EVM banned countries list : પહેલા જ આ દેશો EVM પર લગાવી ચુક્યા છે પ્રતિબંધ, જાણો કેમ?
EVM banned countries list : ભારતમાં નરેન્દ્ર મોદી સરકાર પર સતત ઈવીએમનો દુરૂપયોગ કરવાના આરોપ લાગતા રહે છે.
ભારતમાં કોઈપણ ચૂંટણી એવી નથી જેમાં ઈવીએમ સાથે છેડછાડ થઈ હોવાના આરોપ ન લાગ્યા હોય. આ જ કારણ છે કે વિપક્ષી પાર્ટીઓ ભારતમાં ઈવીએમ બેન કરવાની સતત માંગ કરી રહી છે.

જણાવી દઈએ કે, ભારત પહેલા જ ઘણા દેશો ઈવીએમ પર બેન લગાવી ચુક્યા છે. આ લિસ્ટમાં દુનિયાના ઘણા વિકસીત દેશો સામેલ છે.
ભારતમાં, લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ EVM દ્વારા યોજવામાં આવે છે. ઘણી વખત વિપક્ષી પાર્ટીઓ બેલેટ પેપરનો ઉપયોગ કરીને ચૂંટણી કરાવવાની માંગ કરે છે, પરંતુ સરકાર માને છે કે દેશમાં EVM દ્વારા પારદર્શક રીતે ચૂંટણીઓ યોજાય છે.
દે દેશોએ EVM નો ઉપયોગ કરીને ચૂંટણીઓ યોજવા પર પ્રતિબંધ મૂક્યો છે તેમાઁ ભારતનો પાડોશી દેશ બાંગ્લાદેશ પણ છે. બાંગ્લાદેશે હાલમાં જ તેની ચૂંટણીઓમાં EVM ના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે.
આ સિવાય જાપાને પણ ચૂંટણીમાં EVM ની વિશ્વસનીયતા શંકાસ્પદ માનીને તેના પર પ્રતિબંધ મૂક્યો છે. તે સિવાય જર્મની, નેધરલેન્ડ અને આયર્લેન્ડે પણ EVM મશીન દ્વારા ચૂંટણી પર પ્રતિબંધ મૂક્યો છે. 2018 માં મ્યુનિસિપલ ચૂંટણીઓ પછી જાપાને ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનનો ઉપયોગ બંધ કરી દીધો છે.
2009 માં એક જર્મન કોર્ટે ચુકાદો આપ્યો હતો કે EVM ગેરબંધારણીય છે. આ પછી મતદાન પ્રક્રિયાની પારદર્શિતા અને જાહેર ચકાસણી અંગે ચિંતાઓને કારણે જર્મનીએ ઈવીએમનો ઉપયોગ બંધ કરી દીધો. જર્મનીમાં એવું તારણ કાઢવામાં આવ્યું કે EVM જાહેર ચકાસણી માટેની બંધારણીય આવશ્યકતાઓને પૂર્ણ કરતા નથી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
