મનપસંદ ટૂરિસ્ટ સ્પોટ વાઇજૈગ છે. પોતાના લગ્ન બાદ તેઓ હનીમૂન માટે પણ આ જ સ્થળે ગયા હતા.

વિદ્યા બાલન અને સિદ્ધાર્થ રોય કપૂર
વિદ્યા બાલન અને સિદ્ધાર્થ રોય કપૂર કે જેમણે ગયા વર્ષે લગ્ન કર્યા છે, તેમનું મનપસંદ સ્થળ કેરિબિયન આઇલેન્ડ છે. પોતાના હનીમૂન માટે આ સેલિબ્રિટી ત્યાં જ ગયું હતું.

પ્રિયંકા ચોપરા
પ્રિયંકા ચોપરા થાઇલેન્ડ જવાનું વધારે પસંદ કરે છે. સન સૈંડ અને સી આ ત્રણેય કોંબીનેશન પ્રિયંકાને ઘણા પસંદ છે. તે દર વર્ષે સમય કાઢીને ત્યાં જવાનું પસંદ કરે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
