ફેસબુકના 73 ટકા યૂઝર્સમાં 13 વર્ષના માસૂમ બાળકો!
નવી દિલ્હી, 8 મે: ફેસબુકને લઇને રોજ નવા નવા આંકડાઓ સામે આવી રહ્યા છે. એક નવા ખુલાસામાં સામે આવ્યું છે કે નાના બાળકોના ફેસબુક સાથે જોડાવા પર પ્રતિબંધ હોવા છતાં મહાનગરો અને મોટા શહેરોમાં 13 વર્ષથી નાના બાળકોની વચ્ચે ફેસબુકનો ઉપયોગ ધડાધડ વધતો જઇ રહ્યો છે. સવાલ છે કે આ ઉંમર પર પ્રતિબંધ હોવા છતાં કઇ રીતે બાળકોને એકાઉન્ટ ખોલવા માટે એપ્રુવલ મળી રહ્યું છે.
સર્વેક્ષણમાં કહેવામાં આવ્યું છે કે આઠથી 13 વર્ષના 73 ટકા બાળકોની પહોંચ ફેસબુક અને અન્ય સોશિયલ નેટવર્કિંગ સાઇટ સુધીની બની ગઇ છે, આ સર્વિસ પ્રોવાઇડરની સાથે સાથે સરકાર માટે પણ સાવધાન થઇ જવાનો સમય છે.
એસોચેમ સર્વે અનુસાર, આ મુશ્કેલીનું કારણ બની શકે છે. આમાં એક બીજાને નુકસાન પહોંચાડવા અથવા ઓનલાઇન શારિરીક સતામણી જેવા દુષ્પરિણામ જોવા મળી શકે છે. એસોચેમના કિશોર ફેસબુક વિષય પર કરવામાં તાજા સર્વેમાં કહેવામાં આવ્યું છે કે લગભ 73 ટકા બાળકો બેસબુક અને અન્ય સોશિયલ નેટવર્કિંગ સાઇટ સાથે જોડાયેલા છે. આ આંકડા નિરાશાજનક અને ચોંકાવનાર છે.
એક નજર કરો આ સર્વે પર..

રસપ્રદ વાત
રસપ્રદ વાત એ છે કે મોટાભાગના માતા-પિતા બાળકોને ફેસબુસ તથા અન્ય સાઇટ્સ સાથે જોડાવા માટે મદદ કરે છે. એવું પણ જોવામાં આવ્યું કે બાળકો દ્વારા આ વેબસાઇટના આદિ થઇ ગયા બાદ માતા-પિતાને તેમની મદદ કરવામાં પછતાવો પણ થયો છે.

સર્વેમાં અનેક શહેરો
એસોચેમના સામાજિક વિકાસ ન્યાસ (એએસડીએફ)એ 8થી 13 વર્ષના બાળકોના 4,200 માતા પિતાની વચ્ચે આ સર્વે કરવામાં આવ્યો. સર્વેક્ષણ દિલ્હી- રાષ્ટ્રી રાજધાની દિલ્હી વિસ્તાર, મુંબઇ, બેંગલુરુ, ચેન્નાઇ, કોલકાતા, અમદાવાદ, હૈદરાબાદ, પુણે, લખનઉ, દેહરાદૂન જેવા મહાનગરનો અને મોટા શહોરોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

FB માટે ઓછામાં ઓછી ઉંમર હોવી જોઇએ
સર્વેક્ષણ અનુસાર બાળકોના માતા-પિતા એવું માને છે કે ફેસબુક અને સોશિયલ સાઇટનો ઉપયોગ કરવા માટે ઓછામાં ઓછી ઉંમર નક્કી હોવી જોઇએ. પરંતુ બીજી તરફ અભિભાવક એવું પણ માને છે કે સોશિયલ નેટવર્કિંગ સાઇટ બાળકો માટે શાળાથી જોડાયેલ પ્રક્રિયા સમાન જ છે.

એસોચેમના મહાસચિવ
એસોચેમના મહાસચિવ ડી.એસ. રાવતે સર્વેક્ષણ જાહેર કરતા જણાવ્યું કે બાળકોની ઓછી ઉંમરમાં જ સોશિયલ નેટવર્કિંગ સાઇટ સુધી પહોંચ વધી રહી છે તેમાં તેમની પહોંચ એ સામગ્રિઓ સુધી થઇ શકે છે જે તેમની સમજની બહારની છે.

કેટલી વયના કેટલા ટકા યૂઝર્સ
સર્વેક્ષણ અનુસાર 13 વર્ષના લગભગ 25 ટકા, 11 વર્ષના 22 ટકા, 10 વર્ષના 15 ટકા અને 8 થી 9 વર્ષના 11 ટકા સુધીના બાળકો સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર સક્રિય છે.

શારિકીક શોષણના શિકારની ઘટના
એસોચેમની સ્વાસ્થ્ય સમિતિના ચેરમેન બી.કે. રાવે જણાવ્યું કે બાળકોમાં આ પ્રકારની સાઇટનો ઉપયોગને લઇને નથી અનુભવ થતો કે નથી તેમની અંદર સાચા ખોટાની નિર્ણય ક્ષમતા આવતી. અને તેમને નુકસાન પહોંચી શકે છે અથવા તેમની પર શારિકીક શોષણના શિકારની ઘટના ઘટી શકે છે.

માતા-પિતાની નોકરી જવાબદાર
સર્વેક્ષણમાં વધું એક મહત્વપૂર્ણ પાસું એ પણ સામે આવ્યું છે કે માતા-પિતામાંથી જો કોઇ એક જ નોકરી કરતું હો તો બાળકોમાં સોશિયલ નેટવર્કિંગ સાઇટની લત ઓછી હોય છે પરંતુ જો બંને એટલે કે માતા અને પિતા બંને નોકરી ધંધો કરતા હોય તો તેમના બાળકોમાં ફેસબુકની લત વધારે હોય છે. મહાનગરોમાં આ સ્થિતિ વધારે છે. જાણકારોએ સાવધાન રહેવાનું કહીને આ આંકડાઓને બાળકોના જીવન માટે ખતરારૂપ ગણાવ્યા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
