આ સમસ્યાના કારણે મહિલાઓને સેક્સ કરવાનો લાગે છે ડર, જાણો આના વિશે બધુ
ઘણી મહિલાઓને શારીરિક સંબંધ બનાવતી વખતે ખૂબ પીડા થાય છે જેના કારણે તે શારીરિક સંબંધ બનાવવાથી ડરે છે. આ સમસ્યા વિશે જાણો અહીં.
ઘણી મહિલાઓને શારીરિક સંબંધ બનાવતી વખતે ખૂબ પીડા થાય છે જેના કારણે તે શારીરિક સંબંધ બનાવવાથી ડરે છે. આ સમસ્યાને મેડીકલ ટર્મમાં વેજિનિઝ્મ એટલે કે યોનિ સંકોચન કહેવામાં આવે છે. આ સ્થિતિમાં માત્ર યૌન સંબંધ બનાવવામાં જ નહિ પરંતુ પીરિયડ દરમિયાન ટેમ્પોન લગાવવાથી અને ડૉક્ટર પાસે પ્રાઈવેટ પાર્ટની તપાસ કરાવવાથી પણ ડર લાગે છે. આનુ કારણ હોય છે જ્યારે પણ મહિલાઓએ સંબંધ બનાવે કે ટેમ્પોન લગાવે ત્યારે યોનિની માંસપેશીઓમાં સંકોચન થવા લાગે છે એટલે કે તે કડક થઈ જાય છે અને સંકોચાઈ જાય છે. જો કે આ સમસ્યાના કારણે મહિલાઓની યૌન ઉત્તેજના પર કોઈ પ્રભાવ નથી પડતો પરંતુ યૌન સંબંધ બનાવવા દરમિયાન પેનિટ્રેશનના સમયે બહુ જ અસહ્ય દુઃખાવો થાય છે. આવો જાણીએ શું હોય છે આ સમસ્યા અને તેનો ઈલાજ.

યોનિ સંકોચન શું છે?
યૌન રોગના સૌથી સામાન્ય પ્રકારમાંથી યોનિ સંકોચન પણ એક છે. યોનિ સંકોચન સેક્સ સંબંધ દરમિયાન યોનિનુ એટલુ વધુ સંકોચન કે તંગ થવાની એ અવસ્થા છે, જ્યારે સંભોગ થઈ નથી શકતો અથવા જો થાય તો અત્યાધિક પીડાયુક્ત હોય છે. વાસ્તવમાં આમાં યોનિની માંસપેશીઓમાં એક અનૈચ્છિક ખેંચાણ પેદા થાય છે જેના કારણે સંભોગ દર્દનાક હોય છે.
આ સમસ્યાથી પીડિત મહિલા તેને એ સમયે કંટ્રોલ નથી કરી શકતી જ્યારે માંસપેશીઓમાં ખૂબ જ ખેંચાણ થાય છે. આ સ્થિતિ ત્યારે પેદા થાય છે જ્યારે જ્યારે મહિલા સેક્સ સંબંધ બનાવે છે અથવા તેની મેડીકલ તપાસ થઈ રહી હોય છે. આ ખેંચાણ એટલુ મજબૂત હોય છે કે યોનિમાં કંઈ પણ નથી જઈ શકતુ. માંસપેશીઓના ખેંચાણનુ શું કારણ છે આ અંગે સ્પષ્ટ રીતે કંઈ પણ કહેવુ અત્યારે સંભવ નથી.

વેજિનિઝમનુ શું કારણ છે?
વેજિનિઝમ્સ સામાન્ય રીતે બે કારણે થાય છે. મનોવૈજ્ઞાનિક કારણ -સંભોગનો ડર, યૌન હિંસા કે દૂર્વ્યવહારની ઘટના, ભાવનાત્મક નબળાઈ કે યૌન સાથી સાથે તાલમેલ ન બેસવો, સેક્સ અંગે ધાર્મિક માન્યતાઓ, ચિંતા વગેરે. શારીરિક કારણ - જેમકે સોજો, વેજાઈનલ એટ્રોફી એટલે કે યોનિની ત્વચાનુ પતલુ હોવુ અને સૂકુ હોવુ વગેરે. જે શરીરના એસ્ટ્રોજન હોર્મોનના સ્તરમાં ઘટાડો થવાથી થાય છે (સામાન્ય રીતે બાળકના જન્મ કે રજોનિવૃત્તિ બાદ આ થાય છે)

કરો આ કસરત
આ સ્થિતિનો ઉકેલ લાવવા માટે મહિલાઓ અમુક કસરતો કરે છે. આના માટે સૌથી પહેલા કીગલ એક્સરસાઈઝ કરો. આ તમારા પેલ્વિક એરિયામાં થોડી લચિલાપણુ આવશે અને સંભોગ દરમિયાન તમને પીડા પણ ઓછી થશે. આ ઉપરાતં ડાઈલેટર્સનો ઉપયોગ કરવાનો પણ સૂચન કરવામાં આવે છે. આ કસરતથી મહિલાની યોનિમાં થોડો ફેલાવ આવે છે. આ ઉપરાંત આ સમસ્યાને મહિલાએ હળવાશમાં ન લેવી જોઈએ તરત જઈને ડૉક્ટરને બતાવવી જોઈએ.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
