બિલ ગેટ્સને ચા પીવડાવનાર ડોલી ચાય વાલા રોજ કમાય છે આટલા રૂપિયા, સોશિયલ મીડિયાથી થાય છે રૂપિયાનો વરસાદ
આ દિવસોમાં નાગપુરના ડોલી ચા વાળાની ખુબ ચર્ચા છે. બિલ ગેટ્સને ચા પીવડાવ્યા બાદ હવે લોકો તેની સંપતિ અને આવક વિશે સર્ચ કરી રહ્યા છે.
ચા વેચવાની સ્ટાઈલથી પ્રખ્યાત ડોલી ચાયવાલા રાતોરાત સ્ટાર બની ગયો છે. લોકો ડોલી ચાયવાલા વિશે જાણવા માંગે છે. લોકો જાણવા માંગે છે કે તે બિલ ગેટ્સને કેવી રીતે અને ક્યારે મળ્યા?

કોણ છે ડોલી ચાયવાલા?
પ્રખ્યાત ડોલી ચાયવાલાનું સાચું નામ સુનીલ પાટીલ છે. ડોલી ચાયવાલા મહારાષ્ટ્રના નાગપુરનો રહેવાસી છે. ડોલી ચાયવાલાએ છેલ્લા કેટલાક દાયકાઓમાં ચા બનાવવા અને વેચવા માટે અનન્ય અભિગમનો ઉપયોગ કર્યો છે. ડોલી ચાયવાલા એક સામાન્ય ઘરમાંથી આવે છે. તેનો જન્મ 1998માં થયો હતો. ઈન્સ્ટાગ્રામ પર તેના 11 હજારથી વધુ ફોલોઅર્સ છે.
ડોલી ચાયવાલાની નેટ વર્થ
ડોલી ચાયવાલા દરરોજ સવારે 6 થી 9 વાગ્યા સુધી ચા વેચે છે. ચાના કપની કિંમત 7 રૂપિયાથી શરૂ થાય છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ ડોલી ચાયવાલા દરરોજ 350 થી 500 કપ ચા વેચે છે.
ડોલી ચાયવાલા ચા વેચીને દરરોજ 3500 થી 4000 રૂપિયા કમાય છે. IMDb સ્ટાર્સ પોર્ટલ અનુસાર, ડોલી ચાયવાલાની કુલ સંપત્તિ 10 લાખ રૂપિયા છે. એટલું જ નહીં ડોલી ચાયવાલા દરેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી દર મહિને હજારો રૂપિયા કમાય છે.
બિલ ગેટ્સને ચા પીવડાવ્યા પછી ડોલી ચાયવાલાએ કહ્યું કે, મને બિલકુલ ખ્યાલ નહોતો, મને લાગ્યું કે તે વિદેશનો વ્યક્તિ છે તેથી મારે તેમને ચા પીવડાવવી જોઈએ. બીજા દિવસે જ્યારે હું નાગપુર ગયો ત્યારે મેં જોયું કે મેં કોને ચા પીવડાવી હતી. સોશિયલ મીડિયા પર લોકો વાત કરી રહ્યા હતા. બધા કહેતા હતા કે મેં બિલ ગેટ્સને ચા પીરસી છે.
ડોલી ચાયવાલાએ વધુમાં જણાવ્યું હતું કે, મેં તેમની સાથે બિલકુલ વાત ન કરી, તે મારી પાસે ઉભા હતા અને હું મારા કામમાં વ્યસ્ત હતો. હું સાઉથની ફિલ્મો જોઉં છું અને ત્યાંથી સ્ટાઈલ શીખુ છું. આજે મને લાગે છે કે હું નાગપુરનો ડોલી ચાયવાળો બની ગયો છું. હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ચા પીવડાવવા માંગુ છું.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
