Digital Census : શું છે ડિજિટલ વસ્તી ગણતરી? જાણો કેવી રીતે લોકોની ગણતરી થશે?
Census 2025 : 2011 ની વસ્તી ગણતરી બાદ 15 વર્ષ સુધી વસ્તી ગણતરી ન કરાવી શકનારી નરેન્દ્ર મોદી સરકાર હવે ડિજિટલ વસ્તી ગણતરી નામનું નવુ ગતકડુ લઈને આવી છે.
અહેવાલો અનુસાર, સમયે વસ્તી ગણતરી ન કરાવી શકનારી સરકાર હવે 2025 માં ડિજિટલ વસ્તી ગણતરી કરાવશે. લોકોને તેમના સ્માર્ટફોનથી ગણવામાં આવશે.

મીડિયા રિપોર્ટ અનુસાર, સ્માર્ટફોનનો ઉપયોગ કરનાર ભારતના દરેક નાગરિકને એક ફોર્મ મળશે જેમાં તેણે સાચી માહિતી ભરવાની રહેશે. આ પછી આ ફોર્મ રજિસ્ટ્રાર જનરલ ઑફ ઈન્ડિયા કાર્યાલયને મોકલવામાં આવશે.
દાવો કરવામાં આવી રહ્યો છે કે આવુ કરવાથી ડેટા ઝડપી આવશે અને ફિલ્ટર કરવામાં પણ સરળતા રહેશે. જો કે ઘણા સવાલ પણ જેના સરકારે જવાબ નથી આપ્યા.
દેશમાં હજુ પણ એવા ઘણા ગામો છે જ્યાં ઇન્ટરનેટ ઉપલબ્ધ નથી અથવા તો ઘણું ધીમું છે. આ સિવાય ઘણી જગ્યાએ લોકો સ્માર્ટફોનનો ઉપયોગ કેવી રીતે કરવો તે જાણતા નથી. હવે સવાલ એ થાય છે કે પછી આવા લોકો આ ડિજિટલ વસ્તી ગણતરીમાં કેવી રીતે ભાગ લેશે?
સરકારે હજુ બાબતે કોઈ સ્પષ્ટતા કરી નથી. જો કે અપેક્ષા છે કે જે સ્થળોએ ઇન્ટરનેટ નથી અથવા લોકોને સ્માર્ટફોનનો ઉપયોગ નથી કરતા ત્યાં 2011ની જેમ વસ્તી ગણતરી અધિકારીઓ જશે અને ડેટા એકત્રિત કરશે.
જણાવી દઈએ કે, ભારતમાં છેલ્લી વસ્તી ગણતરી વર્ષ 2011 માં કરાઈ હતી. પ્રથમ વસ્તી ગણતરી માટે વર્ષ 2021 નક્કી કરવામાં આવ્યું છે. હવે ડિજિટલ વસ્તી ગણતરીની જાહેરાત કરવામાં આવી છે અને ટૂંક સમયમાં દેશની અંદાજિત 136 કરોડ વસ્તીનો ડેટા સરકાર પાસે એકત્રિત થશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
