ગૌમુત્ર પીવાથી ખરેખર તાવ ઉતરી જાય? જાણો શું કહે છે રિસર્ચ?
દેશમાં ગૌમુત્રના ઉપયોગને લઈને ઘણા પ્રકારની ધારણાઓ ચાલતી રહે છે. કેટલાક લોકો તેના ફાયદા ગણાવે છે તો કેટલાક તેને અંધશ્રદ્ધા સાથે જોડે છે.
કેટલાક સમય પહેલા IIT મદ્રાસના ડિરેક્ટર વી. કામકોટીનો આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ વીડિયોમાં તે ગૌમૂત્રના ફાયદા વિશે વાત કરતા જોવા મળ્યા હતા.

વીડિયોમાં તેમણે દાવો કર્યો હતો કે તાવ આવે ત્યારે ગૌમૂત્ર પીવાથી તાવ ઉતરી જાય છે. આ વીડિયો બાદ ચર્ચા શરૂ થઈ છે કે ખરેખર ગૌમુત્રના કોઈ ફાયદા છે કે કેમ?
ICAR-ઇન્ડિયન વેટરનરી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના એક રિસર્ચમાં દાવો કરવામાં આવ્યો હતો કે ભેંસનું પેશાબ ગૌમૂત્ર કરતાં વધુ અસરકારક છે. સંસ્થાના ભોજ રાજ સિંહ અને IVRI ના પીએચડી વિદ્યાર્થીઓ દ્વારા હાથ ધરવામાં આવેલા આ અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ગાય અને બળદના પેશાબમાં એસ્ચેરીચિયા કોલીની હાજરી સાથે લગભગ 14 પ્રકારના હાનિકારક બેક્ટેરિયા હોય છે, જે પેટમાં ચેપનું કારણ બની શકે છે.
આ વિદ્યાર્થીઓનો આ અહેવાલ ઓનલાઈન સંશોધન વેબસાઇટ રિસર્ચગેટમાં પ્રકાશિત થયો છે. ગાય, ભેંસ અને માણસોના 73 પેશાબના નમૂનાઓના વિશ્લેષણમાં જાણવા મળ્યું કે ભેંસના પેશાબમાં એન્ટિબેક્ટેરિયલ પ્રવૃત્તિ ગાય કરતાં ઘણી સારી હતી.
તેમણે કહ્યું કે, અમે સ્થાનિક ડેરી ફાર્મમાંથી સાહિવાલ, થરપારકર અને વિંદાવાની (ક્રોસ બ્રીડ) ત્રણ પ્રકારની ગાયોના નમૂનાઓ એકત્રિત કર્યા, આ સાથે ભેંસ અને માણસોના નમૂના પણ એકત્રિત કર્યા. જૂન અને નવેમ્બર 2022 વચ્ચે હાથ ધરાયેલા સંશોધનમાં તારણ કાઢ્યું મળ્યુ કે સ્વસ્થ વ્યક્તિઓના પેશાબનો મોટો હિસ્સો સંભવિત રોગકારક બેક્ટેરિયા ધરાવે છે.
તેમણે કહ્યું કે, અમારા સંશોધનમાં મુખ્ય વાત એ બહાર આવી છે કે કોઈ પણ સંજોગોમાં મનુષ્યો માટે ગૌમૂત્રની ભલામણ કરી શકાય નહીં. તેમણે દાવો કર્યો કે ગૌમૂત્ર એન્ટીબેક્ટેરિયલ હોવાનું કહેવાય છે પરંતુ આ સાચું નથી, જોકે તેમણે સ્પષ્ટતા કરી હતી કે તેમની ટિપ્પણી ગૌમૂત્ર માટે નહોતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત








Click it and Unblock the Notifications
