એનિમલ વર્લ્ડમાં આમને કહેવાય છે ઝડપના બાદશાહ
આપણે રસ્તાઓ પર હવા સાથે વાતો કરતી કાર્સને જોઇ હશે. માનવી સમક્ષ જ્યારે ઝડપની વાત કરવામાં આવે ત્યારે તેઓ, ઝડપી કાર, કોમ્પ્યુટર, ઇન્ટરનેટ કે પછી ઝડપી ટ્રેનની વાતો કરતા હોય છે, આ તો બધી ટેક્નોલોજી થઇ પરંતુ કુદરતે સર્જેલા આ વિશ્વમા તેમણે એવા અનેક સર્જન કર્યા છે કે તેમની ઝડપના હર કોઇ દિવાના છે. કાર જેટલી જ ઝડપથી આ પ્રાણીઓ હવા સાથે વાતો કરતા હોય છે.
વાત જ્યારે ઝડપની થાય છે ત્યારે આપણે કેવી રીતે ચીત્તાને ભુલી શકીએ, વિશ્વના સૌથી ઝડપી પ્રાણી તરીકે ટોપ પર ચીત્તાને મુકવામાં આવે છે, પરંતુ ચીત્તા સિવાય પણ એવા અનેક પ્રાણીઓ છે કે જેઓ તેમની ઝડપ માટે જાણીતા છે. ચીત્તો પોતાની ઝડપની મદદથી શિકારને પકડતો હોય છે, તો એવા ઘણા પ્રાણીઓ છે કે જે પોતાની ઝડપની મદદથી શિકારીને માત આપે છે. આજે અમે અહીં એવા જ કેટલાક પ્રાણીઓ અંગે વાત કરી રહ્યાં છીએ. તો ચાલો તસવીરોના માધ્યમથી જાણીએ એનિમલ વિશ્વમાં કોણ-કોણ છે ઝડપના બાદશાહ.

ચીત્તા
આ પ્રાણીને વિશ્વના સૌથી ફાસ્ટેસ્ટ પ્રાણી તરીકે ઓળખવામાં આવે છે. ઝડપનો બાદશાહ ગણાતા ચીત્તાની ઝડપ 115 કિમી પ્રતિ કલાક માપવામાં આવી છે.

સ્પ્રિંગબોક
સ્પ્રિંગબોક એક દક્ષિણ આફ્રિકન હરણ છે. તેની ઝડપ અંદાજે 100 કિમી પ્રતિ કલાક છે.

પ્રોંગહોર્ન
પ્રોંગહોર્નને પણ ઝડપનો બાદશાહ કહેવામાં આવે છે. પ્રોંગહોર્નની ઝડપ 88.5 કિમી પ્રતિ કલાક છે.

વિલ્ડિબીસ્ટ
વિલ્ડિબીસ્ટ પણ એક દક્ષિણ આફ્રિકન હરણ છે. તેની ઝડપ 80.5 કિમી પ્રતિ કલાક માપવામાં આવી છે.

બ્લેકબક
બ્લેકબક સામાન્ય રીતે કૂદકા મારવા માટે જાણીતું છે તેમ છતાં ઝડપના મામલે આ પ્રાણી પણ અન્યથી ઉતરતું નથી. તેની ઝડપ 80 કિમી પ્રતિ કલાક છે.

ઘઉંવર્ણું સસલું
ઘઉંવર્ણું સસલું પણ ઝડપના મામલે ઉણું ઉતરતું નથી. તેની ઝડપ 72 કિમી પ્રતિ કલાક છે.

આફ્રિકન વાઇલ્ડ ડોગ
આ પ્રાણી માત્ર આફ્રિકામાં જોવા મળે છે. આ ડોગ એક કલાકમાં 71 કિમીનું અંતર કાપી શકે છે.

કાંગારુ
કાંગારુને આપણે કૂદકા મારતું જ જોયું હશે અને કદાચ તે વિશ્વના સૌથી ઝડપી પ્રાણીઓમાનું એક છે એ પણ કદાચ નહીં સાંભળ્યું હોય પરંતુ કાંગારુ કલાકમાં 71 કિમીનું અંતર કાપી શકે છે.

ઘોડો
આપણે ઘોડાની રેસ જોઇ હશે, દોડના મામલે ઘોડો શ્રેષ્ઠ છે. તેથી જ્યારે ઝડપી પ્રાણીઓની વાત કરવામાં આવે ત્યારે આ પ્રાણીને કેવી રીતે ભુલી શકાય. ઘોડાની ઝડપની વાત કરવામાં આવે તો ઘોડો એક કલાકમાં 70.76 કિમીનું અંતર કાપી શકે છે.

જંગલી ગધેડું
આ સામાન્ય ગધેડા કરતા વજનમાં અને શરીરમા મોટું હોય છે. તે એક નાના ઘોડા જેવું દેખાય છે. જંગલી ગધેડાંની ઝડપ એક કલાકમાં 70 કિમી કાપવાની છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
