દર વર્ષે અરબો જાનવર ખાઈ જાય છે માણસો, સૌથી વધુ પશુ ખવાય છે
માણસજાત પોતાની ભુખ ભાંગવા માટે જગતભરમાં જોવા મળતા વિવિધ ફળ-શાકભાજી અને અનાજને ખાય છે. આટલે ન અટકતા માંસાહારી લોકો માંસ અને સી ફૂડથી પેટ ભરે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે માણસો વર્ષે અબજોની સંખ્યામાં જાનવરોનો ખાવા માટે ઉપયોગ કરે છે.
ધરતી પર માણસ સિવાયના તમામ જીવ કાં તો માંસ ખાય છે કાં તો અનાજ અને ફળ-ફળાદી. જો કે તમને જાણીને નવાઈ લાગશે કે માણસ જ એક એવો જીવ છે જે બન્ને ખાય છે. સર્વભક્ષી માણસ જાત દર વર્ષે અબજો પ્રાણીઓને મારીને ખાઈ જાય છે.

વર્લ્ડ એનિમલ ફાઉન્ડેશનના રિપોર્ટ અનુસાર, દુનિયામાં દર વર્ષે 13.1 અબજ અથવા 1300 કરોડથી વધુ પ્રાણીઓ મૃત્યુ પામે છે. સૌથી મોટી વાત એ છે કે આ તમામ જીવો મનુષ્યનો માટે ખોરાક બને છે.
આપણે આખી દુનિયામાં મરનારા જીવની સંખ્યા વિશે વાત કરીએ તો તે આના કરતાં ઘણી વધારે છે. આ સંખ્યા પુરી દુનિયામાં લગભગ 83 અબજ આસપાસ છે. આ આંકડા વર્ષ 2021ના છે.
આંકડા અનુસાર, એકલા અમેરિકામાં દર વર્ષે 100 મિલિયન અથવા લગભગ 10 કરોડ પ્રાણીઓનો શિકાર થાય છે. વર્ષ 2021ની વાત કરીએ તો આ વર્ષે અમેરિકામાં ખોરાક માટે 34.36 મિલિયન એટસે કે 3 કરોડથી વધુ ગાયોની હત્યા કરવામાં આવી.
વર્લ્ડ એનિમલ ફાઉન્ડેશનના અહેવાલ મુજબ, સમગ્ર વિશ્વમાં દર વર્ષે 73 અબજ મરઘીઓનો ખાવામાં ઉપયોગ થાય છે. બકરીઓની સંખ્યા વિશે વાત કરીએ તો તે 500 મિલિયનથી વધુ છે. એટલે કે અંદાજે 50 કરોડ બકરાને મારી માણસો ખાઈ જાય છે.
ફિશ કાઉન્ટના રિપોર્ટ અનુસાર, વર્ષ 2017માં 50 અબજથી 167 અબજ માછલીઓ ખાવા માટે મારી નાખવામાં આવી હતી. આ માછલીઓ ઉછેરવામાં આવી હતી એટલે કે દરિયા અને નદીઓમાંથી મારવામાં આવેલી માછલીનો ડેટા આમાં સામેલ નથી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
